________________
[૧૩૫]... ૫. દૃષ્ટિ
૫. વેદ (૧૧) ૬. સયત
૬. કષાય (૭) ૭. કવાય
૭. જ્ઞાન (2) ૮. જ્ઞાન
૮. સંયમ (૬) ૯. યોગ
૯. દર્શન ૧૦. ઉપયોગ
૧૦. લેશ્યા (૪) ૧૧. વેદ
૧૧. ભવ્ય (૨) ૧૨. શરીર
૧૨. સમ્યકત્વ (૫) ૧૩. પર્યાપ્તિ
૧૩. સંસી (૩)
૧૪. આહાર (૧) ખંડાગમમાંનાં ૧૪માંથી દશ તો પ્રજ્ઞાપનામાં એ જ નામે છે. પ્રારંભના ત્રણ પ્રજ્ઞાપનામાં નથી, પરંતુ તેમાં શરીર અને પર્યાપ્તિ વધારે છે. પખંડાગમમાં જ્ઞાન-દર્શન જુદાં જુદાં છે, પરંતુ પ્રજ્ઞાપનામાં જ્ઞાન અને ઉપયોગ જુદાં જુદાં છે તેમાં આ સંશોધન છે. ઉપયોગમાં જ્ઞાન-દર્શન આવી જ જાય છે; પછી જ્ઞાનને જુદું કરવાની જરૂર રહેતી નથી. સમ્યકત્વ માટે દષ્ટિ શબ્દ પ્રાચીન છે તે પ્રજ્ઞાપનામાં વપરાયો છે; જ્યારે વખંડાગમમાં “સમ્યકત્વ” શબ્દ પ્રયુક્ત છે. આહારની વિચારણામાં આહાર એક જુદું દ્વાર હોય તે જરૂરી જણાતું નથી. આથી જણાય છે કે તેર દ્વારની એક સૂચી તૈયાર હતી તેનો જ ઉપયોગ પ્રસ્તુતમાં કર્યો છે. અને એ પણ સ્પષ્ટ જણાય છે કે ૧૪ દ્વારની સૂચી વધારે વ્યવસ્થિત છે તેથી તે ૧૩ દ્વારની સૂચી કરતાં પ્રાચીન હોઈ શકે નહિ.
પ્રથમ ઉદેશનાં કારોમાં પ્રથમ કારમાં છે –૨૪ દંડકોના જીવોને આહારઃ સચિત્ત હોય, અચિત્ત હોય કે મિશ્ર ? –એ પ્રશ્ન. એનો ઉત્તર છે કે વૈક્રિય શરીર ધરાવનાર જીવોને હાર અચિત્ત જ હોય, પરંતુ ઔદારિક શરીરી જીવો ત્રણ પ્રકારનો આહાર લે છે (૧૭૯૪). આ પછી નારક જીવો વિષે તેઓ આહારથિ છે કે નહિ ? કેટલા કાળે આહારર્થી હોય ? આહારમાં શું લે? બધી દિશામાંથી ગ્રહણ કરી બધું જ પરિણાવે છે? લીધેલ પગલોનો સર્વભાવે આહાર લે છે કે અમુક ભાગનો ? ગ્રહણ કરેલ બધા જ પુદ્ગલોનો આહાર કરે છે ? આહારમાં લીધેલા પગલોનું શું થાય છે?— આટલાં ૭ ઠારોનો એકસાથે વિચાર કરીને (૧૭૯૫-૧૮૦૫) પછી અન્ય ભવનવાસી આદિ ૨૩ દંડકોમાં ક્રમે તે સાતેય ધારોનો વિચાર કરે છે (૧૮૦૬–૧૮૫૨). આમાં નોંધવા જેવી હકીકત એ છે કે આહાર જે લેવામાં આવે છે તે આભોગનિર્વતિત અને અનાભોગનિતિત હોય છે. એટલે કે પોતાની ઈચ્છા થાય અને આહાર લે છે અને ઈચ્છા વિના જ આહાર લેવાનો રહે છે. ઈચ્છા થાય અને લેવાય તેમાં, તે તે જીવોમાં જુદી જુદી કાલમર્યાદા છે. પણ ઇચ્છા વિના લેવાતો આહાર તો નિરંતર લેવાતો જ રહે છે (૧૭૯૬ અને ૧૮૦૬ આદિ).
આહારમાં વર્ણ-સાદિસંપન્ન પુગલો લેવાય છે. તેનો અંધ ઓછામાં ઓછો અનંતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશી ક્ષેત્રમાં અવગાહીને રહી શકે તેવો અને આત્મપ્રદેશથી સ્પષ્ટ હોવો જરૂરી છે (૧૭૯૭–૧૮૦૦). નારકમાં મોટે ભાગે તો અશુભ વિપાકવાળા વર્ણાદિનું ગ્રહણ થાય છે (૧૮૦૧).
૩. ધવલામાં આહારમાર્ગણામાં આહાર શબ્દથી કવલ, લેપ, ઉમ, મન, કર્મ—એ આહાર નહીં, પણ
નકર્મઆહાર અભિપ્રેત છે એમ ખુલાસો છે. પુ. ૧, પૃ. ૪૦૯. ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે કે મળમાં એક વર્ણ આદિ કહ્યું છે તે વ્યવહારનયની અપેક્ષાએ. નિશ્ચયનયની અપેક્ષાએ તો પાંચેય વર્ણવાળો અંધ આહાર યોગ્ય છે.–પત્ર ૫૦૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org