________________
[૧૬૭].. સમયની દૃષ્ટિએ આ છેલ્લી આવૃત્તિ છે. આ આવૃત્તિમાં છપાયેલા પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચના જતાં કેવળ તેના માટે જ નહીં પણ સુત્તાામેના બે અંશમાં છપાયેલા સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય ૩૨ સૂત્રગ્રંથોની વાચનાની પ્રામાણિકતાના સંબંધમાં પણ પૂરો સંદેહ થાય એવી સ્થિતિ છે. કોઈ પણ ગ્રંથની ઉત્તરોત્તર પ્રકાશિત આવૃત્તિ ક્રમશઃ વધુ ને વધુ સારી હોવી જોઈએ” આ એકપ્રકારના સર્વજનસાધારણ અભિપ્રાયથી વિરુદ્ધ કુત્તા મેનું પ્રકાશન થયું છે, એમ કહી શકાય. આ વસ્તુ સ્પષ્ટ કરવા માટે અમે આગળ જણાવેલા “પ્રજ્ઞાપના સૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન” આ શીર્ષકમાં લખેલી ૧૦૭ કંડિકાઓ અને તેમાંય ખાસ કરીને ૪૨ મી, ૪૯ મી અને ૬૪ થી ૭૭ સુધીની કંડિકાઓ જેવા ભલામણ કરીએ છીએ. કુરામેના બે અંશની પ્રસ્તાવના સંપાદકીયમાં કરેલાં વિધાનો માટે પણ અહીં થોડો ઇશારો કરવો અમે ઉચિત માન્યો છે.
સત્તાના પહેલા અંશની પ્રસ્તાવનાના લેખક મુનિ શ્રી જિણચંદભિખૂ= જિનચંદ્રભિજી છે; અને બીજા અંશના સંપાયના લેખક મુનિ શ્રી પુષ્પભિક્ષુજી પોતે છે. સુત્તાગમેના પહેલા અંશની પ્રસ્તાવનાના ૨૫ મા પૃષ્ઠમાં અને બીજા અંશના સંપાદકીયના ૬૫ મા પૃષ્ઠમાં પ્રસ્તુત પ્રાશની વિરોષતા આ શીર્ષકમાં જણાવેલાં વિધાનો પૈકી ત્રણ વિધાન આ પ્રમાણે છે : (१) पाठशुद्धिका पूरा २ ख्याल रक्खा गया है। (२) इसके संपादनमें शुद्ध प्रतियोंका उपयोग વિયા હૈ (૨) વારાન્તર નવીન પદ્ધતિસે હૈિં
આ ત્રણ વિધાન પૈકીના પહેલા વિધાનમાં જણાવ્યું છે કે પાડશુદ્ધિમાં પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. આ બાબતમાં અમે અહીં એટલું જ જણાવીએ છીએ કે અમે આગળ જણાવેલી સુત્તા ગત પ્રજ્ઞાપના સૂત્ર માટેની નોંધ અને પાઠચર્ચા જોવાથી વિજ્ઞ વાચકોને પ્રતીતિ થશે કે આગમોની પાઠશુદ્ધિની શાસ્ત્રીય પારખ મુન્નામેના સંપાદકજીમાં નથી, અર્થાત તેમનું આ વિધાન વસ્તુસ્થિતિથી વેગળું છે.
બીજા વિધાનમાં કુત્તા ના સંપાદનમાં શુદ્ધ પ્રતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ જણાવ્યું છે. આ વિધાન ઉપરથી “કુત્તા ના સંપાદકજીએ શુદ્ધ હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કર્યો હશે” આવું અનુમાન કોઈ કરે તો તે અસંભવિત નથી. હકીકતમાં આ બાબતમાં ભલે શ્રી પુષભિક્ષુજીએ સ્પષ્ટ નથી લખ્યું પણ અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે તેમણે સુરા માં છાપેલી પ્રજ્ઞાપના સૂત્રની મૂળ વાચનાને કોઈ હસ્તલિખિત પ્રતિ સાથે મેળવી નથી, અને કદાચ એકાદ હસ્તલિખિત પ્રતિ સાથે મેળવતાં કોઈક મહત્વનો પ્રામાણિક પાઠ મળ્યો હશે તો તેની મૌલિકતા તેઓએ વિચારી નથી. આ હકીકત પણ અમે આગળ લખેલા “પ્રજ્ઞાપના સૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન' આ શીર્ષકમાં આવતી ૧૦૭માંની એ સંબંધી કંડિકાઓ જોતાં સુસ્પષ્ટ થઈ જશે. સુત્તાના સંપાદકનું આવું શુદ્ધ પ્રતિઓના ઉપયોગ માટેનું સંદિગ્ધ વિધાન વાચકને ગેરમાર્ગે દોરનારું છે એમ પણ કહી શકાય. મુનિ શ્રી પુષ્પભિક્ષુજીએ પોતાના આ વિધાનમાં જણાવેલી શુદ્ધ પ્રતિઓને હસ્તલિખિત પ્રતિરૂપે સ્પષ્ટ જણુવી નથી, અને જે શુદ્ધ પ્રતિઓનો તેમણે ઉપયોગ કર્યો છે તે શબ્દ પ્રતિઓનો કોઈ પરિચય પણ તેઓએ આપ્યો નથી. એટલે આ બાબતમાં સહજભાવે સંદેહ જ રહે કે તેમણે જે શુદ્ધ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તે કઈ?
ત્રીજા વિધાનમાં પાઠાન્તરની નવીન પદ્ધતિની વાત કરી છે તે સમજવા માટે તેઓએ કશું જ
૫. અમારું આ વક્તવ્ય વાંચ્યા પછી પણ સામે ના સંપાદકછ તેમણે જણાવેલી શુદ્ધ પ્રતિઓનો પ્રામાણિક
પરિચય આપશે તો તે જરૂર સૌકોઈને આવકારને પાત્ર થશે જ.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org