________________
[૧૭]... નિલ”, “વિફા ૨૪, (વિમાવા) જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારો કરી દે છે.
તત્વાર્થસૂત્રમાં જે અનેક પ્રકારે અનુયોગદ્વારોનું પ્રથમ અધ્યાયમાં વર્ણન છે તેની વ્યવસ્થા પ્રજ્ઞાપનામાં હજી થઈ ન હતી તેમ જણાય છે, કારણ, તેમાં પ્રથમ એ અનુયોગદ્દારોને ગણાવીને કોઈ નિરૂપણું નથીપરંતુ પખંડાગમમાં તો આઠ અનુયોગદ્વારના નિર્દેશપૂર્વક સ્પષ્ટ નિરૂપણ છે. એવાં અનુયોગદ્વારોની નિર્માણભૂમિકા તે પ્રજ્ઞાપનામાં ખડી થઈ છે, જેને આધારે આગળ જઈ અનુયોગદ્વારોનું નિરૂપણ થવા લાગ્યું. તત્ત્વાર્થસૂત્ર (૧. ૮.)માં સતસંખ્યા ઈત્યાદિ આઠ અનુયોગકારોનો નિર્દેશ છે. આવો કોઈ નિર્દેશ પ્રજ્ઞાપનામાં નથી. પરંતુ તેમાં જુદાં જુદાં પદોમાંથી આ અનુયોગદ્વારોનું સંકલન કરવું સંભવ છે. એવા નિશ્ચિત સંકલનનો ઉપયોગ પખંડાગમમાં થયો છે, જે તે બન્નેના કાળ વિષે અવશ્ય પ્રકાશ ફેંકે છે, અને સિદ્ધ કરે છે કે પખંડાગમ પ્રજ્ઞાપના પછીની જ રચના કે સંકલન હશે.
“રિયાળુવાળ”, “રિયાળુવાળ”, “યાજુવાળ ઇત્યાદિર શબ્દોથી તે તે માર્ગણકારોની ચર્ચાનો પ્રારંભ કરવાની પદ્ધતિ ખંડાગમમાં સર્વત્ર અપનાવવામાં આવી છે, જેનું અનુસરણ પ્રજ્ઞાપનામાં ક્વચિત જ જોવા મળે છે. માત્ર “દ્રિકાબુવાળ” અને “વેત્તાળુવાળ” એ બે શબ્દો વપરાયા છે, પણ ગતિ આદિની ચર્ચામાં રમજુવા' જેવો પ્રયોગ નથી.
- પ્રજ્ઞાપના અને પખંડાગમમાં કેટલેક સ્થળે તો નિરૂપણ ઉપરાંત શબ્દસામ્ય પણ છે, જે સૂચવે છે કે બન્ને પાસે સમાન પરંપરા હતી. નિરૂપણસામ્ય એટલે કે તે તે બાબતોમાં મતૈક્ય તો અધિકાશે બન્નેમાં જોવા મળે જ છે. તેથી તેની જુદી નોંધ લેવી જરૂરી નથી. પણ જ્યાં શબ્દસામ્ય સ્પષ્ટ છે તેની નોંધ લેવી જરૂરી છે.
સામાન્ય રીતે કહી શકાય કે બન્ને ગ્રંથો ગદ્યમાં લખાયા છે, પરંતુ તેમાં ગાથાઓ પણ છે. તે ગાથાઓમાંથી કેટલીક તો પારંપરિક સંગ્રહણીગાથાઓ જ હોવી જોઈએ, એમ જણાય છે. પ્રજ્ઞાપનાની ગાથા નં. ૯, ૧૦૦ અને ૧૦૧ પખંડાગમમાં પણ મળે છે, તે આ પ્રમાણે पुस्तक १४, सूत्र १२१- "तत्थ इमं साहारणलक्खणं भणिदं सूत्र १२२ साहारणमाहारो साहारणमाणपाणगहणं च ।
साहारणजीवाणं साहारणलक्खणं भणिदं ।। सूत्र १२३ एयस्स अणुग्गहणं बहूण साहारणाणमेयस्स ।
एयस्स जं बहूणं समासदो तं पि होदि एयस्स ॥ सूत्र १२४ समगं वकंताणं समग तेसिं सरीरणिप्पत्ती ।
समगं च अणुग्गहणं समगं उस्सासणिस्सासो॥
૨૩. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. ૨૪. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪ પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫; પુસ્તક ૧૪, સૂત્ર ૧. ૨૫. બૌદ્ધોમાં વિભાષાને મહત્વ આપનાર મત વૈભાષિક તરીકે જાણીતો છે, તેની અહીં નોંધ લેવી જોઈએ. ૨૬. પખંડાગમ, પુ. ૧, સૂ૦ ૭, પૃ. ૧૫૫. ૨૭. એજન, પુસ્તક ૧, સૂત્ર ૨૪, ૩૩, ૩૯ ઇત્યાદિ. ૨૮. પ્રજ્ઞાપના, સૂત્ર ૨૧૩-૨૨૪, ૨૭૬-૩૨૪, ૩૨૬-૩૨૯. '
૫. પ્ર. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org