________________
...[૧૯]...
વળી, છેદ સૂત્રોનો વર્ગ તેની રહસ્યમયતાને કારણે પૃથ રહે તે પણ આવશ્યક જણાતાં અલગ પડ્યો હશે. મૂળ” વિભાગ ક્યારે અને શા માટે પડ્યો હશે એ જાણવું કહેણ છે. પણ કલ્પના તરીકે એમ કહી શકાય કે દીક્ષિતને સર્વપ્રથમ એ વર્ગના શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક મનાયું હતું એટલે એ મૂળસૂત્રો મનાયાં. સમગ્ર કૃતની ચૂલિકારૂપે જ નંદી અને અનુયોગદ્વારની રચના થઈ છે. એટલે એ બેનો સમાવેશ “ચૂલિકા સૂત્ર” નામના વર્ગમાં થાય એ સ્વાભાવિક છે. ઉપાંગ, છેદ, મૂલ, ચૂલિકા એ બધા વિભાગો અંગબાહ્યમાં સમાવિષ્ટ પ્રકીર્ણક ગ્રંથોમાંથી ચૂંટીને કરવામાં આવ્યા, એટલે બાકી રહેલાં નાનાં પ્રકીર્ણકો “પ્રકીર્ણક” કહેવાયાં. આમ શ્રતવિભાગો કાળક્રમે સ્થિર થયા હશે. અને આધુનિક કાળે આ જ વિભાગોમાં અંગબાહ્ય વિભક્ત કરવામાં આવે છે. આ પ્રમાણે વર્ગીકૃત શ્રતની સૂચી નીચે પ્રમાણે સ્થિર થઈ_જે આજે થોડા ફેરફાર સાથે સર્વત્ર શ્વેતાંબરોમાં માન્ય છે : ૧૧ અંગ : ૧. આચાર, ૨. સૂત્રકત, ૩. સ્થાન, ૪. સમવાય, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ..
૬. જ્ઞાતધર્મકથા, ૭. ઉપાસકદશા, ૮. અંતકૃદશા, ૯. અનુત્તરોપપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક. (૧૨. દૃષ્ટિવાદ
લુપ્ત છે.) ૧૨ ઉપાંગ : ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. વાભિગમ, ૪. પ્રજ્ઞાપના,
૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલી,
૯. કપાવર્તાસંકા, ૧૦. પુપિકા, ૧૧. પુછપચૂલિકા, ૧૨. વૃદિશા. ૬ છેદસૂત્ર : ૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુત, ૫. બૂકલ્પ,
૬. છતક૫. ૪મૂલ : ૧. ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક. ૪. પિંડનિર્યુક્તિ. ૧૦ પ્રકીર્ણ : ૧. ચતુદશરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિજ્ઞા, ૪. સંસ્તારક,
૫. તંદુલવૈચારિક, ૬. ચંદ્રધ્યક, ૭. દેવૈ સ્તવ, ૮. ગણિવિદ્યા,
૯. મહાપ્રત્યાખ્યાન, ૧૦. વીરસ્તવ. ૨ ચૂલિકાસુત્ર ઃ ૧. નંદી, ૨. અનુયોગદ્વાર.
આગામોને સમય તાત્ત્વિક દૃષ્ટિએ જેનપરંપરા માને છે કે આગમો અનાદિ-અનંત છે. અને તે તે વક્તાની દષ્ટિએ તે તે કાળે નવા બને છે. પણ આપણે તો અહીં ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરવાનો છે. આગમમાં જે શાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવે છે તે શાસ્ત્રના નિર્માણનો કાળ જ અહીં વિચારવો છે પછી ભલે ને તેનો પ્રતિપાદ્ય વિષય વિદ્યાની દૃષ્ટિએ તેથી પણ પ્રાચીન હોય.
આપણે આગળ જોયું તે પ્રમાણે બધા જ આગમો કાંઈ ગણધરકૃત નથી મનાતા; કેવળ અંગો જ ગણધરકૃત મનાયાં છે. અને એ અંગોની રચનાનો કાળ ગણધરોના કાળને માનીએ તોપણ જે અનેક વાચનાઓ થઈ પાટલીપુત્રની વીરનિર્વાણ ૧૬૦ વર્ષ પછી, માથુરીવાચના આચાર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં વીરનિર્વાણ ૮૨૭થી ૮૪૦ની વચ્ચે, અને લગભગ એ જ સમયે વલભીમાં
૨૨. આની વિશેષ ચર્ચા માટે જુઓ જૈન સાહિત્યકા બહ૬ ઇતિહાસ, પ્રતાવના, ૫૦ ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org