________________
સંપાદકીય
જૈન આગમ સાહિત્યમાં અનેક સ્થળે વિપુલ પ્રમાણમાં મળે છે, અને તે બધું નોંધતાં કાર્ય તો ગુરુ થાય જ, ઉપરાંત એ કામને પહોંચી વળવાના સમયની પણ સમસ્યા છે. તેથી એ માટે અભ્યાસી જિજ્ઞાસુઓને અન્યાન્ય આગમ ગ્રન્થો જેવા તથા તજજ્ઞ વિદ્વાનોનો સંપર્ક કરવા ભલામણ કરીએ છીએ.
પ્રસ્તુત પ્રતાપના સૂત્રનો પરિચય તેમાં આવતી મહત્વની સાંસ્કૃતિક સામગ્રી આદિ વિવિધ વસ્તુઓ આ ગ્રંથના બીજા ભાગની પ્રસ્તાવનામાં આપવામાં આવશે.
ત્રણસ્વીકાર પ્રસ્તુત સંપાદનમાં જે બહુમૂલ્ય હસ્તપ્રતિઓનો અમે ઉપયોગ કર્યો છે, તે પ્રતિઓનો સરળતાથી ઉપયોગ કરી શકાય, એ માટે એ પ્રતિઓને લાંબા સમય સુધી અમારી પાસે રહેવા દેવામાં તે તે જ્ઞાનભંડારોના વહીવટકર્તા મહાશયોએ ખૂબ ધીરજ દાખવીને ખૂબ જ મહાનુભાવતા બતાવી છે; આથી તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને સવિશેષ ધન્યવાદ આપીએ છીએ.
જિનાગમવાચનપ્રવીણ મુનિવર્ય શ્રી જ્યઘોષવિજયજીએ પ્રસ્તુત ગ્રંથનાં મુદ્રિત ફોર્મ જોઈને કેટલાંક સ્થળો વિષે ઉપયોગી સૂચના આપી છે, તે બદલ અમો તેમનો સાદર આભાર માનીએ છીએ.
અમારા સર્વે કોઈ સંશોધન કાર્યમાં જરૂર જણાય ત્યારે સદાને માટે ઉપયોગી પરામર્શ કરીને સહાય કરનાર ભારતીય દર્શનોના ગંભીર અભ્યાસી વિદર્ય મુનિરાજ શ્રી અંબૂવિજ્યજી તથા પં. શ્રી બેચરદાસભાઈ દોશીનો અમે અહીં સાદર આભાર માનીએ છીએ.
સુશ્રાવક મંત્રીઓ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી જયંતિલાલ રતનચંદ શાહ અને શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી આદિ મહાવીર જૈન વિદ્યાલય આગમ પ્રકાશન સમિતિના સભ્યોએ પ્રસ્તુત સંપાદન કાર્યની એવં સમગ્ર આગમ પ્રકાશન કાર્યની ઉપયોગિતા અને ગાંભીર્યને સમજીને લાંબા સમય સુધીની ધીરજ દાખવીને અમારા કાર્યમાં જે સહયોગ આપ્યો છે, તે બદલ તેમના પ્રશંસનીય કાર્યની અનુમોદના પુર:સર તેમને ધન્યવાદ આપીએ છીએ.
બધાય આગમ ગ્રંથોના શાસ્ત્રીય સંપાદન કાર્યની પૂર્ણતા જેવા માટે અવિરત વેદના અનુભવતા શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈ (સહમંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમ પ્રકાશન વિભાગ) એ પ્રકાશન કાર્યને વેગ આપવા માટે તેમ જ શ્રેષ્ઠ મુદ્રણની ચકાસણી કરવામાં જે સહયોગ આપ્યો છે તે અમારા જ નહીં કિન્તુ આગમ પ્રકાશનમાં રસ ધરાવનાર સ. કોઈના માટે પ્રશંસનીય છે.
શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા (મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય) એ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણ સંબંધિત પ્રત્યેક કાર્યમાં જાત દેખરેખથી નિરંતર વ્યવસ્થા કરીને અમારા કાર્યમાં અનુકૂળતા કરી છે. તેઓનો આ શ્રમ અમારા અને આ કાર્યમાં રસ ધરાવનાર સર્વના ધન્યવાદને પાત્ર છે.
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ના ઉપસંચાલક (અત્યારે ફરજ ઉપરના ડાયરેકટર) . નગીનદાસ જીવણલાલ શાહે પ્રસ્તુત “સંપાદકીય”નો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ્યો છે. તે બદલ અમે તેઓ પ્રત્યે અમારો કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org