________________
[૩૫].. પ્રકાર છે: એક તે, જેઓ તીર્થંકર હોય છે, અને બીજા તે, જે તીર્થંકર નથી હોતા. પ્રસ્તુતમાં એટલે કે સિદ્ધના ભેદોમાં તીર્થંકર સિવાયના જે સ્વયંબુદ્ધ છે તે અભિપ્રેત છે, કારણ, તીર્થંકરસિદ્ધનો ઉલ્લેખ આ પંદર ભેદમાં થયેલો જ છે. સ્વયંબુદ્ધ બાહ્ય કારણ વિના પ્રતિબોધ પામે છે, પણ પ્રત્યેકબુદ્ધ બાહ્ય કારણથી પ્રતિબોધ પામે છે. તેઓ એકલા વિચરતા હોઈ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે; ગચ્છવાસીની જેમ તેઓ સમૂહમાં વિચરતા નથી. સ્વયબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે બોધિમાં કારણકૃત ઉક્ત મુખ્ય ભેદ છે. ઉપરાંત, ઉપાધિ-ઉપકરણ, લિંગ–વેશ અને શ્રતની અપેક્ષાએ પણ બન્નેમાં ભેદ છે તે એ કે પાત્રાદિ બાર પ્રકારની ઉપધિ સ્વયંબુદ્ધને હોય છે, પણ પ્રત્યેકબુદ્ધને જઘન્યથી બે ઉપધિઉપકરણ હોય છે અને ઉત્કટે નવ પ્રકારની ઉપાધિ હોય છે. તેમાં પ્રાવરણનો–વસ્ત્રનો સમાવેશ થતો નથી. સ્વયંબુદ્ધને બોધિ પ્રાપ્ત થયાં પહેલાં શ્રુતજ્ઞાન હોય અને ન પણ હોય તેમ બને. જે શ્રત હોય અને બોધિ પ્રાપ્ત થાય તો તેઓ ગુરુ પાસે જઈને વેશનો સ્વીકાર કરે છે, અથવા દેવતા આવીને તેમને વેશ સમર્પિત કરે છે. આવા સ્વયંબુદ્ધ પોતાની ઈચ્છા હોય તો ગચ્છમાં રહે છે, અન્યથા એકલા પણ વિચરે છે. અને જો બોધિ પ્રાપ્ત થયા પહેલાં આ પ્રકારના
સ્વયંબુદ્ધને શ્રતનો બોધ ન હોય તો તે અવશ્ય ગુરુ પાસે જાય છે અને વેશનો સ્વીકાર કરીને ગચ્છમાં અવશ્ય રહે છે, એકલા વિચરતા નથી. સ્વયંબુદ્ધને ઉપર પ્રમાણે મૃતના સંભવ વિષે વિકલ્પ છે, પણ પ્રત્યેકબુદ્ધને તો બોધિ પ્રાપ્ત થયા પહેલાં મૃતનો બોધ હોય જ છે. અને તે જઘન્યથી અગિયાર અંગના જ્ઞાતા હોય અથવા ઉત્કૃષ્ટ ભિન્નદશપૂર્વી સંભવે. પ્રત્યેકબુદ્ધ માટે વેશ અનિવાર્ય નથી; તે ધારણ કરે પણ ખરા અને ન પણ કરે; ધારણ કરે તો દેવે દીધેલ વેષ હોય. - સ્વયંબુદ્ધ કે પ્રત્યેકબુદ્ધને બોધિમાં બીજાના ઉપદેશની જરૂર નથી; તે વિના જ એ બને બોધિ પ્રાપ્ત કરે છે. પરંતુ બદ્ધોહિય= બુદ્ધઓધિત સિદ્ધ વિષે તેમ નથી. તેઓ કોઈ પણ બુદ્ધ એટલે કે આચાર્ય દ્વારા બોધિત થાય છે એટલે કે ઉપદેશને પામે છે. એટલે કે તેઓ સ્વયંસૂઝથી બોધિને પામેલા નથી, પણ બીજાના ઉપદેશથી બોધિને પામ્યા છે. તેથી બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય છે. ૮
ખરી રીતે તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ–એ બે ભેદમાં જ બાકીના ભેદો સમાઈ જાય છે, પરંતુ માત્ર એ બે ભેદો જ કરવામાં આવે તો સિદ્ધોની પૂર્વાવસ્થામાં જે વિવિધતા હોય છે-વિશેષતા હોય છે–તે વિષેનો કશો ખ્યાલ આવવા સંભવ નથી, તેથી એ વિશેષતાનું ભાન કરાવવા વિસ્તારથી ભેદનિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત જૈન મતના અનુસંધાનમાં બૌદ્ધ મત જાણવો લાભપ્રદ છે. બૌદ્ધ મતે (સ્થવિરવાદમતે) બોધિના ત્રણ પ્રકાર છે: સાવકબધિ, પચ્ચકોધિ અને સમ્માસંબોધિ (શ્રાવકબોધિ, પ્રત્યેકબોધિ અને સમ્પર્સબોધિ). સભ્યસંબોધિ ધરાવનાર સમ્પર્સબુદ્ધ કહેવાય છે. તેમના ઉપદેશથી જે અહંત્પદને પામે (= જૈન મતે કેવળીપદને પામે) તેને સાવકબોધિ ધરાવનાર કહેવાય. સારાંશ કે ઉપાસકને બીજાના ઉપદેશથી જે બોધિ પ્રાપ્ત થાય છે, તે બોધિ સાવબોધિ છે. આ સાવકસંબુદ્ધ પણ બીજાને ઉપદેશ આપવાના અધિકારી છે (વિનયપિટક, મહાવચ્ચ, ૧૯૨૧).
૭. અહીં સ્પષ્ટ છે કે દેવતાની વાત પાછળથી દાખલ થઈ છે. તાવિક રીતે તો વેશ પરિવર્તન પણ આવશ્યક નથી; પણ જ્યારે કોઈ પણ ધર્મપરંપરા સુદઢ બને છે અને તેનો બાહ્યાચાર સુસ્થિર થઈ જાય છે ત્યારે વેશ
એ પરંપરાનું અનિવાર્ય અંગ બની જાય છે, તેનું આ પણ એક ઉદાહરણ છે. ૮. ઉક્ત ત્રણેય વિષે જુઓ પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૧૯ ૨ થી. ૯. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૩ મે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org