SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૧૧]. યોગદ્વાર (૧૩૨૧-૨૫) માં ધ્યાન દેવા જેવી વાત એ છે કે મનોયોગ અને વચનયોગનો જઘન્ય કાળ એક સમય જેટલો કહ્યો છે અને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત જેટલો દર્શાવ્યો છે, આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સતત વચનયોગની અને મનોયોગની એટલે કે ધ્યાનની ઉત્કૃષ્ટ માત્રા અન્તર્મુદ્રર્ત જ સંભવે. ત્યાર પછી વચનયોગ કે મનોયોગ ઉપરત થઈ જાય છે, એવો જીવનો સ્વભાવ છે. કાળ સૂક્ષ્મ હોવાથી એ ઉપરતિ જાણમાં આવતી નથી એમ સ્પષ્ટીકરણ ટીકાકારે કર્યું છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૨). વેદવિચારણામાં સ્ત્રીવેદના કાળ વિષે પાંચ મતભેદોનો ઉલ્લેખ ગૌતમ અને ભગવાનના સંવાદરૂપે મૂળ સૂત્રમાં (૧૩૨૭) છે. તે પાંચે મતોનું સ્પષ્ટીકરણ આચાર્ય મલયગિરિએ કર્યું તો છે, પરંતુ એમાં કયો મત સમીચીન છે અને ભગવાન અને ગૌતમના સંવાદમાં આવું કેમ બને ?–એ બાબતમાં ટીકાકારે જે કહ્યું છે તે આ છે– "अमीषां च पञ्चानामादेशानामन्यतमादेशसमीचीनतानिर्णयोऽतिशयज्ञानिभिः सर्वोत्कृष्टश्रुतलब्धिसम्पन्नैर्वा कर्तुं शक्यते । ते च भगवदार्यश्यामप्रतिपत्तौ नासीरन् । केवलं तत्कालापेक्षया ये पूर्व-पूर्वतमाः सूरयः तत्तत्कालभाविग्रन्थपौर्वापर्यपर्यालोचनया यथास्वमति स्त्रीवेदस्य स्थिति प्ररूपितवन्तस्तेषां सर्वेषामपि प्रावचनिकसूरीणां मतानि भगवानार्यश्याम उपदिष्टवान् । ते च प्रावचनिकसूरयः स्वमतेन सूत्रं पठन्तो गौतमप्रश्नभगवनिर्वचनरूपतया पठन्ति । ततस्तदवस्थान्येव सूत्राणि लिखता गोतमा! इत्युक्तम् । अन्यथा માવતિૌતમારા નિર્દેશન સેરાથનમુવપરાતે,માવતઃ સશસંશયાતીતથીત – પ્રજ્ઞા ટીમ, વગ ૨૮. પખંડાગમમાં આ બાબતમાં એક જ મત આપવામાં આવ્યો છે, ત્યાં મતભેદોની ચર્ચા નથી. સમ્યકત્વદાર (૧૩૪૩-૪૫)માં ટીકાકારે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યમિથ્યાદષ્ટિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : જિનભગવાન પ્રણીત જીવાદિ સમગ્ર તત્ત્વો વિષે અવિપર્યરત દૃષ્ટિ જેને હોય તે સમ્યગ્દષ્ટિ; ભગવાન પ્રણીત તત્ત્વોની બાબતમાં જેને જરા પણ વિપ્રતિપત્તિ હોય તે મિથ્યાદષ્ટિ; અને જેને તે બાબતમાં સભ્યશ્રદ્ધા પણ ન હોય અને તે બાબતમાં વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યમિથ્યાદૃષ્ટિ છે. શતચૂણિને આધારે ચોખા આદિથી અજાણ્યા માણસને જેમ તે પ્રત્યે રુચિ કે અરૂચિ એ બેમાંથી એકેય નથી તેમ આ સમ્યમિથ્યાદૃષ્ટિને જિનપ્રણીત પદાર્થોની બાબતમાં રુચિ પણ નથી તેમ જ અરુચિ પણ નથી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૮. ટીકાકારે અવધિદર્શન (૧૩૫૬)ના કાળના પ્રસંગે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હોવા ન હોવા વિષેના સૂત્રકાર અને કાર્મગ્રન્થિના મતભેદની ચર્ચા આચાર્ય જિનભદ્રને અનુસરીને કરી છે (પ્રજ્ઞા ટી., ૫૦ ૩૯૧). ઉપયોગદ્વાર (૧૩૬૨-૬૩) પ્રસંગે સૂત્રકારે જધન્ય અને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મદ જણાવ્યો છે તે બાબતમાં ટીકાકારે સ્પષ્ટીકરણ કર્યું છે કે આ કાળ સંસારી જીવની અપેક્ષા છે, પરંતુ કેવળીને એક સમયનો ઉપયોગ હોય છે તે અહીં વિવક્ષિત નથી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૯૨). ખરી વાત એવી છે કે કેળીને જ્ઞાન-દર્શનોપયોગ ક્રમે હોય છે કે યુગપદ્દ એ ચર્ચા જ્યારથી શરૂ થઈ ત્યાર પહેલાંની આ સૂત્રની રચના છે. એટલે તેમાં પછીથી એ બાબતમાં જે સ્પષ્ટીકરણ થયું તે આ સૂત્રમાં વિવક્ષિત હોવાનો સંભવ જ નથી. આવી અનેક વિવક્ષાઓ આચાર્ય મલયગિરિએ પોતાની ટીકામાં સ્પષ્ટ કરી છે, તે માટે જિજ્ઞાસુએ ટીકામાં જોઈ લેવું. અહીં તો માત્ર કેટલાક નમૂના આપ્યા છે, તે એ સૂચવવા કે વિચારણુ જેમ આગળ વધતી જાય છે તેમ વિચારમાં વ્યવસ્થા આવતી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy