________________
[૯].. થયું–સ્તંભ ઊભો હોય કે આડો પડ્યો હોય પણ તે સરખી જ જગ્યા રોકે છે, એ હકીકતનો નિર્દેશ પણ ઈદ્રિયવિષયને લક્ષીને જ હશે (૧૦૦૧).
આ જ પ્રમાણે આગાસથિગલ = લોક વગેરે ભૌગોલિક પદાર્થો વિષે ધર્માસ્તિકાયાદિના સ્પર્શનો વિચાર પણ કરવામાં આવ્યો છે (૧૦૦૨–૫), તેમાં આચાર્ય મલયગિરિની વ્યાખ્યા પ્રમાણે આગાસથિગ્નલ (૧૦૦૨) અને લોક (૧૦૦૪) એ બન્ને દ્વારોનો વિષય એક જ છે, માત્ર શબ્દો જુદા છે. પરંતુ જો તેમ હોય તો બે કાર જુદાં કેમ રાખ્યાં એ પ્રશ્ન થાય છે. આચાર્ય મલયગિરિનો મત, બન્ને દ્વારોમાં સ્પર્શ વિષેનું નિરૂપણ એકસરખું જ ગણવામાં આવ્યું છે તેથી બંધાયો હશે, પરંતુ મૂળકારને પણ માત્ર શબ્દભેદ જ અભિપ્રેત હશે કે નહિ તે પ્રશ્નનો ઉત્તર આથી મળતો નથી.
પ્રસ્તુત પંદરમા પદના બીજા ઉદ્દેશમાં બાર દ્વારો છે, તેમને નિર્દેશ પ્રારંભમાં જ છે (૧૦૦૬).
ઈન્દ્રિયોનો ઉપચય ૨૪ દંડકોમાં વર્ણવવાના ઉદ્દેશે જેને જેટલી ઇન્દ્રિયો હોય તે જીવ તેટલી ઇન્દ્રિયોના નિર્માણ માટે પુલોનું ગ્રહણ કરે છે (૧૦૦૭–૧૦૦૮) તેમ જણાવીને તે જ પ્રમાણે ઉપચયન થયા પછી તે તે ઈન્દ્રિયોનું તે તે જીવ નિર્માણ કરે છે તે જણાવ્યું છે (૧૦૦૯) અને તેના નિર્માણમાં બધા જ જીવોને અસખ્યાત સમય જેટલા અંતર્મુહૂર્તનો કાળ લાગે છે (૧૦૧૦). ૨૪ દંડકોમાં ઇન્દ્રિયલબ્ધિનો નિર્દેશ કરીને (૧૦૧૧) તે તે ઈન્દ્રિયોનો ઉપયોગકાળ ૨૪ દંડકના જીવનમાં હોય છે તે જણાવ્યું છે (૧૦૧૨). ઈન્દ્રિયોના ઉપયોગકાળનું અ૫બહુત્વ નીચે પ્રમાણે છે (૧૦૧૩):--
૧. ચક્ષુનો ઉપયોગકાળ જધન્ય છે તે સૌથી થોડો છે ૨. શ્રોત્રનો
તે તેથી વિશેષાધિક ૩. ધ્રાણેન્દ્રિયનો ૪. જિન્દ્રિયનો ૫. સ્પર્શેન્દ્રિયનો
આ જ ક્રમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટમાં પણ સમજી લેવાનો છે. અને પરસ્પરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ વિષે પણ એમ સમજવાનું છે કે સ્પર્શેન્દ્રિયના ઉપયોગનો જે જઘન્ય કાળ છે તેથી વિશેષાધિક ચક્ષનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ છે. પછી ક્રમે તેથી વિશેષાધિક ઉત્કૃષ્ટ કાળ શ્રોત્ર, ઘાણ, જિહ્વા અને સ્પર્શેન્દ્રિયનો છે.
૨૪ દંડકોના જીવોમાં ઈન્દ્રિયો વડે ઓગાહણ (અવગ્રહણ) = પરિચ્છેદ, અવાય, ઈહિ, ઉહ (અવગ્રહ)–અર્થ અને વ્યંજન બન્ને પ્રકારો–વડે એનું નિરૂપણ છે (૧૦૧૪-૧૦૨૩). આમાં ધ્યાન દેવા જેવું એ છે કે જે દ્વારા પ્રારંભમાં (૧૦૦૬) નિદિષ્ટ છે તેમાં ઈહા પછી વ્યંજનાવગ્રહનો નિર્દેશ છે. પણ નિરૂપણમાં (૧૦૧૭) અવગ્રહના બે પ્રકારો જણાવી પછી બન્નેનું નિરૂપણ છે. વળી, જ્ઞાનનો જે ક્રમ તત્ત્વાર્થસૂત્ર, નંદી આદિમાં સ્વીકૃત થઈ ગયો છે, તે ક્રમમાં પણ નિરૂપણ નથી પણ વ્યુત્ક્રમ છે. વળી, એ પણ ધ્યાનમાં લેવું કે માત્ર ચાર ઇન્દ્રિયોના જ વ્યંજનાવગ્રહ
૧. “પૂર્વમારાવિર૦રાન્ડેન હોલ: પૃદોડધુના ઢોવરાત્રેર્નવ તં વિકૃછિપુરા”––––શપના ટીવ, પત્ર
૨૦૮ મે. સમગ્ર આકાશમાં લોકભાગ સાવ થોડો હોવાથી તે થીગડા જેવો છે એવા અભિપ્રાયથી લોક માટે આકાશવંગૂલ શબ્દનો પ્રયોગ છે એમ આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે, એજન, પૈત્ર ૩૦૭ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org