________________
[૧૯]... મુત્તામાં છાપેલા આગમોમાંથી તેના સંપાદકજીએ કેટલે સ્થળે પાઠો કાઢી નાખ્યા છે કે બદલ્યા છે તે તો તેમાં છપાયેલા બધા આગમોને મેળવીએ ત્યારે જ કહી શકાય. છતાં તેમણે છાપેલા પ્રજ્ઞાપના સૂત્રમાં પાઠ કાઢી નાંખીને અને બદલીને જે ઘાલમેલ કરી છે તે તો અમે આગળ લખેલા “પ્રજ્ઞાપના સૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન' આ શીર્ષકમાંની ૬૪ થી ૬૯ સુધીની કંડિકાઓ વાંચતાં જિજ્ઞાસુઓ સ્પષ્ટ સમજી શકશે. અને તેથી અમે એમ કહી શકીએ કે કુત્તમ ગત અન્ય આગમોમાં પણ ઘાલમેલ થઈ હોવી જોઈએ, આમ છતાં “ચોર કોટવાળને દડે' એ ન્યાયે ઘાલમેલ કરનાર મુનિશ્રી પોતે જ પ્રાચીન આગમિક સાહિત્યમાં ઘાલમેલ થયાનો આક્ષેપ કરે એ એમની બલિહારી જ કહી શકાય !
અહીં એક હકીકતની સ્પષ્ટતા કરી દેવી અમને ઉચિત લાગે છે કે સમગ્ર જૈન આગમોની હજારો પ્રતિઓ અમે બારીકાઈથી જોઈ છે. તેમાં તે તે આગમગ્રંથની મૂળ વાચનાના સંક્ષિપ્ત કે સંક્ષિપ્તતર મૌલિક સૂત્રપાઠને સરળતાથી સમજવા માટે જ, પ્રાય: તે તે આગમની ટીકાની વ્યાખ્યાના આધારે, કોઈક અભ્યાસી વિદ્વાન મુનિઓએ સૂત્રપદોનો પ્રક્ષેપ કર્યો છે. અહીં પણ આનું ઉદાહરણ અમે આગળ લખેલા “પ્રજ્ઞાપનાસૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન” આ શીર્ષકમાં આવેલી ૩૪, ૪૪, ૫૩ અને ૫૭મી કંડિકાઓ જેવાથી મળી રહેશે. કોઈવાર પ્રક્ષિપ્ત પાઠો એવા પણ હોય છે કે જે સંગત ન હોય. આ વસ્તુ પણ અમે આગળ લખેલા “પ્રજ્ઞાપના સૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન' આ શીર્ષકની ૪, ૫, ૧૦, ૧૬, ૧૭, ૨૨ અને ૩૮ આ કંડિકાઓ જોતાં સમજાશે. આથી એ પણ ફલિત થાય છે કે તે તે વિષયના અધકચરા અભ્યાસીઓ દ્વારા પણ કદાચ આવા પાઠો ઉમેરાયા હોય. વળી, તે તે આગમગ્રંથના નાના-મોટા સૂત્રસંદર્ભોના વક્તવ્યની સમાપ્તિ પછી તે સમગ્ર વક્તવ્યને સંક્ષેપમાં આવરી લેતી અન્યાન્યગ્રંથગત સંગ્રહણીગાથા પણ તે તે સૂત્રસંદર્ભ પછી કોઈક વાર ઉમેરાઈ હોય તેવું પણ જાયું છે. આવી ગાથા કોઈ વાર મૂળસૂત્રકારની પણ હોવાનો સંભવ હોઈ શકે, તો કોઈ વાર સ્વતંત્ર રીતે રચીને કોઈ વિદ્વાન મુનિએ પ્રક્ષિપ્ત કરી હોય તે પણ અસંભવિત નથી. આ રજુઆતનું ઉદાહરણ પ્રસ્તુત પ્રજ્ઞાપનાસત્રમાં પણ છે. જુઓ ૨૬ માં પૃષ્ઠની ૧૫–૧૬ પંક્તિમાં આવેલી પ્રક્ષિપ્ત ગાથા. આ ઉપરાંત પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં આવતો પંચપરમેષ્ઠિનમસ્કારવાળો સૂત્રપાઠ તથા પ્રારંભની બે ગાથા પછી પ્રજ્ઞાપના સૂત્ર કારનો સંક્ષિપ્ત પરિચય આપતી બે ગાથાઓ પણ પ્રક્ષિપ્ત છે.
અમે સમગ્ર આગમગ્રંથોમાં સંગત કે અસંગત હોય તેવા અનેકાનેક પ્રક્ષિપ્ત પાઠો જોયેલા હોવાથી તે બધાય પ્રક્ષિપ્ત પાઠો તે તે સ્પષ્ટ પ્રસ્તુતાર્થને સુસ્પષ્ટ કરવાના આશયથી જ ઉમેરાયા છે તે પણ ખાતરીપૂર્વક જણાવી શકીએ છીએ. આવા પ્રક્ષિપ્ત પાઠો પ્રાચીનતમ પ્રતિઓમાં પ્રાયઃ નહીં મળતા હોવાથી અને તે તે આગમના વ્યાખ્યાગ્રંથોના આધારે આ પ્રક્ષિપ્ત પાઠોની અમૌલિકતા તો દીવા જેવી સ્પષ્ટ થઈ જ જાય છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્ષિપ્ત પાઠોનો ખાસ પરિચય તો એ છે કે તેમાં કોઈ પણ વિદ્વાને પોતાની આગવી–અંગત માન્યતાનો પાઠ બનાવીને ઉમેર્યો હોય તેવું એક પણ સ્થળ અમે સૂત્રપ્રતિઓમાં જોયું નથી. આગામોમાં ઘાલમેલ થઈ શકતી હોત તો તો વ્યાખ્યાકારો મૂંઝાત જ નહીં.
આ ઉપરાંત “પ્રજ્ઞાવનોવાની આચાર્ય શ્રી હરિભદ્રસૂરિત પ્રદેશવ્યાખ્યાને પૂર્વ ભાગ અને ઉત્તર ભાગરૂપે અનુક્રમે ઈ. સ. ૧૯૪૭ માં ઋષભદેવ કેસરીમલ, રતલામ, દ્વારા અને ઈ. સ.
પટ્ટાવલીપરાગસંગ્રહ’ ૫. ૪૪૯ માં
“જૈન મારા
મેં
૯. આ સંબંધમાં પં. શ્રી કલ્યાણવિજયજીરચિત
છાંટ” શીર્ષક વક્તવ્યને જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org