SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૮]... ગણાયાં. સ્થાનાંગ (સૂ) ૭૧), નંદી (સૂ૦ ૮૦) અને અનુયોગ (સૂ૦ ૫)ને આધારે કહી શકાય છે કે અંગબાહ્યમાં આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એવા વિભાગો પણ કરવામાં આવ્યા છે. અનુયોગદ્વારની વિશેષતા એ છે કે તેમાં વિભાગ આ પ્રમાણે છે : અંગ અંગબાહ્ય કાલિક ઉત્કાલિક આવશ્યક આવશ્યક વ્યતિરિક્ત પણુ નદી વગેરેમાં તે ભેદ આ પ્રમાણે છે : શ્રુત અંગ અંગબાહ્ય આવશ્યક - આવકવ્યતિરિક્ત કાલિક ઉત્કાલિક આમ બનવાનું કારણ એ જણાય છે કે અનુયોગમાં આવશ્યકની વ્યાખ્યા પ્રસ્તુત હતી એટલે કાલિક-ઉત્કાલિક ભેદો પ્રથમ બતાવી આવશ્યક ઉત્કાલિકાંતર્ગત હતું તે બતાવ્યું; જ્યારે નંદીમાં તો કોઈ વિશેષ શાસ્ત્ર પ્રસ્તુત ન હતું પણ આગમના ભેદો પ્રસ્તુત હતા તેથી કાલિક-ઉત્કાલિકને છેલું સ્થાન મળ્યું. પણ આધુનિક કાળે તાંબર સંપ્રદાયમાં આગમોનો વિભાગ જુદી જ રીતે પ્રચલિત છે તે આ પ્રમાણે ૧. અંગ, ૨. ઉપાંગ, ૩. છેદ, ૪. મૂળ, ૫. પ્રકીર્ણક, ૬. ચૂલિકા. જૈન શ્રતને આ પ્રમાણે વિભક્ત કરવાની પદ્ધતિ ક્યારથી શરૂ થઈ હશે એ કહેવું તો કઠણ છે, પણ તે કેવી પ્રક્રિયામાંથી પસાર થઈ હશે એ વિષે થોડું ક૯૫નાથી કહી શકાય એમ છે. આગમોના અંગ અને અંગબાહ્ય આ વિભાગ લાંબા કાળ સુધી ચાલ્યા હશે, પણ મધ્યકાળમાં આગમોને વિભક્ત કરવાની પદ્ધતિમાં ભેદ પડ્યો. એ પદ્ધતિ કયારથી શરૂ થઈ એ કહેવું તો મુશ્કેલ છે. પણ બારમી શતાબ્દી આસપાસ તો એ પદ્ધતિ શરૂ થઈ ગઈ હશે જ એમ લાગે છે. કારણ કે ધનેશ્વરના શિષ્ય શ્રીચંદ્ર સુખબોધા સમાચારીમાં અંગ અને તત્સંબંધી ઉપાંગોનો નિર્દેશ કર્યો છે. ૨૧. આના વિશેષ વિવરણમાં જુઓ-જન સાહિત્યકા બહદ ઇતિહાસ પ્રસ્તાવના પૃ૦ ૩૬; પ્રકાશક પાર્શ્વનાથ લવાશ્રમ શોધ સંસ્થાન, વારાણસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy