SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૯]... કાલનો વિચાર બે પ્રકારે મૂળમાં જોવા મળે છે (૧૨૬૨-૧૨૮૬ આદિ), તેનો ખુલાસો ટીકાકારે કર્યો છે કે કાલનો કાલ દૃષ્ટિએ અને ક્ષેત્ર દષ્ટિએ વિચાર કર્યો છે. સારાંશ એ છે કે “અનંત’ સંખ્યા અનંત પ્રકારની હાઈ કાલના સમયની સંખ્યાની તુલના આકાશપ્રદેશની સંખ્યા સાથે કરવાથી સંખ્યાનું તારતમ્ય સમજાઈ જાય છે.* ટીકાકારે તિર્યંચ યોનિમાં નિર્દિષ્ટ કાયસ્થિતિ (૧૨૬૨) વિષે સ્પષ્ટીકરણ કર્યું છે કે આ સ્થિતિ વનસ્પતિની અપેક્ષાએ સમજવાની છે. શેષ તિર્યંચમાં આટલી સ્થિતિ હોતી નથી.' | દેવીની કાયસ્થિતિ (૧૨૬૪) વિષે પણ ટીકાકારે જણાવ્યું છે કે આ સ્થિતિ ઈશાનની દેવીની અપેક્ષાએ સમજવાની છે. તિર્યંચોની કાયસ્થિતિમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ (૧૨૬૮) જણાવી છે તે દેવકુરુમાં થનાર તિર્યંચની અપેક્ષાએ સમજવાની છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૭). હીન્દ્રિયની કાયસ્થિતિ “સંખ્યાતકાળ” કહી છે (૧૨૭૩). તેનું સ્પષ્ટીકરણ એ છે કે તે “સંચાવિ વર્ષáાળ સમજવી (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮). સૂત્ર ૧૨૭૭માં અપર્યાપ્તનો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ એ છે કે પ્રસ્તુતમાં લબ્ધિ અને કરણ–બન્ને પ્રકારની અપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮). સૂત્ર ૧૨૭૯માં અને બીજાં સૂત્રોમાં પણ પર્યાપ્ત શબ્દથી લબ્ધિપર્યાપ્ત સમજવા (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૮). કાયદ્વાર (૧૨૮૫-૧૩૨૦) માં કાય શબ્દ શરીરના અર્થમાં લેવાનો છે અને સૂત્ર ૧૨૮૫માં કાય’ શબ્દથી કામેણુ અને તેજસ એ બે જ શરીરના અર્થમાં કાયશબ્દ પ્રયુક્ત છે એમ સમજવું (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૯). સૂત્ર ૧૨૮૮માં વનસ્પતિની કાયસ્થિતિ “મના વાટરિયઠ્ઠા જણાવી છે, તો તેનો અર્થ એ થાય કે કોઈ પણ વનસ્પતિ જીવ અનાદિ કાળથી વનસ્પતિરૂપે રહી શકે નહિ; તેણે વનસ્પતિ સિવાયનો પણ ભવ કર્યો હોવો જોઈએ. પરંતુ આ ભ્રમ દૂર કરવા માટે વનસ્પતિના વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ એવા બે ભેદ બતાવ્યા અને નિગોદ જીવોનું સ્વરૂ૫ વર્ણવ્યું. આ આખી રસપ્રદ ચર્ચા મરુદેવીનો જીવ અનાદિકાળથી વનસ્પતિમાં હતો એવી અને એના જેવી બીજી ઘટનાઓની પુષ્ટિમાં કરવામાં આવી છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૯ તથા પત્ર ૩૮૫). સૂત્ર ૧૩૦૫ માં પૃથ્વીકાય આદિના બાદરસામાન્ય સૂત્રમાં કહ્યું છે કે તેમની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સપિણી જેટલો કાળ છે અને તેનું ક્ષેત્ર સાથે સમીકરણ કરતાં જણાવ્યું છે કે અંગુલનો અસંખ્યાતમો ભાગ. એટલે સહેજે પ્રશ્ન થાય કે અંગુલના અસંખ્યાતમ ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જ સમય અસંખ્યાત ઉત્સપિણીના કેવી રીતે થાય? આનું સ્પષ્ટીકરણ એ છે કે કાળ કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ છે તેથી એ શક્ય બને છે (પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૮૨). સેન્દ્રિય જીવો (૧૨૭૧), સકાય જીવો (૧૨૮૫), સજોગી જીવો (૧૩૨૧), સવેદ જીવો (૧૩૨૬) આદિના ભેદોમાં અનાદિ અનંત જીવો એવો પણ એક ભેદ ગણવામાં આવ્યો છે, તે સૂચવે છે કે જીવોમાં કેટલાક જીવો અભવ્ય પણ છે, જે કદી મુક્ત થવાના નથી. ૪. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૫. ૫. એજન, પત્ર ૩૭૫. ૬. એજન, પત્ર ૩૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy