SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૮]... ઔદારિકની જેમ જ વૈક્રિય શરીર વિષે પણ ઉક્ત બાબતોનો વિચાર છે, તેમાં બાદર પર્યાપ્ત વાયુ અને પંકિય તિર્યોમાં સંખ્યાતવર્ષાયુવાળા પર્યાપ્ત ગજેને તે શરીર હોય છે અને પર્યાપ્ત મનુષ્યમાં પણ તે જ નિયમ છે, પણ કર્મભૂમિના મનુષ્યને જ છે. અને બધા જ દેવોમાં વૈક્રિય શરીર હોય છે (૧૫૧૪–૨૦), તે જણાવીને વૈક્રિયની આકૃતિ–સંસ્થાન (૧૫૨૧-૨૬)નું વર્ણન કર્યું છે. તે પ્રસંગે ભવધારણીય અને ઉત્તરક્રિય શરીર–એ બન્નેને લક્ષમાં લીધાં છે. જન્મ સાથે મળે છે તે ભવધારણીય અને અન્ય આકૃતિનું નિર્માણ કરવું તે ઉત્તરક્રિય છે. એ જ પ્રમાણ-ઊંચાઈ અથવા અવગાહનાની વિચારણા પ્રસંગે પણ એ બન્ને પ્રકારનાં શરીરો લક્ષમાં લીધાં છે (૧૫૨૭–૩૨). આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે કર્મભૂમિના દિવાળા સંયમી પણ પ્રમત્ત મનુષ્યને જ હોય છે (૧૫૩૩). તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું (૧૫૩૪) અને જધન્ય દેશથી જૂન રત્ની–હાથ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ રત્ની પ્રમાણ છે (૧૧૩૫). તૈજસ શરીર એકેન્દ્રિયથી માંડી પંચેદિય સુધીના સકલ જીવોને હોય છે, તેથી તેના જીવભેદો જેટલા જ ભેદ થાય (૧૫૩૬–૩૯). તેજસ શરીરનું સંસ્થાન વર્ણવીને (૧૫૪૦-૪૪) તેના પ્રમાણની ચર્ચા (૧૫૪૫–૫૧) કરવામાં આવી છે. અને તૈજસની જેમ જ કાર્મણ વિષે પણ સમજી લેવાની ભલામણ કરી છે (૧૫૫૨). તેજસ-કાશ્મણની અવગાહનામાં ખાસ કરી મારાતિક સમુદ્ધાતને લક્ષમાં લઈને વિચાર છે. કારણ કે તે સિવાયના પ્રસંગે તો તેની અવગાહના જીવના ઔદારિક કે વૈક્રિય શરીરની અવગાહનાની સમાન જ હોય છે. મરણ વખતે જે જીવને મરીને જ્યાં જવાનું હોય છે, ત્યાં સુધીની અવગાહના કહેવામાં આવી છે. શરીરના નિર્માણ માટે પુગલોનું ચયન સામાન્ય રીતે યે દિશાએથી થાય છે. તે જ પ્રમાણે ઉપચય (વધારે પ્રમાણમાં ગ્રહણ યે દિશાએથી થાય છે અને અપચય (પુદ્ગલોના શરીરમાંથી હાસ) પણ યે દિશામાં થાય છે (૧૫૫૩–૫૮). એકસાથે એક જીવમાં દારિકાદિ કેટલાં શરીર સંભવે તેનો વિચાર સંયોગદ્વાર (૧૫૫૯–૧૫૬૪) માં કરવામાં આવ્યો છે. તેનો સાર આ પ્રમાણે છે ૧. ઔદારિક સાથે સંભવે વૈક્રિય, આહારક, તેજસ અને કામણ. ૨. વૈક્રિય સાથે ,, દારિક, તૈજસ, કાર્મણ. ૩. આહારક સાથે , ઔદારિક, તેજસ, કામણ. ૪. તેજસ સાથે ,, દારિક, ઘક્રિય, આહારક, કાર્મણ. ૫. કાર્મણ સાથે , દારિક, વૈક્રિય, આહારક, તેજસ. તૈજસ-કાશ્મણ સાથે જ હોય છે. શરીરના દ્રવ્ય-પ્રદેશોનું અ૯૫બહુત્વ અને શરીરની અવગાહનાનું અલ્પબહુવ અંતિમ બે દ્વારમાં વિચારાયું છે (૧૫૬૫-૬૬). તેમાંની અવગાહનાના અપહૃત્વની ચર્ચા મંડાગમ, પુ. ૧૧, સૂ૦ ૩૩, પૃ. ૫૬ માં અવગાહનાના મહાદંડકમાં છે. તથા શરીરના પ્રદેશોનું અ૯૫બહુત્વ તથા તેના ઉપચયનું અ૫બહુત પણ તેમાં ચર્ચિત છે. જુઓ, પુ. ૧૪, પૃ. ૪૨૯. ૬. કાર્મગ્રન્થિકોને મતે અપ્રમત્તને પણ હોય છે.-પ્રજ્ઞા ટી. ૫૦ ૪૨૪. 9. હોય જ એમ ન સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy