SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૫૭]... છે તે કેમ ?—ઋત્યાદિ ગ્રંથરચના સંબંધી પ્રક્રિયાના તાત્પર્યનું કથન પત્ર ૭, ૪૭, ૫૦, ૭૨, ૧૭૯, ૧૮૦, ૩૮૫; સિદ્ધના પંદર ભેદની વ્યાખ્યા પત્ર ૧૯, અને તેની સમીક્ષા પત્ર ૨૩; સ્ત્રીમોક્ષચર્ચા પત્ર ૨૦; સ્ત્રીઓ પણ ષડાવશ્યક, કાલિક અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન કરતી એવો ઉલ્લેખ પત્ર ૨૦; નિગોદચર્ચા પત્ર ૩૯; ગ્રામનગરાદિની વ્યાખ્યા ૪૭, ૫૦; મ્લેચ્છની વ્યાખ્યા પત્ર ૫૫; આગમ પ્રાકૃતમાં કેમ? પત્ર ૬૦; સિદ્ધનું પરિમાણ પત્ર ૧૦૯; સિદ્ધિની ચર્ચા પત્ર ૧૧૨; અસંખ્યાત આકાશપ્રદેશમાં અનંતપ્રદેશી રસંધનો સમાવેશ કેવી રીતે?-પત્ર ૨૪૨; વસ્તુધર્મની ચર્ચા ૨૫૮; ભાષાના પુદ્ગલોના ગ્રહણ–નિસર્ગની ચર્ચા પત્ર ૨૬૪; અનંત જીવો છતાં શરીર અસંખ્યાત કેમ ? પુત્ર ૨૭૧; રાજા, માંડલિક આદિની વ્યાખ્યા પત્ર ૩૩૦; લેશ્યા અને કષાયની વિચારણા પત્ર ૩૩૦; કલ્ક શબ્દનો વિચાર પત્ર ૩૩૧; વનસ્પતિ અને મરુદેવીના નિર્વાણની ચર્ચા ૩૭૯; સાંવ્યવહારિક જીવ પત્ર ૩૮૦; કોષ્માદિ મુદ્ધિનું નિરૂપણ પત્ર ૪૨૪; તપ શયનુસાર કરવું પત્ર ૪૩૬ ~~~ ઇત્યાદિ અનેક વિષયોનું સ્પષ્ટીકરણ આચાર્ય મલયગિરીએ કર્યું છે. * (૪) શ્રી મુનિચન્દ્રસૂરિષ્કૃત વનસ્પતિવિચાર શ્રી મુનિચંદ્રસૂરિએ (સ્વર્ગવાસ સં. ૧૧૭૮) પ્રજ્ઞાપનાના આદ્ય પદમાંનો વનસ્પતિવિચાર ૭૧ ગાથામાં ‘વનસ્પતિસપ્તતિકા'માં લખ્યો છે અને તેની અવર પણ મળે છે. તે કોની છે તે જાણવાનું સાધન નથી. આમાં ખાસ કરી પ્રત્યેક અને અનંત પ્રકારની વનસ્પતિના ભેદોનો વિચાર કરવામાં આવ્યો છે, તેમ પ્રારંભમાં કહ્યું છે અને અંતે~ एवं पन्नवणार पण्णवणाए वो समुद्धरिओ । भवियाऽणुग्गहक सिरिमंमुणिचंद सूरिहिं ॥ ७१ ॥ इति वण फइसत्तरी ॥ આ વનસ્પતિતિકા'ની વિક્રમના ૧૬ મા શતકમાં લખાયેલી પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરમાંના પૂ. મુનિરાજ શ્રી કીર્તિમુનિજી મહારાજના ગ્રન્થસંગ્રહમાં છે. અને તેનો ક્રમાંક ૧૦૬૦૧ છે. આ સિવાય પણ આ સંગ્રહમાં આની એક મૂળની અને એક અવસૂરિસહિતની પ્રતિ છે. આની એક પ્રતિ શ્રી લા. દ. વિદ્યામંદિરના ગ્રંથસંગ્રહમાં પણ છે. આ પ્રતિની ગાથાઓ ૭૭ છે. સંભવ છે કે આમાં છ ગાથાઓ પ્રક્ષિપ્ત થઈ હોય. આ પ્રકરણને ‘સપ્તતિકાના નામે ઓળખાવ્યું છે એટલે ૭૧ ગાથા મૌલિક માનવી જોઈ એ. આ પ્રતિના અંતમાં ‘પ્રજ્ઞાપનાથવાતો વનસ્પતિવિત્રા: સમ્પૂર્ણઃ' એમ લખેલું છે. આ સંપૂર્ણ પ્રતમાં પ્રારંભમાં અચલગચ્છના મહેન્દ્રસુરિષ્કૃત વિચારસત્તરિ અને તેની અવાણું, પછી ઉક્ત વનસ્પતિવિચાર અવર્ણિ સાથે અને અંતે પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી તેની અભયદેવીયા અવર્ણિ સાથે લખાયેલ છે. આ અંતિમ અવર્ણિને અંતે કુલમંડનસૂરિના કર્તૃત્વનો ઉલ્લેખ છે. લા. ૬. સંગ્રહની આ પ્રતનો ક્રમાંક ૩૬૭૪ છે અને લેખન સં. ૧૬૭૦ છે. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy