________________
[૧૦]... છે, ચક્ષુનો નથી (૧૦૧૮) અને અર્થાવગ્રહ તો છ પ્રકારનો છે, જેમાં પાંચ ઈન્દ્રિયો ઉપરાંત, નોઈન્દ્રિય = મન પણ સમાવિષ્ટ છે (૧૦૧૯). પરંતુ અવગ્રહણ (૧૦૧), ઈહ (૧૯૧૬) અને અવાય (૧૦૧૫) ના માત્ર ઈન્દ્રિયોના પાંચ ભેદે પાંચ પ્રકારનું જ કથન છે. સારાંશ કે અવગ્રહણ, અવાય અને ઈહાને માત્ર ઈન્દ્રિયોનાં ગણાવ્યાં, અનિન્દ્રિયનાં નહિ, પરંતુ ઉગ્રહ (અવગ્રહ) માં ઇન્દ્રિય-અનિન્દ્રિય બન્નેને લક્ષમાં લીધા છે. આ ઉપરથી શું એમ સમજવું કે ઈહિ, અવાય અને અવગ્રહણમાં મનનો ઉપયોગ અભિપ્રેત નથી ? પછીના કાળે મન:કૃત પણ ભેદ ઈહિ અને અવાયનો પડે જ છે, જે આમાં નથી. વળી, ધારણ નામનો ભેદ તે સર્વથા નિર્દિષ્ટ નથી એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. શું એમ બને કે ૧૦૧૪ મા સૂત્રમાં ઓગાહણ-અવગ્રહણની જે વાત છે તેથી ધારણું અભિપ્રેત હોય ? કારણ કે ઓગાહણું અને ઉચ્ચ–એ બન્નેને પ્રસ્તુતમાં જુદા ગણાવ્યા છે. અને ઉગ્રહના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ એવા જે ભેદો પાડ્યા તેથી તે તો અવગ્રહ સિદ્ધ થાય છે, અને ઓગાહણ-અવગ્રહણુ તેથી જુદું નિર્દિષ્ટ છે, તો તેથી ધારણું અભિપ્રેત હોય એમ સંભવે. એટલું નકકી કે પ્રસ્તુતમાં જ્ઞાનનિરૂપણનો આ સ્તર પ્રાચીન છે.
આ પછી ઈન્દ્રિયોના ભેદો વળી જુદી રીતે કર્યા છે. પ્રત્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય (૧૦૨૪); પરંતુ વિલક્ષણતા એ દેખાય છે કે તવાર્થસૂત્રમાં પાંચે દ્રવ્યેન્દ્રિયોના નિવૃતિ અને ઉપકરણ એવા બે ભેદો કર્યા છે, એટલે દશ દ્રવ્યેન્દ્રિય થાય (તત્વાર્થસૂત્ર ૨. ૧૭).
પ્રજ્ઞાપનામાં ઈન્દ્રિયપદનાં દ્વારોમાં ઈન્દ્રિયોપચય, ઈન્દ્રિયનિર્વર્તન, ઇન્દ્રિયલબ્ધિ, ઈન્દ્રિયોપયોગોદ્ધા એવાં જે કારો છે તેની તત્વાર્થસૂત્રમાં વ્યવસ્થા કરીને બેન્દ્રિયમાં પ્રથમ બેનો અને ભાવેન્દ્રિયમાં અંતિમ બેનો સમાવેશ કરી લીધો હોય એમ સંભવે છે. પરંતુ પ્રજ્ઞાપનામાં આગળ ચાલી કબેન્દ્રિયના આઠ ભેદો બતાવ્યા છે. જિલ્લા અને સ્પર્શ સિવાયની ઇન્દ્રિયોના જ બબે ભેદો છે (૧૦૨૫). એ બને ભેદોને તત્વાર્થસૂત્રની જેમ કોઈ નામ અપાયાં નથી. અને પછી ૨૪ દંડકોમાં એ આઠ દ્રવ્યેન્દ્રિયો કોને કેટલી છે તેનો નિર્દેશ છે (૧૦૨૬-૧૦૨૯). આથી પ્રસ્તુતમાં દ્રવ્યેન્દ્રિયના બે ભેદ તત્વાર્થસૂત્રસૂચિત નિવૃતિ અને ઉપકરણ અભિપ્રેત હોય તેમ જણાતું નથી; અને પ્રજ્ઞાપનાગત ઉપચય અને નિર્વર્તન અભિપ્રેત હોય એમ પણ જણાતું નથી. કારણ કે તત્વાર્થસૂત્ર અને પ્રજ્ઞાપના બન્નેમાં એ ભેદો બધી જ ઇન્દ્રિયોના છે, જ્યારે અહીં પ્રજ્ઞાપનામાં (સૂ૦ ૧૦૨૫) માત્ર ત્રણ જ ઇન્દ્રિયોને બે બે ભેદ જણાવ્યા છે.
ત્યાર પછી ૨૪ દંડકોના જીવોમાં એ પણ વિચાર કરવામાં આવ્યો છે કે તે તે વોને અતીતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં કેટલી બેન્દ્રિયો હોય છે (૧૦૩૦-૧૦૫૪)?
ભાવેન્દ્રિયોના પાંચ પ્રકાર (૧૦૫૬) જણાવીને ૨૪ દંડકના જીવોમાં તેનો વિનિયોગ કર્યો છે (૧૦૫૬–૧૦ ૬૭).
ઈન્દ્રિયો વિષે ભારતીય દાર્શનિકોની વિચારણું માટે પ્રમાણમીમાંસા (સિંઘી જૈન ગ્રંથમાળા), ભાષાટિપણુ, પૃ૩૮-૪૧ જેવું.
૨. નંદીસૂત્ર, પર, ૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org