________________
...[૧૨૩]... પ્રજ્ઞાપનામાં ક્રિયા શેમાં થાય છે તેનો વિચાર પણ કરવામાં આવ્યો છે, જેમ કે પ્રાણાતિપાતથી થતી ક્રિયા૮ છ પ્રકારના જીવો વિષે થાય છે એટલે કે નારકાદિ ૨૪ દંડકના જીવો છયે પ્રકારના જીવોનો પ્રાણાતિપાત કરે છે (૧૫૧૪-૫). જો મૃષાવાદ સર્વ દ્રવ્યો વિષે કરે છે (૧૬૭૬). અદત્તાદાન, જે દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે તેને વિષે કરે છે (૧૫૭૭). મૈથુનક્રિયા રૂપ અને રૂપવાળાં દ્રવ્યો વિષે (૧૫૭૮) કરે છે. પરિગ્રહ પણ સર્વ દ્રવ્યોનો કરે છે (૧૫૭૯). આ જ પ્રમાણે શેષ ક્રોધ, માન આદિ પાપસ્થાનો વિષે પણ નારકાદિ કવોમાં સમજી લેવાની ભલામણ કરવામાં આવી છે (૧૫૮૦).
છવો એ પ્રાણાતિપાત ક્રિયા આદિ અઢાર પાપથાનોને કારણે કર્મની કેટકેટલી પ્રકૃતિને બંધ કરે તે પણ વિચારાયું છે. તેમાં સામાન્ય રીતે એ સમજવાનું છે કે મોટે ભાગે જીવો આયુ સિવાયની સાત મૂળ કર્મપ્રકૃતિનો બંધ કરતા હોય છે અને કવચિત આઠેય કર્મપ્રકૃતિનો બંધ તે તે પ્રાણાતિપાત આદિ ક્રિયા વડે કરે છે (૧૫૮૧-૮૪).
તેથી ઊલટી રીતે એમ પણ વિચારાયું છે કે જીવ જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિનો બંધ કરતો હોય ત્યારે કેટલી ક્રિયાવાળો તે હોય (૧૫૮૫-૮૧)? આ વિચારણામાં ફેર એ છે કે ઉકત અઢાર પાપથાનની ક્રિયાને ધ્યાનમાં લીધી નથી, પરંતુ પાંચ ક્રિયાઓને ધ્યાનમાં લીધી છે. પરંતુ એ પાંચ કઈ લેવાની તેનો નિર્દેશ મૂળમાં નથી, પરંતુ ટીકાકારે કાયિકી આદિ પાંચ ક્રિયાભેદો અભિપ્રેત છે એમ જણાવ્યું છે. વળી, તેમણે એમ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે જીવ જ્યારે પ્રાણાતિપાત વડે કર્મ બાંધતો હોય ત્યારે એ પ્રાણાતિપાતની સમાતિ કેટલી ક્રિયાથી થાય એવો પ્રશ્ન અહીં અભિપ્રેત છે.૧૯ આના જવાબમાં મૂળમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ, ચાર કે પાંચ ક્રિયા હોય (૧૫૮૫-૮૭), પણ તે કઈ લેવી તેનો નિર્દેશ નથી. ટીકાકારે કાયિકી આદિ ક્રમે સમજવી એવો ખુલાસો કર્યો છે (ટીકા ૫૦ ૪૪૦ વ).
એક જીવ એક કે અનેક જીવોની અપેક્ષાએ અને અનેક જીવો એક કે અનેકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા હોય છે, તેને પણ વિચાર કરવામાં આવ્યો છે (૧૫૮૮–૧૬ ૦૪). આમાં પણ કાયિકી આદિ ક્રિયાઓ અભિપ્રેત છે એમ ટીકાકાર જણાવે છે, અને સ્પષ્ટ કરે છે કે માત્ર વિદ્યમાન જન્મમાં થતી કાયિકી આદિ ક્રિયા જ અહીં અભિપ્રેત છે, એવું નથી, પણ અતીત જન્મના કાયશરીરાદિ વડે અન્ય જીવો દ્વારા થતી ક્રિયા પણ અહીં અભિપ્રેત છે, કારણ કે એ અતીત કાયશરીરાદિની વિરતિ જીવે સ્વીકારી નથી, અર્થાત તે શરીરાદિનું પ્રત્યાખ્યાન કર્યું નથી માટે તે શરીરાદિમાંથી જે કાંઈ નિર્માણ થાય અને તે દ્વારા અન્ય જીવો જે કોઈ ક્રિયા કરે તે સૌને માટે જીવ જવાબદાર છે, કારણ કે જીવે તે શરીરાદિનો પરિત્યાગ કર્યો નથી, તે પ્રત્યેનું મમવ છોડયું નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ ક્રિયાકોશ, પૃ. ૪૫ થી તથા પૃ. ૧૫૦ થી.
પુનઃ સૂત્ર ૧૬૦૫માં તે જ પાંચ ક્રિયા ગણાવી, જે આ પદના પ્રારંભમાં (સૂ) ૧૫૬૭) ગણાવી છે અને પછી ૨૪ દંડકમાં એ પાંચે ક્રિયા લાભે છે તેમ જણાવ્યું છે (૧૬ ૬).
કાયિક આદિ પાંચે ક્રિયાના સહભાવની વિચારણા કરીને ૨૪ દંડકોમાં તેમના સહભાવનો વિચાર કરવામાં આવ્યો છે (૧૬૦૭–૧૬). વળી, એ જ પાંચે ક્રિયાઓને “આયોજિકા” એવા
૧૮. ભગવતીમાં જણાવ્યું છે કે એ ક્રિયા–“પુટ્ટા વૈજ્ઞ{ નો અપુટ્ટા જ્ઞ? ” ૧૭, ૪. ૬૦૧; ૧. ૬. પ૨.
અહીં ફિયાશબ્દ કર્મ (પૌદગલિક) અર્થમાં વપરાય છે એ સ્પષ્ટ છે. ૧૯. ટીકા, ૫૦ ૪૪૦ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org