SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૫૩].. આપી દે તેવાં છે. આવાં મતાંતરો માટે જુઓ પૃ૦ ૧૩, ૧૪,૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૬, ૩૭, ૬૦, ૬૧, ૬૫,૭૧, ૭૫, ૭૮, ૭૯, ૮૩, ૧૧૬, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૩૩, ૧૩૪, ૧૪૫ ઇત્યાદિ. કેટલાંક મતાંતરો વિષે તો આચાર્ય હરિભકે પોતાનો સ્પષ્ટ નિર્ણય જણાવ્યા વિના માત્ર ગુરુનો મત રજૂ કર્યો છે – “વં તાવ7 જૂથવાદ વ્યાવક્ષતે, મળે પુનરવ્યથા, તમિત્રાયં પુનતિઅમીત્યા વચનવાજીમ” – પૃ. ૭૫, ૧૧૮; તો વળી કેટલીક જગ્યાએ કેટલાકના વિધાનને અસંગત જણાવેલ છે –“સત્ર સ્થિતિ નાત પ્રત્યુતચ પ્રાત્યા ત્રિવિત વિરામખ્યનત્તર કે પ્રતિત રૂતિ તવયિતવ્ય...” પૃ૦ ૧૧૬. વાચક ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્રનો નામ વિના ઉલેખ અનેક સ્થાનોએ કર્યો છે અને ભાગ્યમાંથી પણ અવતરણો લીધાં છે. – પૃ૦ ૯૯, ૧૪૯, ૧૫૩,૧૫૮ ઇત્યાદિ. વળી, વાચક ઉમા સ્વાતિને “સંગ્રહકાર” એવા સામાન્ય નામે ઉલ્લેખીને તત્વાર્થસૂત્રમાંથી સૂત્ર ઉદ્ધત કરે છે–પૃ૦ ૧૦૧. તેઓ પોતાની આવશ્યકટીકા (પૃ. ૨) ઉપરાંત બીજા અનેક ગ્રંથોનો અને ગ્રંથકારોનો નામ દઈને કે નામ વિના ઉલ્લેખ કરે છે – જેમ કે “નિ#િારે” – પૃ૦ ૧૦૫; સિદ્ધામૃત પૃ૦ ૧૧; અનુયોગદ્વાર પૃ. ૩૨; જીવાભિગમ પૃ૦ ૨૮; પ્રાપ્તિ (ભગવતી) પૃ. ૩૩; ઉત્તરાધ્યયન-પૃ. ૧૧૧; “વિવાઘેન પૃ૦ ૧૦૫; “મળિયું યુદ્વારિ”િ પૃ૦ ૨૯; “કુળીયામ્ ” પૃ૦ ૫૩; પ્રતિળિયામ્ અથવા “ ડીજળીણ પૃ૫૧, ૫૯,૧૦૦,૧૨૯,૧૪૦; સફળી' પૃ. ૪૨; “વાદિમુથેન” પૃ. ૪. આખી ટીકામાં “ ” કહીને અનેક પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે અને સંસ્કૃત કારિકાઓ પણ છે, જે આચાર્ય હરિભદ્રનું બહુમુખી પાંડિત્ય પ્રદશિત કરે છે. આચાર્ય મલયગિરિએ આ વ્યાખ્યાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો જ છે અને તેનો નિર્દેશ પણ કર્યો છે. જે કેટલાંક વાદસ્થળો આચાર્ય મલયગિરિની વ્યાખ્યામાં દેખાય છે તેનો આધાર પણ પ્રસ્તુત ટીકા છે એ બન્નેની તુલના કરવાથી સહેજે સમજાઈ જાય તેમ છે. આચાર્ય હરિભકનો સમય લગભગ નિશ્ચિત જ છે અને તે ઈ. સ. ૭૦૦-૭૦ માનવામાં આવે છે. (૨) આચાર્ય અભયદેવકૃત પ્રજ્ઞાપનાવૃતીય પદસંગ્રહણી અને તેની અવચૂર્ણિ પ્રતાપનામાં સર્વ જીવોના અલ્પબહુ વિષેની ચર્ચા તીજા પદમાં છે. તે પદને ૧૩૩ ગાથામાં બદ્ધ કર્યું છે. આચાર્ય અભયદેવે (સં. ૧૧૨૦-) જ તેને “સંગ્રહ” એવી સંજ્ઞા આપી છે – "इय अठ्ठाणउइपयं सव्वजियप्पबहुमिइ पयं तइयं । पन्नवणाए सिरिअभयदेवसूरीहिं संगहियं ॥" પરંતુ તે “ધર્મનસી ” એ નામે તથા પ્રજ્ઞાપનોદ્ધાર એ નામે પણ ઓળખાય છે. કારણ કે તેની સમાપ્તિને અંતે અને તેની અવચૂણિને અંતે પણ એ નામનો નિર્દેશ છે; જુઓ, કુલમંડનકૃત અવચૂર્ણિ—લા. દ. સંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, હસ્તપ્રત નં. ૩૬૭૩ અને મુનિ શ્રી પુણ્યવિજ્યજીનો સંગ્રહ નં. ૬૬૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy