________________
...[૧૪]...
સામાન્ય નામે પણ ઓળખાવીને તેમના સહભાવની અને નારકાદિ વોમાં તેમના સહભાવની વિચારા પૂર્વવત કરી છે (૧૬૧૭–૧૯), એટલું જ નહિ પણ તેમાં ઢાળ અને દેશની અપેક્ષાએ વિચારવાનું જણાવી દીધું છે અને સમયની દષ્ટિએ ક્રિયાઓના સહભાવના ભંગોની ગણના પણ કરી દીધી છે (૧૬૨૦).
આ પછી આરંભિકી આદિ પાંચ ક્રિયાનો વિચાર છે, તેમાં તેના સ્વામી પ્રમત્ત સંયત આદિ જણાવ્યા છે (૧૬૨૨-૨૬). અને પછી ૨૪ દંડકના જીવોમાં સ્વામિત્વની પ્રરૂપણા છે (૧૬૨૭), અને આરંભિક આદિનો સહભાવ પણ નારકાદિ વોમાં વિચારાયો છે. (૧૬૨૮-૩૬) અને અંતે સમય અને પ્રદેશની અપેક્ષાએ પણ સહભાવનો વિચાર કર્યો છે (૧૬૩૬).
આ પૂર્વે (૧૫૭૮–૮૦) પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનોનો વિચાર થઈ ગયો છે અને પછી પ્રાણાતિપાતવિરમણુ આદિનો વિચાર જીવોમાં કરવામાં આવ્યો છે (૧૬૩૭–૧૬૪૧), અને જણાવ્યું છે કે માત્ર મનુષ્ય સિવાય કોઇમાં પ્રાણાતિપાત આદિ ૧૭ બાબતોની વિરતિ નથી અને મિથ્યાદર્શનનું વિરમણુ એકન્દ્રિય-વિકલેન્દ્રિયમાં નથી, શેષમાં સંભવે.
આ પછી અઢાર પાપસ્થાનમાંથી પ્રાણાતિપાત આદિ પ્રત્યેકની વિરતિને લઈ ને નિરૂપણ છે કે તે તે વિરતિ વખતે કેટલી કર્મપ્રકૃતિનો બંધ હોય. તેના ૨૭ ભંગો છવોમાં જણાવ્યા છે અને દંડકોમાં તે ભેગો કેટલા હોય તેની પણ વિચારણા કરી છે (૧૬૪૨-૧૬૪૯).
વળી, પ્રાણાતિપાત આદિથી વિરતને આરંભિક આદિ ક્રિયાઓ હોય કે ન હોય અને હોય તો કેટલી તેનો વિચાર કર્યો છે (૧૬પ૦-૬૨).
અંતે આરંભિક આદિ ક્રિયાના અલ્પબહુત્વનો વિચાર છે, તેનો ક્રમ આ પ્રમાણે ચડિયાતા ક્રમે છે : મિથ્યાદર્શનપ્રત્યયા, અપ્રત્યાખ્યાનક્રિયા, પારિહિકા, આરંભિકી, ભાષાપ્રત્યયા (૧૬૬૩). આમ કહેવાનું તાત્પર્ય ટીકાકારે સમજાવ્યું છે કે માત્ર મિથ્યાદષ્ટિને જ પ્રથમ મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હોય છે, પણુ અપ્રત્યાખ્યાનક્રિયા તો અવિરતસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બન્નેને હોય છે. તે જ ન્યાયે માયાપ્રત્યયા અપ્રમત્તસંયત, પ્રમત્તસંયત, દેશવિરત અને મિથ્યાદષ્ટિ એ સૌમાં હોય છે. તેથી તે સર્વાધિક છે.~~ટીકા પત્ર ૪પર.
આ આખા યિાવિવર્ણમાં સાંપરાયિક અને ઐાઁપથિક એવા ક્રિયાના જે એ ભેદ પછીથી પ્રચલિત થયા છે તેને સ્થાન નથી મળ્યું, તે આ ચર્ચાના સ્તરની પ્રાચીનતા સૂચવે છે.
*
૨૩ થી ૨૭ કર્મપ્રકૃતિ-કર્મબંધ-કર્મબંધવેદ-કર્મવેદબંધ-કર્મવેદવેદક પદો : કર્મવિચાર
વખંડાગમનો ચોથો ખંડ વેદનાખંડ નામે ઓળખાય છે અને પાંચમો વર્ગણુાખંડને નામે છે. પણ ખરી રીતે કર્મપ્રકૃતિનાં જે ચોવીશ અનુયોગદ્દારો છે (પુ૦ ૯. સ. ૪૫ પૃ૦ ૧૩૪) તેમાં બીજું દ્વાર વેદના છે તેના ઉપરથી વેદનાખંડ નામ પડ્યું' અને હું બંધનદાર છે, તેની વિભાષા (વિવરણ) બંધ, બંધક, બંધનીય અને બંધવધાનરૂપે છે (પુ૦ ૧૪, સ૦ ૧, પૃ૦ ૧), તેમાંના બંધનીયના વિવેચન પ્રસંગે વર્ગણાનું જે નિરૂપણુ છે (પુ૦ ૧૪, સ૦ ૬૮, પૃ૦ ૪૮) તેને આધારે
૧. જુઓ પુસ્તક નો વિષયપરિચય, પૃ૦ ૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org