________________
[૧૨]...
વીસમું “અન્તક્રિયાપદ ભવને અંત કરનાર ક્રિયા તે અંતક્રિયા. એ ક્રિયાથી બે પરિણામ આવે; નવો ભવ અથવા મોક્ષ. એટલે અન્તક્રિયા શબ્દ અહીં મોક્ષ અને મરણ એ બન્ને અર્થમાં વપરાયો છે. એ અંતક્રિયાનો વિચાર ચોવીશે દંડકના જીવોમાં દશ દ્વાર વડે કરવામાં આવ્યો છે –
૧. નારકાદિ જીવો અંતક્રિયા (મોક્ષ) કરે છે ? ૨. નારકાદિ છવો અનન્તર ભવમાં કે વ્યવધાનથી અન્તક્રિયા (મોક્ષ) કરે છે? ૩. નારકાદિ છવો અનન્તર ભવમાં અન્તક્રિયા (મોક્ષ) કરે તો એકસમયમાં કેટલા કરે ? ૪. નારકાદિ જીવો ઉત્કૃત્ત થઈ (મરીને) કઈ યોનિમાં જાય? ૫. નારકાદિ જીવો મરીને તીર્થંકર થઈ શકે? ૬. , , , ચક્રવર્તી થઈ શકે? ૭. , , , બળદેવ થઈ શકે? ૮. , , , વાસુદેવ થઈ શકે? ૯, , ” માંડલિક , ? ૧૦. , , , રત્ન » ?
આ ધારોને આધારે કહી શકાય કે અન્તક્રિયા શબ્દ બે અર્થમાં વપરાયો છે. પ્રથમ ત્રણ તારોમાં અન્તક્રિયા એટલે મોક્ષની ચર્ચા છે, અને પછીનાં દ્વારોનો સંબંધ પણ અન્તક્રિયા સાથે છે, પણ ત્યાં તેનો અર્થ મરણ લઈએ તો ઘટે. ઉપરાંત, આ દ્વારોમાં અનક્રિયાને અર્થે મોક્ષ પણ ઘટે, કારણ કે તે દ્વારોમાં તે તે યોનિમાં ઉર્તના આદિ કરનારને મોક્ષ સંભવે કે નહિ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે.
પ્રથમ હારનો સાર એ છે કે માત્ર મનુષ્યો જ મોક્ષ પામી શકે છે, અને તે પણ બધા જ નહિ–(૧૪૦૮ [૩]). જીવના નારકાદિ અનેક પર્યાયો થાય છે એટલે નારક આદિ પર્યાયમાં રહેલો જીવ મનુષ્યભવમાં જઈ મુક્ત થઈ શકતો હોઈ નારકાદિ વિષે પણ એમ તો કહી શકાય કે કોઈ નારકાદિ મુક્ત થાય છે અને કોઈ નથી થતા (૧૪૦૭ [૨]).
બીજા દ્વારમાં એ વિચારણા છે કે નારકાદિ છવો અનન્તરાગત કે પરંપરાગત થઈને અંતક્રિયા કરે છે? એટલે કે નારકાદિ ભવમાંથી ભરીને વ્યવધાન વિના જ મનુષ્યભવમાં આવીને મોક્ષ પામે છે કે નારકાદિ પછીના એક કે અનેક ભવો કરી પછી મનુષ્યભવમાં મુક્તિ પામે છે? આનો ઉત્તર એ છે કે પ્રથમ ચાર નરકમાંથી આવનારમાં બન્ને પ્રકાર સંભવે છે. પરંતુ પછીના ત્રણ નરકોમાંથી આવનાર માત્ર પરંપરાગત હોય તો (એક કરતાં વધુ ભવ કરે તો) જ અંતક્રિયા કરે અર્થાત મોક્ષ પામે.
બધા જ ભવનપતિ, પૃથ્વી, અષ્કાય અને વનસ્પતિમાંથી આવનારમાં બન્ને પ્રકાર સંભવે છે. તેજ, વાયુ, દ્વિ-ઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયમાંથી આવનારમાં, જે માત્ર પરંપરાગત હોય તેમાં અને શેષ જીવોમાં બન્ને પ્રકાર સંભવે છે (૧૪૧૦-૧૩).
આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે તેજ અને વાયુ મરીને મનુષ્ય થતા જ નથી, માટે અને દ્વિ-ઈન્દ્રિયાદિનો એવો સ્વભાવ છે માટે અનન્તરાગતની અનક્રિયા તેમને નથી (પૃ. ૩૯૭) હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org