________________
[૨૨]... પપાતિક અને જીવાભિગમ એ બન્ને ઉપાંગોનો ઉલ્લેખ નંદીની ઉત્કાલિકશાસ્ત્રની સૂચીમાં છે. એ જોતાં અને તેનું વસ્તુ જોતાં એ પણ દશવૈકાલિકના સમયની આસપાસ, જ્યારે કે આરાતીય આચાર્યોએ અંગગ્રંથોના વિષયને પ્રકરણબદ્ધ કરી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારની જ રચના હોવાનો વધારે સંભવ છે. વળી, તેમને અંગનાં ઉપાંગ તરીકે સ્થાન મળ્યું છે તે પણ તેમના રચનાકાળને પ્રાચીન જ કરાવે છે. છેદગ્રંથોમાં સમાવિષ્ટ થતા દશા, ક૯૫ અને વ્યવહાર એ આચાર્ય ભદ્રબાહની કતિ તરીકે પ્રસિદ્ધ છે એટલે તેમનો સમય પણ વીરનિર્વાણ ૧૭૦ આસપાસ નિશ્ચિત છે. એટલે કે તે પણ વિક્રમપૂર્વે ૩૦૦ વર્ષે બની ચૂક્યા હતા. નિશીથસૂત્ર તો આચારાંગની ચૂલિકારૂપ છે. યદ્યપિ ચૂર્ણિકારને મતે તે ગણધરો છે, પણ ચૂણિથી પણ પ્રથમ રચાયેલ નિર્યુક્તિ તેને સ્થવિરગ્રથિત કહે છે. તેથી તે વાત માન્ય કરવી જોઈએ કે સ્થવિરના વિષયમાં પણ મતભેદ છે. પંચકલ્પચૂણિ તો તેને સ્પષ્ટતઃ ભદ્રબાહુકક માને છે છે, જ્યારે સ્વયં નિશીથને અંતે આવતી ગાથામાં તેને વિશાખાચાર્યકૃત ગણ્યું છે. એને ભદ્રબાહુકૃત માનીએ કે વિશાખાચાર્યકૃત અથવા કોઈ જૂના વિરકૃત, પણ તેથી તેના સમયમાં એવો ખાસ ભેદ પડતો નથી. કારણ, એ શ્વેતાંબર-દિગંબરના ભેદપૂર્વની રચના છે એ તો નિશ્ચિત જ છે; બન્ને સંપ્રદાયોમાં અંગબાહ્યમાં તેનો સમાવેશ છે. આચાર્ય ઉમાસ્વાતિ પણ તેનો ઉલ્લેખ કરે જ છે. વળી સ્વયં ભદ્રબાહુ પણ વ્યવહારમાં નિશીથનો આચારપ્રક૯૫ને નામે ઉલ્લેખ કરે જ છે. આ દષ્ટિએ તેને વીરનિર્વાણ ૧૫૦ આસપાસની રચના માની જ શકાય તેમ છે. વિશાખાચાર્યકૃત તેનું અંતિમરૂપ સ્વીકારીએ તોપણ તે ૧૭૫ વીરનિર્વાણમાં બની ચૂક્યું હતું એમ માની શકાય છે. અર્થાત વિક્રમપૂર્વ ૩૦૦ માં તો એ બની ચૂક્યું હતું એમ માની શકાય છે.
“મૂલ” તરીકે ઓળખાતા ચાર ગ્રંથોમાંથી દશવૈકાલિકનો સમય નિશ્ચિત જ છે. તે આચાર્ય શર્યાભવની રચના છે. આચાર્ય શય્યભવનું મૃત્યુ વીરનિર્વાણ ૯૮ માં થયું. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપૂર્વ ૩૭ર પહેલાં ક્યારેક થઈ. તેમાં જે ચૂલિકાઓ છે તે ત્યારપછી તેમાં જોડવામાં આવી છે. અને તેને વિષેની પરંપરા એવી છે કે તે સ્થૂલભદ્રના સમયમાં જોડવામાં આવી. આ સિવાય દશવૈકાલિકમાં કશું જ નવું જોવામાં આવ્યું નથી. અને, ભાષાના સંસ્કારને બાદ કરીએ તો, તે તેના જૂના રૂપે સચવાયું છે. ઉત્તરાધ્યયનની સંકલના શ્વેતાંબરદિગંબર મતભેદ પહેલાં થઈ ગઈ હતી તે દિગંબરોની અંગબાહ્ય સૂચીને આધારે કહી શકાય છે. વિદ્વાનોએ તે સંકલનાને વિક્રમપૂર્વ બીજી કે તીજી શતાબ્દીની સ્વીકારી છે. આવશ્યક સૂત્રના છ અધ્યયનોમાંનાં ચારનો ઉલ્લેખ તો દિગંબર સૂચીમાં પણ છે. અને અંગોમાં જ્યાં કોઈ પણ મુનિના અધ્યયનનો પ્રસંગ છે ત્યાં સામાગુચનgયાÉ દિસંપાઉં એવો ઉલ્લેખ આવે છે. એ ઉપરથી જણાય છે કે અધ્યયનક્રમમાં સર્વપ્રથમ સ્થાન આવશ્યકના સામાયિક અધ્યયનને છે. આથી માની શકાય કે તેની રચના પણ ગણધરકૃત અંગસમકાલીન છે. પિંડનિર્યુક્તિ અને વિકલ્પ ઓધ નિર્યુક્તિ એ “મૂળ” મનાય છે. આ બન્ને નિર્યુક્તિઓ જૂની છે. આચાર્ય ભદ્રબાહુની નિર્યુક્તિ પહેલાં પણ નિર્યુક્તિઓ હતી, એનું પ્રમાણ મળે છે. સંભવ છે તેનું વિદ્યમાનરૂપ ભદ્રબાહુ દ્વિતીયને આભારી હોય; પણ તેમાંની ઘણી ગાથાઓ એમ ને એમ જૂની પણ લઈ લેવામાં આવી હોય. આમ માનવું એ કારણે વ્યાજબી છે કે નિયુક્તિની ઘણી ગાથાઓ દિગંબરોના મૂલાચારમાં પણ મળે છે. આ દૃષ્ટિએ યદ્યપિ તેને છેલ્લે સંસ્કરણ ભદ્રબાહુ દ્વિતીય કૃત માનીએ તો પણ તેનું જૂનું રૂપ તેથી પહેલાં પણ માનવું જોઈએ. દ્વિતીય બ્રબાહુનો સમય વિક્રમ પાંચમી-છઠ્ઠી શતાબ્દી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org