SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ .[૧૭]... સૂત્રપ્રતિઓના મૂળપાઠનો નિર્દેશ કરતો ટીકાપાઠ આ પ્રમાણે છે–ત વતુર્વ “સન વક્રિયા સમાં નવઢિયા” ત્યાદિના ઘન વયમેવ વતિ | ટીકાંના આ શુદ્ધ પાઠ ઉપરથી સમજી શકાશે કે પ્રજ્ઞાપનાસૂત્રની બધીય સૂત્રપ્રતિઓએ આપેલો અમારા પ્રકાશનનો જ પાઠ પ્રામાણિક છે. આવાં ઉદાહરણોથી સંશોધનમાં રસ ધરાવનાર અભ્યાસીઓએ એટલો ધડો તો અવશ્ય લેવો જ કે કોઈ પણ ગ્રંથની ટ્રીકાની મુદ્રિત આવૃત્તિના પાઠના આધારે સામાન્ય રીતે બધીય મૂળ સુત્રની પ્રતિઓના પાને પરાવર્તિત કરવાને બદલે ટીકાનાં પ્રાચીન-પ્રાચીનતમ પ્રત્યંતરો જેવાં જોઈએ. ટીકાના હસ્તલિખિત પ્રત્યંતરો મળવાનો સર્વથા અસંભવ હોય તો પણ મૂળ સૂત્રના પાઠને પરાવર્તિત કરવો એ તો કોઈ રીતે યોગ્ય નથી. ઘ આવૃત્તિમાં અહીં જણાવેલો સૂત્રપાઠ શબ્દસામ્યના લીધે વિચિત્ર રીતે ખંડિત થયો છે અને આવૃત્તિમાં આમ તો ૩ આવૃત્તિના જેવો જ પાઠ છે, પણ તેમાં ત્રીજા અને ચોથા પ્રકારમાં ફરક છે. મ અને સુ આવૃત્તિમાં કેવળ ન આવૃત્તિનું જ આ સ્થાનમાં અનુકરણ છે. પ્રસ્તુત સૂત્રમાં જ્યાં જ્યાં નવદિયા પાઠ છે તેના બદલે શિ આવૃત્તિમાં વજ્ઞવદિયા” આવો ખોટો પાઠ મૂકીને નિરાધાર એક અશુદ્ધિનો વધારો કર્યો છે. આ સિવાય આ સ્થાનમાં રિશ આવૃત્તિનો પાઠ પણ સ આવૃત્તિના જેવો જ છે. ૪. ર૯૪ મા પૃષ્ઠની ૧૩મી ટિપ્પણમાં દંવે દ વ પાઠ છે તે સૌપ્રથમ કેવળ સ આવૃત્તિમાં મૂળ વાચનામાં લેવાયો છે. અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં આ પાઠ મળ્યો નથી, અને ઘ તથા મ આવૃત્તિમાં પણ આ વધારાનો પાઠ નથી. ટીકાની વ્યાખ્યાના વક્તવ્યને બરાબર ન સમજવાને કારણે આ વધારાનો પાઠ અહીં કોઈ વિદ્વાને ઉમેર્યો હોય તેમ લાગે છે; આ હકીકત ટીકાનો પાઠ જોતાં સમજાશે. મૂળ સૂત્રમાં વાર્દિકો ૬ વા પાઠ છે તેની ટીકા આ પ્રમાણે છેबालेन्द्रगोपकः सद्यो जातः इन्द्र गोपकः, स हि प्रवृद्धः सन् ईषत्पाण्डुरक्तो भवति ततो बालग्रहणम् ; –વૃદ્ધથનસમયમ ટવિરોષઃ પ્રસ્તુત સ્થાનમાં મૂળ સૂત્રની સમગ્ર સૂત્રપ્રતિઓની વાચના અને તદનુસારી ટીકાકારની વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ જ છે કે અહીં ઇન્દ્રગોપ નહીં પણ બાલેંગોપ જ પ્રસ્તુત છે. વાર્દિો -રાજેન્દ્ર માં સૂચવાયેલા ઇન્દ્રગોપનો પરિચય ટીકાકારે આપ્યો તેના ઉપરથી જ કોઈએ મૂળ અને ટીકા-કારને અનભિપ્રેત ઈંટોવે ટુ વ આ પાઠ મૂળમાં ઉમેરી દીધો હોય તેમ લાગે છે. સ આવૃત્તિ પછીની મ, શિ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત વધારાનો ખોટો પાઠ ૩ આવૃત્તિની વાચના પ્રમાણે જ લેવાયો છે. ૫. ૧૨૩૮ મા સૂત્રમાં આવેલા ગોવમાં વા (પૃ. ૨૯૭) આ સૂત્રપાઠના પહેલાં ૩વના ફુવા આવો વધારાનો સૂત્રપાઠ અમને ૧૦ સંજ્ઞક સૂત્રપ્રતિમાં મળ્યો છે. અને પુ ૨ સંજ્ઞક પ્રતિમાં આ વધારાનો પાઠ પાછળથી શોધકે ઉમેરેલો છે. આ સિવાયની અમે ઉપયોગમાં લીધેલી સર્વ સૂત્રપ્રતિઓમાં આ વધારાનો ૩ઘમ થ્રુ વા પાઠ નથી. ૩ આવૃત્તિમાં પ્રસ્તુત વધારાનો પાઠ મૂળ વાચનામાં રવીકાર્યો છે. ટીકામાં પ્રસ્તુત સૂત્રમાં જણાવેલા મિષ્ટ ખાદ્ય પદાર્થો પૈકીના વંદે અને મછંદશા શબ્દનો પરિચય આપ્યો છે. વરનોરા પદથી મનોવા સુધીનાં સૂત્રપદો માટે ટીકાકારે વટમોવાથઃ સધ્ધરાયાવચાર આમ લખીને તજજ્ઞ દ્વારા જાણી લેવાની ભલામણ કરી છે. પ્રસ્તુત સૂત્રમાં જણાવેલાં ઉદાહરણદર્શક પદો મિષ્ટ ખાદ્ય પદાર્થનાં છે એટલી વાત નક્કી છે. અને આથી જવલ્લે જ કોઈક પ્રતિમાં મળતો હોવા છતાં હવા ફુવા સૂત્રપાઠ અનુપયોગી અને પાછળથી ઉમેરાયેલો જણાય છે. સામા નો અર્થ ૩પમા છે, જે આજે પણ મદ્રાસી વાનગી તરીકે પ્રસિદ્ધ છે. ૩પમાં ખારી હોય છે, એટલે આ સંદર્ભમાં સર્વમાં શબ્દ બરાબર નથી, પણ ૧. સ આવૃત્તિમાં ફંદ્રો વા છે, અથત રે ના બદલે છે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy