________________
|| ઞયન્તુ ચીતા:॥
સંપાદકી ચ
પ્રતિપરિચય
પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્રના સંશોધનકાર્યમાં કુલ નવ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. આ નવ પ્રતિઓમાં હું À૦ અને ૬૦ સંજ્ઞક પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે, ૬૦ અથવા વી, ૬૦ પુર્ પુ૨ અને પુરૂ—આ પાંચ પ્રતિઓ કાગળ ઉપર લખાયેલી છે, અને મુ॰ સંજ્ઞક આદર્શ મુદ્રિત છે. પ્રસ્તુત પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે.
કું॰ પ્રતિ—શ્રી શાન્તિનાથજી તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર, ખંભાતની તાડપત્રીય પ્રતિ છે. પ્રાચ્યવિદ્યામંદિર–વડોદરાથી પ્રકાશિત થયેલી આ ભંડારની સૂચિમાં આ પ્રતિનો ક્રમાંક ૧૭ છે. પત્રસંખ્યા ૧૬૧ છે. લંબાઈ-પહોળાઈ ૩૨૦૨૪૨.૫ ઇંચપ્રમાણ છે. સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. અંતમાં લેખકની પ્રશસ્તિ—પુષ્પિકા આદિ કંઈ લખ્યું નથી, છતાં પ્રતિની લિપિના આધારે અનુમાનથી કહી શકાય કે આ પ્રતિ વિક્રમના ૧૪મા શતકના અંતમાં લખાયેલી હોવી જોઈ એ.
૩૦ પ્રતિ—જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભસૂરિ જ્ઞાનભંડારની આ તાડપત્રીય પ્રતિ છે. સૂચિમાં આ પ્રતિનો ક્રમાંક ૨૭ છે. પત્ર સંખ્યા ૧૭૦ છે. સ્થિતિ સારી અને લિપિ શ્રેષ્ઠ છે. લંબાઈ-પહોળાઈ ૩૨‡×૨ ઇંચપ્રમાણ છે. વિક્રમસંવત્ ૧૩૮૯ માં આ પ્રતિ લખાઇ છે. સંવતના નિર્દેશ સિવાય અંતમાં લેખકની પ્રશસ્તિ-પુષ્પિકા આદિ કંઈ નથી.
ધ॰ પ્રતિ—આ પ્રતિ પણ જેસલમેરના કિલ્લામાં રહેલા ઉપર જણાવેલા ભંડારની જ તાડપત્રીય પ્રતિ છે. સૂચિમાં આ પ્રતિનો ક્રમાંક ૨૯ છે. આમાં પત્ર ૧થી ૩૩૩માં પ્રજ્ઞાપનાસૂત્ર મૂલ છે અને ૩૩૪થી ૩૫૦ પત્રમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પ્રજ્ઞાપનાસૂત્રપ્રદેશવ્યાખ્યા છે. પ્રતિની સ્થિતિ સારી અને લિપિ સુંદર છે. પત્ર ૭, ૧૧, ૧૫, ૧૯, ૨૬, ૨૪૭થી ૨૪૯, ૨૫૩, ૨૫૪, ૨૬૧થી ૨૬૩ અને ૨૯૧ એમ કુલ ૧૪ પત્ર અપ્રાપ્ય છે. લખાઈ-પહોળાઇ ૩૨૨ ×૨} ઇંચપ્રમાણ છે. અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે :
संवत् १४८९ वर्षे मार्ग सुदि १० सोमे प्रज्ञापनासूत्र प्रदेशव्याख्या लिखापिता सा. बलिराजेन ॥ छ ॥ श्रीमत् खरतरगच्छे श्रीजिनभद्रसूरीश्वराणां भांडागारे ||
પ્રસ્તુત જ્ઞાનભંડારમાં પરીખ ધરાશાહ અને સા. બલિરાજ–ઉદ્યરાજે લખાવેલા ગ્રંથોનું પ્રમાણ વધારે છે. આ પ્રતિ પરીખ ધરાશાહે લખાવેલી હશે એવા અસ્પષ્ટ ખ્યાલથી અમોએ આની ૧૦ સંજ્ઞા આપી છે, પણ આ પ્રતિ બલિરાજે લખાવેલી છે તે જો પ્રારંભમાં યાદ આવ્યું હોત, તો તેની અમો ૬૦ સંજ્ઞા આપત.
મ॰ અથવા વી॰ પ્રતિ—શ્રી
મહિમાભક્તિ જૈન જ્ઞાનભંડાર, બીકાનેરની આ પ્રતિ વિક્રમના ૧૭મા શતકમાં લખાયેલી છે. આ પ્રતિની ૬૦ સંજ્ઞાના ખદલે એકાદ સ્થળે વીં પણ અપાઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org