SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૮].. (૫) પ્રજ્ઞાપનાબીજક હર્ષલ ગણિએ રચેલા ભગવતીના બીજક સાથે પ્રજ્ઞાપનાબીજક પણ લખાયેલ જોવા મળે છે, એટલે તે પણ હર્ષકુલ ગણિની રચના હોવા સંભવ છે–જો કે એ બાબતની કોઈ સૂચના પ્રારંભમાં કે અંતે આપવામાં આવી નથી. આમાં પ્રજ્ઞાપનાના ૩૬ પદની વિષયચી આપવામાં આવી છે. ભાષા સંસ્કૃત છે. લા. દ. વિદ્યામંદિરના લા. દ. સંગ્રહની પ્રત નં. ૫૮૦૫ છે, તેમાં પત્ર ૧૧ ૩ થી શરૂ થઈ પત્ર ૧૪૩ માં તે સમાપ્ત થાય છે. લેખનસંવત છે– સં. ૧૮૫૯. (૬) શ્રી પઘસુંદરકૃત અવસૂરિ આચાર્ય મલયગિરિની ટીકાને આધારે આ અવસૂરિ શ્રી પદ્મસુંદર રચી છે. તેની એક હસ્તપ્રત લા. દ. સંગ્રહમાં નં. ૭૪૦૦ લા. દ. વિદ્યામંદિરમાં છે. તે હસ્તપ્રત સં. ૧૬૬૮માં આગરાનગરમાં પાતશાહ જહાંગીરના રાજ્યકાલમાં લખાઈ છે. આ પદ્મસુંદર અકબર બાદશાહના મિત્ર હતા અને તેમણે અકબરને ઘણું જૈન-અજૈન પુસ્તકોની ભેટ આપી હતી. આ પક્વસુંદર તપાગચ્છના હતા. તેમનું “અકબરશાહીશૃંગારદર્પણ” નામનું પુરતક ગંગા ઓરિએન્ટલ ગ્રન્થમાલામાં સં. ૨૦૦૦ માં પ્રકાશિત થયેલ છે. તેમના યદુસુંદર' નામના મહાકાવ્ય તથા “પાર્શ્વનાથચરિત” મહાકાવ્યની હસ્તપ્રત, તથા “પ્રમાણસુંદર” નામના તત્ત્વજ્ઞાનના ગ્રંથની હસ્તપ્રત લા. દ. વિદ્યામંદિરના સંગ્રહમાં છે. વિશેષ માટે જુઓ “અકબરશાહી શૃંગારદર્પણ”ની પ્રસ્તાવના. (૭) શ્રી ધનવિમલકૃત ટબ (બાલાવબોધ) આની એક હસ્તપ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં રહેલા શ્રી કીતિમુનિજના ગ્રંથસંગ્રહમાં છે, તેનો ક્રમાંક ૧૧૦૭૯ છે. અને તેનો લેખસંવત ૧૭૬૭ છે. આથી આ ટબાની રચના સમય સં. ૧૭૬૭ પહેલાંનો છે તે સ્પષ્ટ જ છે. પ્રજ્ઞાપનાસ્ત્રના ભાષાનુવાદની કૃતિઓમાં આ રચના સૌથી પ્રથમ હોવાનો સંભવ છે. ટબાકારે આદિ અને અંતમાં પોતાનો જે ટૂંકો પરિચય આપ્યો છે તે આ પ્રતિમાં આ પ્રમાણે લખાયેલો છે– आदि–प्रणम्य श्रीमहावीरं नताशेषसुरेश्वरम् ।। प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वक्षे(क्ष्ये)ऽर्थे लोकवार्तया ॥ १ ॥ સંરિ(તિ) વૃહદીસા(?)ો પ્રથા મનો[ ] तथापि श्व(स्व)परशिष्यानां(णां) विनोदाथै करोम्यहम् ॥ २ ॥ सद्गुरुं बुद्धिदं नत्वा विनयाद्विमलाभिधम् । स्वपरात्मप्रबोधाय स्तिबुको लिख्यते मया ॥ ३ ॥ આ હર્ષલ ગણિએ સં. ૧૫૭૭ માં કર્મા પુત્રચરિતનું સંશોધન કર્યું હતું, સં. ૧૫૮૩માં સૂત્રકતાંગની દીપિકાની રચના કરી હતી; સં. ૧૫૯૧ માં ટુંઢિકાના રચયિતાને પ્રાકૃત વ્યાકરણ પણ હર્ષે કુલે ભણાવ્યું હતું, સં. ૧૫૫૭ માં “વસુદેવ ચોપાઈ' ની રચના કરી હતી.– જૈન સા૦ સં. ઇતિહાસ, પૃ. ૫૧૯, ૨૦, ૫૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy