________________
...[૧૯].... જૈનસંમત કામણ સાથે અન્ય દર્શનોમાં જે સૂક્ષ્મ શરીર માનવામાં આવ્યું છે, તેની તુલના માટે જુઓ ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૧૨૧.
દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુતનો ક્રમ આ પ્રમાણે છે : આહારક, વૈયિ, ઔદારિક, તૈજસ -કાર્પણ
પ્રદેશની અપેક્ષાએ તે આ પ્રમાણે છે : આહારક, વૈક્રિય, ઔદારિક, તેજસ, કાર્મણ.
દ્રવ્ય અને પ્રદેશ બન્નેને સાથે રાખીને તે ક્રમ આ પ્રમાણે છે: આહારક દ્રવ્યો, વૈક્રિય દ્રવ્યો, ઔદારિક દ્રવ્યો, આહારક પ્રદેશો, વૈક્રિય પ્રદેશો, ઔદારિક પ્રદેશો, તૈજસ-કામણ દ્રવ્યો, તેજસ પ્રદેશો, કાર્મણ પ્રદેશો (૧૫૬૫).
અવગાહનાનું અલ્પબહુત્વ જઘન્ય, ઉત્કૃષ્ટ અને જઘન્ય-ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારાયું છે તે ક્રમે આ પ્રમાણે છેઃ જધન્યમાં–ઔદ્યારિક, તૈજસ-કાશ્મણ, વૈક્રિય, આહારક. ઉત્કૃષ્ટમાં–આહારક,
દારિક, વૈક્રિય, તૈજસ-કાશ્મણ. જઘન્ય-ઉત્કૃષ્ટમાં—દારિક (જ), તૈજસ-કાશ્મણ (જ), ક્રિય (જ); આહારક (જ), આહારક (ઉ), ઔદારિક (ઉ), તેજસ-કામણ (ઉ) (૧૫૬ ૬).
૨૨ મું ક્રિયાપદ : ક્રિયાવિચારણું કર્મ એટલે વાસના કે સંસ્કાર, જેને કારણે પુનર્જન્મ થાય છે, તેની વિચારણા ભારતમાં પ્રાચીન કાળથી થતી રહી છે. આત્માના જન્મ-જન્માક્તરની કલ્પના કે સંસારચક્રની ક૯૫ના સાથે કર્મની વિચારણું અનિવાર્ય હતી. પ્રાચીન ઉપનિષદોમાં કવચિત જ આ વિચારણા જોવા મળે છે. પરંતુ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં, ખાસ કરી જૈન આગમોમાં, આ કર્મની વિચારણા વિસ્તારથી જોવા મળે છે. તેની પણ બે ભૂમિકા તો સ્પષ્ટ જણાય છે. પ્રાથમિક ભૂમિકામાં કર્મ માટે ક્રિયા શબ્દનો પ્રયોગ થતો હશે એમ લાગે છે, કારણ કે સુકૃત-દુકૃત, પુણ્ય-પાપ, કુશલ-અકુશલ કર્મ અને તેને માનનાર માટે જૂના શબ્દો છે કિરિયા અને કિરિયાવાઈ જે સમાન રૂપે જૈન આગમ અને પાલિ પિટકમાં વપરાયા છે. આથી જ આપણે જોઈએ છીએ કે જૈન આગમોમાં તે કાળના વાદોનું જે વર્ગીકરણ આપ્યું છે, તેમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી ઇત્યાદિ ચાર ભેદો છે અને બૌદ્ધ પિટકમાં જેઓ સુકૃત-દુકૃત કે પુણ્ય-પાપને માને છે તેમને ક્રિયાના ઉપદેશક કહ્યા છે; અને સ્વયં ભગવાન બુદ્ધ પોતાને ક્રિયાવાદી તરીકે ઓળખાવે છે. અને તેમને કર્મવાદી અને ક્રિયાવાદી કહી તેમની પ્રશંસા કરવામાં આવી છે.–દીઘ૦, સોણદંડસુત્ત. અને બુદ્ધના અનાત્મવાદને કારણે તેમને કોઈ અક્રિયવાદી કહેતા હશે, એટલે અક્રિયાવાદ શબ્દનો બુદ્ધ પોતાની રીતે જ અર્થ કર્યો. અને તે અર્થમાં બુદ્ધને કોઈ અક્રિયાવાદી કહે તો તેમાં તેમને વાંધો હતો નહિ. તાત્પર્ય એટલું જ
૧. જૈન આગમોમાંની ક્રિયાવિચારણા માટે જુઓ, યાકોશ, સંપાદક શ્રી મોહનલાલ બાંઠિયા તથા
શ્રી શ્રીચંદ્ર ચોરડિયા, કલકત્તા, ૧૯૬૯. ૨. ગણધરવાદ, પ્રસ્તાવના, પત્ર ૧૦૯. ૩. સૂત્રકૃતાંગ, ૧. ૧૨. ૧ ૪. દીઘ૦ સામર્બફલસુત્ત. ૫. ભગવતી, ૩૦, ૧; ભગવતી સાર પૃ૦ ૫૭૦, અન્ય પાકો માટે જુઓ ક્રિયાકોષ, ૫૦ ૨૫૬. ૬. વિનયપિટક, મહાવચ્ચ ૬. ૩૧; અંગુત્તરનિકાય, ૪, ૧૭૯; તથા જુઓ, આગમ યુગકા જૈનદર્શન, પૃ૦ ૭૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org