________________
...[૧૫]... સમગ્ર પાંચમા ખંડનું નામ વર્ગખંડ પડ્યું છે. વખંડાગમમાં પ્રથમના ત્રણ ખંડો પછી આવતા આ બે ખંડો ખરી રીતે એક, અખંડ અને સ્વતંત્ર પુસ્તકરૂપ સ્વીકારવા યોગ્ય છે. જેમ પ્રથમખંડમાં પ્રારંભમાં નમકારમંગલ કરી તેમાં ૧૪ જીવસમાસનાં ૧૪ માર્ગણાસ્થાન દ્વારા પ્રથમ ત્રણ ખંડમાં વિવેચના કરવામાં આવી છે, તેમ આ બન્ને ખંડોમાં પણ પ્રથમ નમસ્કારમંગલ કરી કર્મપ્રકૃતિનાં ૨૪ અનુયોગદ્વારોનો નિર્દેશ કરી એકેક અનુયોગદ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. આથી ભલે ગમે તેણે આ બે ખંડોનો વિભાગ કરી નિર્દેશ કર્યો, પરંતુ વસ્તુતઃ તે એક, અખંડ સ્વતંત્ર ગ્રંથ છે. અને છઠ્ઠા ખંડ મહાબંધમાં પણ છઠ્ઠા બંધનદારના એક ભેદ બંધનવિધાનનું જ વિવેચન છે.
વેદનાખંડના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે આગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુનું ચોથું પ્રાભૃત કર્મપ્રકૃતિ છે (૫૦ ૯, સૂ૦ ૪૫, પૃ. ૧૩૪). અને એ જ કર્મપ્રકૃતિનું ૨૪ અનુયોગદ્વારો વડે વિવેચન વખંડાગમમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. એ વિવેચન અને પ્રસ્તુત પ્રજ્ઞાપનાનાં ૨૩ થી ૨૭ મા પદોમાં આવતી કર્મવિચારણની તુલના કરીએ તો જણાય છે કે પ્રજ્ઞાપનાગત કર્મવિચારણાનો સ્તર પખંડાગમની વિચારણા કરતાં પ્રાચીન છે, કારણ કે ખંડાગમમાં નિક્ષેપ કરીને વ્યાખ્યા કરવાની જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, તેવી વ્યાખ્યા પદ્ધતિનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. અને વિચારણના અન્ય વિડ્યોની તુલના કરીએ તોપણ જણાય છે કે પ્રજ્ઞાપનાની ભૂમિકા પ્રાચીન છે. પ્રજ્ઞાપનામાં જે વિષયો ચર્ચાયા છે તે બહુ જ સ્થલ છે. બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો નિર્દેશ કરી, એ ક્રમે વિવેચન કરવાને બદલે પ્રકૃતિ, અનુભાવ અને સ્થિતિનું ક્રમ વિના સ્વતંત્ર નિરૂપણ છે. પ્રદેશબંધની તો ચર્ચા જ નથી. એટલું જ નહિ પણ કર્મવિચારણાની સૂક્ષ્મ અને સ્થિર ભૂમિકા અને પરિભાષાઓ, જેનો સ્વીકાર પછીના સાહિત્યમાં તામ્બર-દિગંબર બનેએ કર્યો છે, તે ભૂમિકાનાં દર્શન પ્રજ્ઞાપનામાં થતાં નથી. ઉદાહરણ તરીકે કર્મબંધના કારણ તરીકે માત્ર રાગ અને દ્વેષને જણાવ્યા છે (૧૬૭૦): આ બાબત સર્વમાન્ય હોવા છતાં કર્મબંધનાં કારણોનો વિચાર પછીના વેતામ્બર સાહિત્યમાં અને દિગંબર સાહિત્યમાં જુદી જ રીતે છે અને જુદી જ ભૂમિકાએ થયો છે, એ નિર્વિવાદ છે. પ્રસ્તુતમાં યોગ પણ કર્મબંધનું કારણ છે તેનો નિર્દેશ જ નથી એ ધ્યાનમાં લઈએ તો પ્રજ્ઞાપનાની વિચારણનો સ્તર પ્રાચીન છે તે જણાયા વિના રહેશે નહિ. કર્મપ્રદેશની ચર્ચા પ્રજ્ઞાપનામાં છે જ નહિ તેથી તેના સાથે સંકળાયેલ યોગની કારણતાનો નિર્દેશ પ્રજ્ઞાપનામાં ન હોય તે સ્વાભાવિક છે. અનુભાવબંધની ચર્ચા પણ (૧૬૭૯) એના સ્તરની પ્રાચીનતા જ સૂચવે છે.
પ્રજ્ઞાપનામાં કર્મપ્રકૃતિના મૂળ આઠ ભેદો અનેક વાર ગણાવ્યા છે (૧૯૬૫, ૧૬૮૭, ૧૭૫૪, ૧૭૬૯, ૧૭૭૫, ૧૭૮૭). અને એ ભેદો તે તે પ્રકરણના પ્રારંભે ગણુવ્યા છે તેથી અનુમાન થઈ શકે છે કે પ્રજ્ઞાપનાનું આ પદ અને પછીનાં કર્મ સંબંધી પદો જુદાં જુદાં પ્રકરણે હતાં, જેનો સંગ્રહ પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં કરી લેવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રજ્ઞાપનાના ૨૩મા પદનો પ્રથમ
૨. પુસ્તક ૧૩ નો વિષયપરિચય પૃ૦ ૧. ૩. પુ. ૧, પ્રસ્તાવના, ૫૦ ૬૭. ૪. વેદનાનાં ૧૬ અનુયોગકારો માટે જુઓ વખંડાગમ, પુસ્તક ૧૦, પૃ. ૧. કર્મના નિક્ષેપ માટે જુઓ
પુસ્તક ૧૩, ૫૦ ૩૮. પ. કર્મને બદ્ધ અને પુષ્ટ તથા બદ્ધપૃષ્ટ તથા સંચિત વગેરે વિશેષણો આપ્યાં (૧૬૭૯) છે, પરંતુ કર્મના
પ્રદેશબંધની ચર્ચા નથી. માત્ર પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાવની ચર્ચા જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org