________________
...[૮૫]..
ભાષાનું સ્વરૂપ અને ઉત્પત્તિ ભાષા એટલે જે બોલાય છે તે. અર્થાત અન્યને અવબોધ-જ્ઞાનમાં જે કારણ બને છે તે, એવો અર્થ ટીકાકાર કરે છે. એ ભાષાનું આદિ કારણ જીવ છે (૮૫૮) અર્થાત મૂલ કારણ જીવ છે. જીવ ન હોય તો ભાષા ઉત્પન્ન ન થાય. પણ તે મૂલ કારણું ઉપાદાનકારણ સમજવાનું નથી. તેનું ઉપાદાનકારણ તો, પ્રજ્ઞાપના પ્રમાણે, ભાષાદ્રવ્યના પુદગલો છે, જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે (૮૭૭[૬]). તેવાં પુગલો પણ જ્યારે સ્થિતિશીલ હોય છે ત્યારે જ જીવ તેમનું ગ્રહણ (૮૭૭[૧]) કરે છે. જીવ ભાષાપુગલોનું ગ્રહણ શરીર વડે કરે છે, અને ભાષારૂપે તેનું પરિણમના કરે છે. જૈન પરિભાષામાં તેને “કાયયોગ વડે ગ્રહણ કરે છે', એમ કહેવાય છે એમ પ્રજ્ઞાપનામાં કહ્યું છે (૮૫૮, ૮૫૯). શરીર વડે ગ્રહણ કરાયેલાં ભાષાનાં પુગલો ભાષારૂપે પરિણત થઈને જ્યારે નીકળે છે, ત્યારે તેનો આકાર કેવો હોય છે તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે તે વબ્રકાર છે (૮૫૮). ટીકાકાર જણાવે છે કે ભાષા જ્યારે નીકળે છે ત્યારે સમગ્ર લોકમાં તેનાં પુગલો વ્યાપી જાય છે અને લોકનો આકાર વસ્ત્રકાર છે તેથી ભાષાને પણ વસ્ત્રકાર કહી છે? પ્રજ્ઞાપનામાં પણ એ સ્પષ્ટ જણાવ્યું છે કે ભાષાનું પર્યવસાન લોકાન્તમાં છે (૮૫૮), એટલે કે ભાષાના પુગલો ફેલાઈને સમગ્ર લોકને ભરી દે છે. એ તેથી આગળ જઈ શકતા નથી તેનું કારણ એ છે કે ગમનમાં સહાયભૂત દ્રવ્ય ધર્માસ્તિકાય લોકમાં જ છે, તેથી બહાર નથી.
ગ્રહણ કરાયેલા ભાષાના પુદગલો ભાષારૂપે પરિણત થઈને બહાર નીકળે એમાં માત્ર બે સમય જેટલો કાળ જાય છે (૮૫૯), કારણ કે પ્રથમ સમયમાં ગ્રહણ છે અને દ્વિતીય સમયમાં નિસર્ગ છે–બહાર નીકળે છે.'
પુદ્ગલો પરમાણુથી માંડીને અનંતપ્રદેશ સ્કંધરૂપે હોય છે. તેમાંથી જે સ્કંધો અનંતપ્રદેશી છે તેનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી છે (૮૭૭ [૩]) અને તે અંધ પણ જો ક્ષેત્રની દષ્ટિએ અસંખ્યાત પ્રદેશમાં સ્થિત હોય તો ભાષાને યોગ્ય છે (૮૭૭૪]), અન્યથા નહિ. કાળની દષ્ટિએ ભાષાના પુદ્ગલો એક સમયથી માંડીને અસંખ્યાત સમયની સ્થિતિવાળા હોય છે. (૮૭૭[૫]). અર્થાત તે પુદ્ગલોની ભાષારૂપે પરિણતિ એક સમય પણ રહે અથવા તો વધુમાં વધુ અસંખ્યાત સમય સુધી પણ રહે છે. ગ્રહણ કરાયેલા ભાષાના પુદગલોમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના જે પ્રકારો છે તે, પ્રત્યેક ભાષાપુદ્ગલોમાં એકસરખા નથી હોતા, પણ, સમગ્રભાવે વિચારવામાં આવે તો એટલે કે ભાષા માટે ગ્રહણ કરાયેલા સમગ્ર પુગલોનો વિચાર કરવામાં આવે તો, તે બધા જ પ્રકારોનો સમાવેશ એમાં થઈ જાય છે. અર્થાત પુગલનો રસાદિરૂપ કોઈ પણ પરિણામ ભાષાના પુલમાં ન હોય એમ બનતું નથી; બધા જ પરિણામો તેમાં મળી આવે છે (૮૭૭ [૬] થી ૮૭૭[૧૪]). પણ તેમાં અપવાદ છે તે પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે સ્પર્શની બાબતમાં વિરોધી સ્પર્શેમાંથી એક જ સ્પર્શનું ગ્રહણ થાય છે એથી પ્રત્યેકમાં
૧. “માણે તિ માપા” –૪૦ ૮૦, ૨૪૬ વા ૨. મા લકવવોપર્વગમતા”—H૦ ટી૦, ૨૬૬ અ. ૩. પ્ર. ટી., ર૬૬ 4. ૪. પ્ર. ટી., ૨૫૬ ૨. ૫. આચાર્ય ભદ્રબાહુના કથનાનુસાર કાયયોગથી ભાષાદ્રવ્યના પુદગલોનું ગ્રહણ થાય છે અને વાગ્યોગથી
નિર્ગમન થાય છે. આવશ્યકનિયુક્તિ, ગા૦ હ; વિશેષ૦, ગા૦ ૩૫૩. ૬. પ્રસ્તુતમાં ટીકાકાર વ્યાખ્યાબેદની પણ નોંધ લે છે. ૦ ટી, પત્ર ૨૬૨ ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org