________________
[૧૫૯]... अन्त-श्रीमत्तपागणविभासनतापनाभः
ચશ્યામ€(મધ્યાસુ) જૈવરાત્રે(ત્ર) નમૂ | માસી]ર્વિમસીમાાિરઃ
सौन्दर्यधी(धै)र्यगुणमण्डलवारिराशिः ॥ १॥ गच्छे तत्र विशालसोमगुरु(र)वः श्रीसूरयः साम्प्रत(तं) વન્નીત(ર્તનતે) મહી (હિ)
[]તિદાસ્પ(કા૫)હું ! नानावाड्ययः(ङ्मय)सागराम्बुतरणे सबु(बु)द्धिनायां(वां)चित्रा(ताः) વારિત્રાવરબેન સુરત :(વા) શ્રીધૂરુમદ્રોપ[ ] \ ૨ //. તકૂમત ક્રિયાવાઝ(ત્ર) વિર()નશિરોમળ (m) શ્રીનિયવિ]નર્[૯] પંડિત વંદિતા [૪] . ૨ || तत्शि(च्छि)ष्यसेवक साधु (१) साधुध(ध)न विमलः सतः ।
प्रज्ञापनाष्य(ख्य)सूत्रस्य वार्ता चक्रे मनोहरा(रा) ॥ ४॥ ઉપરની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે કે શ્રી સોમવિમલસૂરિ (સં. ૧૫૯૧ થી ૧૬૩૩) ના ગચ્છમાં થયેલ શ્રી વિનયવિમળજીના શિષ્ય શ્રી ધનવિમળજીએ પ્રજ્ઞાપના સૂત્રનો આ રબો રચ્યો છે. અહીં રચના સંવત આપ્યો નથી, પણ શ્રી સોમવિમળસૂરિનો સમય નિશ્ચિત છે તેથી અનુમાન કરી શકાય કે આ ટબાની રચના વિક્રમના ૧૭મા શતકના ઉત્તરાર્ધમાં થયેલી હોવી જોઈએ.
પ્રજ્ઞાપના સૂત્રના રબા (બાલાવબોધ)ની બીજી એક હસ્તપ્રત પણ શ્રી લા. દ. વિદ્યામંદિરમાં રહેલા મુનિ શ્રી પુણ્યવિજ્યજીના ગ્રંથસંગ્રહમાં છે. તેનો ક્રમાંક ૨૩૨૯ અને લેખનસંવત્ ૧૯૨૦ છે. આ પ્રતિમાં શ્રી ધનવિમલજીની સંપૂર્ણ પ્રશસ્તિ તથા આદિના ત્રીજા શ્લોકમાં ટબાકારે પોતાના ગુરુ શ્રી વિનયવિમળજીને વંદન કર્યું છે તે શ્લોક નથી. આમ છતાં શ્રી ધનવિમલજીના ટબાના આદિના બે શ્લોક આ પ્રતિમાં છે. આથી જેકે ધનવિભળજીના ટબાની અક્ષરશઃ નકલરૂપે આ પ્રતિ નથી જણાતી, છતાં સંભવ છે કે ધનવિમલજીના ટબાની જ નકલરૂપે આ પ્રતિ લખાયેલી હોવી જોઈએ.
(૮) શ્રી જીવવિજયકૃત ટો (બાલાવબોધ) આ બાલાવબોધની હસ્તપ્રતો મળે છે તેની નોંધ જિનરત્નકોષમાં લેવાઈ છે. આ તબકની રચના સં. ૧૭૮૪ માં થઈ છે તેમ જિનરત્નકોષમાં નોંધ છે. લા. દ. વિદ્યામંદિરમાં પણ આ બાલાવબોધિની એકાધિક પ્રતો છે–મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં નં. ૧૦૫૮–૧૯; લા. દ. સંગ્રહમાં નં. ૨૦૯૪ અને શ્રી કીતિમુનિસંગ્રહમાં નં. ૧૦૨૧૪, ૧૧૦૭૯. આ જ મુનિએ વિ. ૧૮૦૩ માં કર્મગ્રંથ ઉપર પણ ટબાની રચના કરી છે તેમ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (૫૦ ૬૭૭) થી જાણવા મળે છે.
(૯) શ્રી પરમાનંદકૃત સ્તબક શ્રી પરમાનંદકૃત સ્તબક–ટો રાય ધનપતિસિંહ બહાદુરની પ્રજ્ઞાપનાની આવૃત્તિમાં છપાયેલ છે. આ ટબાની રચના સં. ૧૮૭૬ માં શ્રી પૂજ્ય લક્ષ્મીચંદ્રસૂરિના સમયમાં શ્રી આનંદચંદ્રજીના શિષ્ય પરમાનંદે કરી છે એવો ઉલ્લેખ ગ્રંથાતે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org