________________
...[૧૬]...
પ્રજ્ઞાષના અને ષટ્ખંડાગમ
પ્રજ્ઞાપના અને ષટ્યુંડાગમ ખન્નેનું મૂળ દૃષ્ટિવાદ નામના અંગ સૂત્રમાં છે. એટલે સામગ્રીનો આધાર એક જ છે. બન્ને સંગ્રહગ્રંથો છે. છતાં પણ બન્નેની નિરૂપણશૈલીમાં જે ભેદ છે તે સમજવા જેવો છે. પ્રજ્ઞાપનામાં જીવને કેન્દ્રમાં રાખીને ૩૬ ‘પદો' છે, જ્યારે ષટ્યુંડાગમમાં જીવસ્થાન નામના પ્રથમ ખંડમાં કમૅના હ્રાસને કારણે નિષ્પન્ન ગુણસ્થાનો, જે જીવસમાસને નામે નિર્દિષ્ટ છે, તેની માર્ગણા જીવનાં માર્ગણાસ્થાનો ગત્યાદિ દ્વારા કરવામાં આવી છે. સમાપ્ત થયે શેષ ખંડમાંથી ખુદ્દાબંધ, અંધસ્વામિત્વ, વેદના, એ ખંડોમાં કર્મને કેન્દ્રમાં રાખીને વનો વિચાર છે, એમ કહેવાય. અને વર્ગણાખંડમાં પણ મુખ્ય તો કર્મવર્ગા જ છે; શેષ વર્ગણાની ચર્ચા તો તેને સમજવા માટે છે. છઠ્ઠો ખંડ તો મહાબંધને નામે જ ઓળખાય છે, એટલે તેમાં પણ કર્મચર્ચા જ મુખ્ય છે. પ્રજ્ઞાપનાનાં ૩૬ પદોમાંથી કર્મ (૨૩), કર્મબંધક (૨૪), કર્મવેદક (૨૫), વેદબંધક (૨૬), વેદવેદક (૨૭), વેદના (૩૫)—એ પદોનાં નામો, જે પ્રજ્ઞાપના મૂળમાં આપવામાં આવ્યાં છે અને ખંડમાં જે તે તે ખંડનાં નામો ટીકાકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે, તેની તુલના કરવા જેવી છે. તે તે નામનાં ‘પદો'માં જે ચર્ચા પ્રજ્ઞાપનામાં જોવા મળે છે તેથી ધણી વધારે ચર્ચા-સૂક્ષ્મ ચર્ચા-ખંડાગમમાં સમાન નામે સૂચિત ખંડોમાં છે. આમ પ્રજ્ઞાપનામાં જીવપ્રધાન અને ષટ્યુંડાગમમાં કર્મપ્રધાન નિરૂપણુ છે.
પ્રજ્ઞાપનામાં અંગસૂત્રમાં અપનાવાયેલી પ્રશ્નોત્તરપ્રધાન શૈલી જોવા મળે છે. અને ધણે પ્રસંગે તો ગૌતમ અને ભગવાનના જ પ્રશ્નોત્તરો હોય એમ પણ સ્પષ્ટ છે. પરંતુ ખૂંડાગમમાં ઉદ્દેશનિર્દેશ-વિભાગ એ શાસ્ત્રપ્રક્રિયાનું અનુસરણ છે. ક્વચિત જ પ્રશ્ન અને ઉત્તરો જોવા મળે છે.૧૭
પ્રજ્ઞાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણુ ષખૂંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કોઈ ચૂલિકા નથી, પણ ખંડાગમમાં અનેક ચૂલિકાઓ ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે ક્યારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે—જેમ દશવૈકાલિક વગેરે આગમ ગ્રંથોમાં જોવા મળે છે.
પ્રજ્ઞાપના મૌલિક સૂત્રરૂપે લખાયેલ છે, જ્યારે ખંડાગમ સૂત્ર ઉપરાંત અનુયોગ= વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ, તેમાં ધણીવાર અનુયોગનાં દ્વારો વડે વિચારણા કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવે છે; જેમ કે અળિયોગદ્દારાનિ” એમ અનેક દ્દારો સૂચવીને પછી તે દ્વારોના ક્રમે વિચારણા છે.૧૯ ઉપરાંત કૃતિ, વેદના, કર્મ જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપો દ્વારા પણ કરવામાં આવી છે, જે જૈનાગમોની નિર્યુક્તિ-પ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુસરણ છે. ૨૦
*
અનુજમ્ ૨ ૨
૧૭. ષટ્ખંડાગમ, પુસ્તક ૮, ‘અંધસામિત્તવિચય' પ્રકરણ જેવા સ્થાનોમાં કવચિત્ પ્રશ્નોત્તરશૈલી છે. ૧૮. ષટ્ખંડાગમ, પુસ્તક ૬માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, પુસ્તક ૧૧માં એ ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક ૧૪માં તો સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે “ પત્તો ગરિમાંયો વૃજિયા
णाम 1
‘ સંતવતળા × ૨ ૨
"
૧૯. ષટ્ખંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬પ, પુસ્તક ૧૨, સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ.
૨૦. ષટ્ખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૪૫થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી બરાબર જોવા મળે છે, ૨૧. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ.
૨૨. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક કે, સૂત્ર ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org