SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૮]... છતાં ક્રમે એકસાથે તેમનું નિરૂપણું નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. ૨૯ મા ઉપયોગ પદમાં ખરી રીતે અવધિજ્ઞાન પણ છે જ. પરંતુ અવધિજ્ઞાનને જુદા પદરૂપે લેવામાં આવ્યું છે તે સૂચિત કરે છે કે અવધિજ્ઞાન વિષેની જુદી સ્વતંત્ર વિચારણું ચાલી આવતી હશે, તેથી તેને સ્વતંત્ર પદમાં સંગૃહીત કરવાનું શ્યામાચાર્યે ઉચિત માન્યું છે. - અહીં ઈન્દ્રિયો વિષેની વિચારણા બે ઉદેશોમાં કરવામાં આવી છે. તેમાં પ્રથમ ઉદેશમાં ૨૪ દ્વારા અને બીજા ઉદ્દેશમાં ૧૨ દ્વારો છે. પ્રથમ ઉદ્દેશના પ્રારંભમાં જ તેનાં ૨૪ કારનો નિર્દેશ કરી દેવામાં આવ્યો છે (૯૭૨). સૌપ્રથમ ઈન્દ્રિયો પાંચ છે (૯૭૩), એમ જણાવી તે ચોવીશે વિષયોની ચર્ચા ક્રમે કરી કરવામાં આવી છે. તેમાં પ્રથમ છ દ્વારની એટલે કે સંડાણુ–સંસ્થાનથી માંડીને અલ્પબદુત્વ સુધી ચર્ચા સમાપ્ત કરીને તે દ્વારીનો વિચાર ૨૪ દંકોમાં કરવામાં આવ્યો છે (૯૮૩-૯૮૯). અને પછી સાતમા દ્વાર પુટ્ટ (સ્કૃષ્ટ) થી માંડીને વિષય નામના નવમા દ્વારનું વિવરણ કરવામાં આવ્યું છે (૯૯૦-૯૯૨). આ કારોમાં દંડકવિચાર નથી. તે દ્વારનો વિષય એવો છે, જેમાં ૨૪ દંડકને લગતો વિચાર અશક્ય જ છે એમ તો ન કહેવાય, પણ એ બાબતોની પરંપરા કાંઈ સ્થિર નહિ થઈ હોય તેથી તે ચર્ચા કરવામાં નથી આવી એમ લાગે છે. સૂ૦ ૯૯૩માં મારણાન્તિક સમુધાત વખતે જે કર્મયુગલોની નિર્જરા થાય છે, એટલે જે પરમાણુઓએ પોતાના કામેરૂપ પરિણામનો ત્યાગ કર્યો હોય છે, તે પરમાણુઓ સૂક્ષ્મ હોય છે, એવું વિધાન કરવામાં આવ્યું છે. અને એવું પણ વિધાન છે કે તેવા પરમાણુ સમગ્ર લોકમાં હોય છે. વળી, સૂ૦ ૯૯૪ માં એવું પણ વિધાન છે કે છદ્મસ્થ જીવો એ સૂક્ષ્મ પરમાણુઓને જાણી-દેખી શકતા નથી. કેટલાક દેવો પણ એવા છે, જે તે સુક્ષ્મ પુદ્ગલોને જાણી-દેખી શકતા નથી, તો સામાન્ય મનુષ્યની તો વાત જ શું કરવી ? તે પછી જીવના ૨૪ દંડકોની ચર્ચામાં જણાવ્યું છે કે કેટલાક જીવો તે સૂક્ષ્મ પરમાણુઓને જાણી-દેખીને આહારમાં લે છે અને કેટલાક જાણ્યાખ્યા વગર (સૂ૦ ૯૯૫–૯૯૮). સૂ૦ ૯૯૯માં આદર્શ—દર્પણ, અસિ આદિ ચકચકિત પદાર્થોમાં જે પ્રતિબિંબ પડે છે તેને જેનાર શું જુએ છે તે ચર્ચા પ્રસંગે આદર્શ આદિને અને પોતાને જોતો નથી પણ માત્ર પ્રતિબિંબને જુએ છે એમ જણાવ્યું છે. પ્રસ્તુતમાં પ્રતિબિંબ માટે પ્રતિભાગ (ઉમા) એ શબ્દનો પ્રયોગ છે. આ સૂત્રના પાઠમાં આદર્શને જુવે કે નહિ, તે બાબતમાં પાઠાંતર છે. આચાર્ય મલયગિરિને મતે આદર્શને પણ જુવે એવો પાઠ છે, પણ અન્ય બધી પ્રતોમાં અને જુના ગુજરાતી ટબામાં તેથી વિરુદ્ધ પાઠ છે. આનું સમાધાન એ હોઈ શકે કે માત્ર દશ્ય વિષયની અપેક્ષાએ આચાર્ય મલયગિરિએ વ્યાખ્યા કરી અને આદર્શ પણ દશ્ય છે એમ માન્યું. પરંતુ દશ્ય ગમે તે હોય, પણ જે વિષયની ઉપયોગ અથવા તો વિકલ્પ આત્માને થાય તેને જ દૃશ્ય માનીએ તો પ્રતિબિંબ જોતી વખતે આપણને ભાન–ઉપયોગ કે વિકલ્પ તો આદર્શગત પ્રતિબિંબ વિષયક જ હોય છે. આથી આદર્શને તો નથી એમ કહેવું હોય તો ઉપયોગ–ભાનની દષ્ટિએ એમ પણ કહી શકાય. - પ્રતિબિંબ વિષેની રોચક ચર્ચા નિશીથભાષ્યમાં ગા૦ ૪૩૧૮ થી છે. અને સ્વાદાદરત્નાકરમાં તો તે સમગ્ર ચર્ચા વિસ્તારથી છે, પૃ. ૮૫૮થી. તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીકામાં પણ પ્રતિબિંબની રોચક ચર્ચા છે, ૫. ૨૪, પૃ. ૩૬૪. કંબલસાટક (કામળો) ને ગાઢ વણવામાં આવે કે પાંખો વણવામાં આવે, પણ તે સરખા પ્રદેશોને જ સ્પર્શે છે, આ વાત ઈન્દ્રિયના પ્રકરણમાં સ્પર્શ સામ્યને કારણે મૂકવામાં આવી હોય તેમ જણાય છે (૧૦૦૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy