________________
સંપાદકીય
પ્ર॰ પ્રતિ—શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર, વડોદરામાં રહેલા વિવિધ ભંડારો પૈકીના પ્રવર્તક શ્રીમત કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહની આ પ્રતિ છે. સૂચિમાં આનો ક્રમાંક ૧૧૬૪ છે. સંક્ષેપમાં અર્થ જાણવા—જણાવવાના હેતુથી આ પ્રતિના પ્રત્યેક પત્રના માર્જિનમાં પ્રજ્ઞાપનાત્રની આચાર્ય શ્રી મલયગિરિસૂરિરચિત ટીકાને ટૂંકાવીને લખવામાં આવી છે. પ્રતિની પત્રસંખ્યા ૨૧૫ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક સૃષ્ટિમાં ૧૩ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૪૨ અને વધુમાં વધુ ૪૭ અક્ષરો છે. કોઈ અભ્યાસી વિદ્વાને શોધેલી પ્રતિ છે. સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. લંબાઈ-પહોળાઈ ૯ × ૪ ઇંચપ્રમાણ છે. મૂલપાડના અંતમાં લેખકની પુષ્પિકા આદિ કંઈ લખ્યું નથી. પણુ મૂલપાની સાથે જ લખાયેલ ઉપર જણાવેલ ટીકાસંક્ષેપના અંતમાં આ પ્રમાણે પુષ્પિકા :
૧૩
श्रीमलयगिरिविरचिता टीका किंचित् संक्षिप्य लिखिता । वा । नरचंद्रेण । श्रीः ॥ संवत् १७७६ फाल्गुन वदि १२.
પુર્ પ્રતિ—શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં રહેલા અનેક હસ્તલિખિત ભંડારો પૈકીના મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહની આ પ્રતિ છે. સૂચિમાં આનો ક્રમાંક ૬૬૯૫ છે. કોઈ વાચકે આ પ્રતિને પ્રત્યંતર સાથે મેળવીને પાડો ઉમેરેલા છે તથા ક્વચિત્ ટિપ્પણી પણ લખેલી છે. આની પત્રસંખ્યા ૨૦૦ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ઠિમાં ૧૩ પક્તિઓ છે. પ્રત્યેક પક્તિમાં ૫૦ અક્ષરો છે; જવલ્લે જ કોઈ પક્તિમાં ૪૫ અને ૪૭ અક્ષરો છે. સ્થિતિ સારી અને લિપિ શ્રેષ્ઠ છે. લંબાઈ-પહોળાઈ ૧૦ × ૪ ઇંચપ્રમાણ છે. અંતમાં લેખકની પુષ્પિકા આ પ્રમાણે છે :
संवत् १६११ वर्षे जेष्ट (ज्येष्ठ) शुदि ७ सोमे । अद्येह श्रीपत्तनवास्तव्यः श्रीश्रीमालज्ञातीय । સુગંધી ઇ(ટુ)વે । સુંગંધી નાથા સુત શ્રેષ્ટિ(છિ) TMાંસા માર્યાં સુશ્રાવિધા હાંસઝવે। પુત્ર ૪ (શ્રે॰) સિઁવ | સે॰ સીવા॰ | સે॰ મેલીં॰ | સે સિધૂ | સમસ્તકુટ(કું)યુતૈઃ સે૦ સીવાન! શ્રીપૂર્ણિમાપક્ષે प्रधानशाखायां । भ० श्रीभुवनप्रभसूरि तत्पट्टे भ० श्री श्रीकमलप्रभसूरि तत्पट्टे भ० श्री ५ पुण्यप्रभसूरीश्वराणां उपदेशेन। श्रीपन्नवणाउपांगसूत्र लिषा (खा ) प्य स्वगुरुभ्यः प्रदत्तं । वाच्यमानं चिरं जीयात् । भद्रं भवतु ॥ શ્રીવસ્તુ ।। શુક્ષ્મ સૂયાત્ ॥ છે ।।
पु२ પ્રતિ— —આ પ્રતિ પણ ઉપર જણાવેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની છે. સૂચિમાં આનો ક્રમાંક ૬૭૦૯ છે. કોઈ ખંતીલા અભ્યાસી વિદ્વાને આ પ્રતિ શોધી છે અને ક્વચિત્ ટિપ્પણી પણ લખી છે. આની પત્રસંખ્યા ૩૪૬ છે. ૨૧૨મા પત્રનો અંક બેવડાયો છે તેથી કુલ પત્રસંખ્યા ૩૪૭ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૧ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૩૨ અને વધુમાં વધુ ૩૮ અક્ષરો છે. સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. લંબાઈ-પહોળાઈ ૧૦૪૪ ૪૨ ઈંચપ્રમાણ છે. અંતમાં લેખકની પ્રશસ્તિ–પુપિકા આદિ નથી. લિપિ અને આકાર-પ્રકારથી કહી શકાય કે આ પ્રતિ વિક્રમના ૧૭મા શતકમાં લખાયેલી હોવી જોઈ એ.
પુરૂ પ્રતિ—આ પ્રતિ પણ ઉપર જણાવેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની છે. સૂચિમાં આનો ક્રમાંક ૭૨૫૦ છે. આની પત્રસંખ્યા ૧૪૬ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક સૃષ્ટિમાં ૧૫ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા પર અને વધુમાં વધુ ૫૮ અક્ષરો છે. સ્થિતિ સારી અને લિપી અતિ સુંદર છે. લંબાઈ-પહોળાઈ ૧૨૪૪ ૢ ઇંચપ્રમાણ છે. અંતમાં લેખકની પુષ્પિકા આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org