SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૪]... કર્મપ્રકૃતિઓની સ્થિતિ અને તેના અબાધાકાળનું વર્ણન કરીને (૧૬૯૭–૧૭૦૪) એકેન્દ્રિયથી માંડી સંસી પચેન્દ્રિય જીવોની તે તે કર્મની સ્થિતિનું નિરૂપણ કર્યું છે (૧૭૦૫–૧૪). પખંડાગમમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિના વર્ણન માટે જુઓ પુ. ૬, ચૂ લિકા ૬ અને ૭. અને અબાધા, નિષેક વગેરેની ચર્ચા માટે જુઓ પુ. ૧૧ ની પ્રથમ ચૂલિકા, પૃ૦ ૧૩૯.૧૭ આ પછી કર્મની જધન્ય સ્થિતિના (૧૭૪૨-૪૪) અને ઉત્કૃષ્ટ સ્થિતિના (૧૭૪૫-૫૨) બંધક છવો કોણ છે તેનું નિરૂપણ છે. કર્મનો બંધ એ ૨૪મા પદમાં જ્ઞાનાવરણાદિમાંથી કોઈ એકનો બંધ કરતો હોય ત્યારે જીવ અન્ય કેટલી કર્મપ્રકૃતિ બાંધે તેનો ચોવીશ દંડકોમાં વિચાર કરવામાં આવ્યો છે (૧૭૫૫-૬૮) તે જ પ્રકારે કોઈ એક કર્મના બંધ પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેનો વિચાર ૨૫મા કર્મબંધવેદ નામના પદમાં છે. અને તેથી ઊલટું એટલે કે અમુક કર્મની વેદના વખતે કેટલી પ્રકૃતિનો બંધ હોય તેનો વિચાર ૨૬માં કર્મવેદબંધ એ નામના પદમાં છે (૧૬૭૪–૮૬). અને છેવટે ર૭માં કર્મવેદવેદક પદમાં કોઈ એક પ્રકૃતિની વેદના પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેનો વિચાર છે (૧૭૮૭-૯૨). ૨૮ મું “આહાર પદ : જીવોનો આહાર પ્રજ્ઞાપનામાં આહારપદ અલગ છે, જ્યારે પખંડાગમમાં ૧૪ માર્ગ દ્વારોમાં છેલ્લું દ્વાર આહાર છે તેથી એમ નિશ્ચય કરી શકાય છે કે આહારની વિચારણાનું મહત્વ જૈન વિચારકોના મનમાં હતું. આહાર પદના બે ઉદેશો છે. તેમાં પ્રથમ ઉદેશમાં અગિયાર દ્વારા વડે અને બીજા ઉદેશમાં તેર દ્વારા વડે આહાર સંબંધી વિચારણું છે. બીજા ઉદ્દેશનાં તેર તારો સાથે પખંડાગમનાં ૧૪ માર્ગણાકારોની તુલના કરવા જેવી છેપ્રજ્ઞાપના ૧૯૬૫ પખંડાગામ ૫૬ ૧, પૃ ૧૩૨ ૧, આહાર ૧, ગતિ ૨, ભવ્ય ૨. ઈન્દ્રિય ૩. સંજ્ઞી ૩. કાય ૪. લેડ્યા ૪. યોગ (૯) ૧૭. આચાર્ય મલયગરએ “તાવતા ચ ચદુત્તમાચાયયાળે દ્વિતીયપૂર્વે પ્રકૃતિપ્રામૃતે વન્યજીવને स्थितिबन्धाधिकारे-चत्वार्यनुयोगद्वाराणि तद्यथा--स्थितिबन्धस्थानप्ररूपणा अबाधाकण्डकप्ररूपणा उत्कृष्टનિદેવપ્રસ્થા કરવવદત્વકપ ૨ ત” આ પ્રમાણે ટીકામાં જે ઉલ્લેખ કર્યો છે (પત્ર ૪૭૯) તેને પખંડાગમના ઉપર જણાવેલા સ્થાનની સાથે સરખાવી શકાય. ૧. ખેડાગમ, પુ. ૧, પૃ. ૧૭૨, ૪૦૯; ૫૦ ૩, પૃ. ૪૮૩; ૫૦ ૪, ૫૦ ૧૩૭, ૩૦૮, ૪૮૬; પુ૫, ૫૦ ૧૭૩, ૨૩૮, ૩૪૬; પુ૦ ૭, પૃ. ૨૪, ૧૧૨, ૧૮૪, ૨૩૬, ૨૪૩, ૨૯૮, ૩૬૫, ૪૬૧, ૪૭૭, ૪૯૩, પ૧૮, ૫૭૪; ૫૦ ૮, પૃ૦ ૩૯૦. ૨. કૌંસમાં નંબર પ્રજ્ઞાપનાના છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy