________________
...[૧૮]...
સ્પષ્ટીકરણ કર્યું નથી, અર્થાત્ જે પાડાન્તરો આપ્યા છે તે કોઈ હસ્તલિખિત પ્રતિના છે ક મુદ્રિત આવૃત્તિના એની કોઈ ચોખવટ એમણે કરી નથી.
ઉપર જણાવેલી હકીકતથી મુત્તાવને ગત પ્રજ્ઞાપનાસૂત્રની વાચના સંશોધનની દૃષ્ટિએ કેટલી પાંગળી છે તે સ્પષ્ટ થાય છે.
સુજ્ઞાનમેના પહેલા અંશની પ્રસ્તાવનાના ૨૩મા પૃષ્ઠમાં આગમોની પૂર્વપ્રકાશિત આવૃત્તિઓ માટે આ પ્રમાણે લખ્યું છે—સને અતિત્તિ રાયનહાદુર ધનવતસિંહ (મસૂડાના વાછે) મૌર્ आगमोदय समिति आदिने भी आगमोंका प्रकाशन किया है पर वे भी अशुद्धिओं से खाली नहीं । આમ જણાવીને પ્રસ્તાવનાના લેખકે સુજ્ઞમેની આવૃત્તિને શેષ આવૃત્તિઓ કરતાં શુદ્ધ જણાવવાનો આડકતરો પ્રયત્ન કર્યો છે. અને આથી જ અમે મુત્તામેની આવૃત્તિને શેષ આવૃત્તિઓ કરતાં વધુ શુદ્ધ અને પ્રામાણિક ધારીને તેનો વિશેષ ઉપયોગ કરવા તરફ લલચાયા, એટલું જ નહીં અમને જ્યારે જ્યારે મૂળ પાનો નિર્ણય કરવા માટે અન્યાન્ય સ્થળો જોવાની આવશ્યકતા જણાઇ ત્યારે ત્યારે મુત્તમે ગત પ્રજ્ઞાપનાસૂત્રનાં અમે તે તે સમગ્ર સ્થાનો જોયાં પણ ખરાં. આથી આ બાબતમાં અમે એટલું નિઃશંકરીતે જણાવીએ છીએ કે મુત્તાવને ગત પ્રજ્ઞાપનાસૂત્રની વાચનામાં મૌલિક શાસ્ત્રીય શુદ્ધિ માટેનો કોઈ પ્રામાણિક પ્રયત્ન થયો નથી. અલબત્ત, સુત્તામેની આવૃત્તિમાં આગમોય સમિતિની આવૃત્તિના પાઠના બદલે જે ૨૯ સ્થાનોમાં મૌલિક અને સંગત પાઠ આપ્યા છે તે મુત્તામેના પ્રકાશન પૂર્વે દશ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૯૧માં પં. શ્રી ભગવાનદાસ હર્ષચંદ્ર દ્વારા સંપાદિત આવૃત્તિમાં સુધારીને આપેલા જ છે. મુત્તાને ના સંપાદકએ ૫. શ્રી ભગવાનદાસજીનું કે આગમોધ્ય સમિતિનું અનુકરણ ભલે ન કર્યું હોય, પણ આગમોદય સમિતિ અને પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં જ્યાં જ્યાં ખોટા અને અમૌલિક પાઠ છે ત્યાં ત્યાં સર્વત્ર સુજ્ઞાથમે માં તેવા જ પાડે લીધા છે. આથી પણ વિશેષ ધ્યાનપાત્ર વાત તો એ છે કે આગમોય સમિતિની વાચનાના સાચા અને મૌલિક પાના ખલે જ્યાં જ્યાં પં. ભગવાનદાસજીની આવૃત્તિમાં ખોટા અને અમૌલિક પાડે છે ત્યાં ત્યાં સુત્તમે માં પ્॰ શ્રી ભગવાનદાસજીની આવૃત્તિના જેવા જ ખોટા અને અમૌલિક પાઠ આપ્યા છે. આ ઉપરથી કોઈ ને એમ લાગે કે સુત્તમે ના સંપાદકજીએ મૂળ વાચનાનું સંશોધન કરવા માટે અન્યાન્ય પ્રકાશિત આવૃત્તિઓનો જ આધાર લીધો છે, તો એ માન્યતાને નિરાધાર જણાવી શકે એવી કોઈ રજૂઆત મુત્તમે ના સંપાદકજીએ કરી નથી. અમારા આ મર્યાદિત વક્તવ્યની ખાતરી તો આગળ જણાવેલા ‘પ્રજ્ઞાપનાસૂત્રના કેટલાક સૂત્રપાડોનું પર્યાલોચન આ શીર્ષકમાં આપેલી વિગતો જોતાં થશે જ. અહીં સાથે સાથે જણાવી દઈ એ છીએ કે અમે પૂર્વનાં પ્રકાશનોના સૂત્રપાઠીનાં સ્થાનમાં જે કોઈ મૌલિક અને પ્રામાણિક પાર્ટ મેળવી શક્યા છીએ તે પૈકીનો માત્ર એક હળવો પણ પ્રામાણિક પાઠ (દાયનો। ના બદલે પ્રામાણિક પાઠ – જાયગોળ) સુત્તાળમે ની જ આવૃત્તિમાં સ્વીકારાયો છે, જે પૂર્વની અન્ય કોઈ પણ આવૃત્તિમાં નથી. જુઓ ‘પ્રજ્ઞાપનાસૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન' આ શીર્ષકની ૧૦૭મી કંડિકા. અર્થાત્ આ એક સ્થાન સિવાય મુત્તત્ત્વમે ના પ્રામાણિક પાડવાળું એવું એક પણ સ્થાન નથી કે જે તેના પૂર્વની કોઈ ને કોઈ એક આવૃત્તિમાં ન હોય. બાકી, અહીં જણાવ્યા સિવાયની પણુ સુત્તમે ની નાની નાની આગવી ક્ષતિઓ તો સહજ ભાવે જોતાં એવી જણાઈ છે કે જે તેના પૂર્વની કોઇ પણ આવૃત્તિમાં ભાગ્યે જ હોય.
૬. જુઓ એજન ઃ ૬૧ મી અને ૭૮ થી ૧૦૬ સુધીની કંડિકાઓ.
૭. જુઓ એજન : ૧ થી ૪૨, ૪૩ થી ૪૭, ૫૦ થી ૬૦, ૬૨ અને ૬૩ મી કંડિકાઓ,
૮. જુઓ એજન્ ઃ ૬૧ મી તથા ૭૮ થી ૧૦૫ સુધીની કંડિકાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org