________________
...[૧૫]...
અંગ ગ્રંથોને આધારે ગ્રથિત કર્યાં તેમનો પણ સમાવેશ ક્રમે કરી આગમોમાં થતો ગયો છે, એ પણ હકીકત છે. આમ અંગ અને અંગબાહ્ય એવા બે વિભાગોમાં આગમો સામાન્યરીતે વહેંચાઈ જાય છે. નંદીત્રગત સમ્યક્ શ્રુતની ગણતરીમાં માત્ર અર્હત્પ્રણીત દ્વાદશાંગીને જ ગણવામાં આવી છે. પ વળી, તે જ નંદીમાં સાદિ સપર્યવસિત આદિના વિચારમાં પણ દ્વાદશાંગી જ લેવામાં આવી છે. ૬ સમવાયાંગ (સૂત્ર : ૧૩૬)માં પણ ભગવાન મહાવીરપ્રણીત ખાર અંગો જ ગણાવ્યાં છે. અનુયોગદ્વારમાં લોકોત્તર આગમપ્રભાણની ચર્ચામાં કેવળ દ્વાદશાંગનો જ ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખો એ સૂચવે છે કે મૂળે જૈનાગમ દ્વાદશાંગમાં જ સમાવિષ્ટ થતા. પણ સમયના વહેવા સાથે ગણધરોના શિષ્યોદારા અને આગળ ચાલતાં તેમની શિષ્યપરંપરામાં ક્રમે ક્રમે ખીજાં પણ શાસ્ત્ર રચાતાં ગયાં અને તે પ્રાયઃ મૂળ આગમને અનુસરતાં હોઈ ને, તેમને પણ શ્રુતમાં સ્થાન આપવામાં આવ્યું. આમ છતાં આગમમાં એ વિવેક કરવામાં આવ્યો જ છે કે કયા ગ્રંથો ગણધરપ્રણીત અને કયા તેથી ભિન્ન. આ વિવેકને લક્ષ્યમાં રાખીને જ અંગ અને અંગબાજી અથવા અંગપ્રવિષ્ટ અંગબાજી એવા ભેદો શ્રુતના કરવામાં આવ્યા છે.* દ્વાદશાંગીથી પૃથક્ એવા બધા આગમોનો સમાવેશ અંગખાદ્ય એ નામના વિભાગમાં કરવામાં દિગંબર અને શ્વેતાંબર એકમત છે. પણ અંગબાહ્યમાં કયા ક્રમે નવો નવો ઉમેરો થતો ગયો હશે તેનો સંપૂર્ણ તિહાસ જાણવાનું સાધન આપણી પાસે નથી. છતાં પણ એ કૃતિહાસની જે ત્રુટક કડીઓ મળી આવે છે તેને જોડીને જે ચિત્ર ખડું થાય છે તે આપવાનો પ્રયાસ કરીએ તો અનુચિત નહિ લેખાય.
આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં શ્રુતના બે ભેદો કરી અંગમાદ્યમાં જે નામો ગણાવ્યાં છે તે આ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદન, ૪. પ્રતિક્રમણુ, ૫. કાયવ્યુત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. દશા, ૧૦, ૨૫-વ્યવહાર, ૧૧. નિશીથ, ૧૨. ઋષિભાષિત આદિ. અહીં આદિ શબ્દથી સૂચિત થાય છે કે આ સિવાય પણ બીજા અંગમાહ્ય ગ્રંથો છે. ધવલા ટીકાકારે સ્પષ્ટરૂપે ૧૪ અંગબાહ્ય છે એમ કહ્યું છે. અને તેમણે જે ૧૪ નામો ગણાવ્યાં છે તે આ છે : ૧. સામાઈય, ૨. ચવીસત્થઓ, ૩. વંદા, ૪. પડિક્કમણ, પ. વેણુય, ૬. કિયિમ્સ, ૭. દસવેયાલિય, ૮. ઉત્તરયણુ, ૯. કપ-વવહારો, ૧૦. કપ્પાકપ્પિય, ૧૧. મહાકપ્પિય, ૧૨. પુંડરીય, ૧૩. મહાપુરીય, ૧૪. ગ્રિસીહય ૭.
જયધવલામાં ૮ આ ૧૪ અંગબાહ્ય ગ્રંથોની ‘ પ્રકીર્ણક ' એવી સામાન્ય સંજ્ઞા પણ આપવામાં આવી છે. ધવલા અને જયધવલામાં એ ૧૪ અંગબાહ્ય ગ્રંથોનો વિષય પણ વિગતે આપવામાં આવ્યો છે, અને તેથી, એમ કહી શકાય કે, વીરસેન આચાર્ય સમક્ષ એ સૂત્રો હોવાનો સંભવ ખરો. અંગો વિષે તો તેઓ સ્પષ્ટ રીતે કહે જ છે કે એ ક્રમે કરી નષ્ટ થઈ ગયાં, પણ ઉક્ત અંગખાદ્ય વિષે એમણે એવી કશી જ નોંધ કરી નથી.
ઉક્ત બંને સૂચીઓને આધારે એમ કહી શકાય કે નીચેના ગ્રંથો ધવલાકારના સમય સુધીમાં અંગબાહ્ય તરીકે પ્રસિદ્ધ હતા.
૧. સામાયિક, ૨. ચતુર્વિંશતિસ્તવ, ૩. વંદન, ૪. પ્રતિક્રમણ, ૫. કાયવ્યુત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન,
૧૫. નંદીસૂત્ર ૭૧.
૧૬. નંદીસૂત્ર ૭૩.
આનંદી૦ ૭૯; રાજવાર્તિક ૧.૨૦.૧૧.૧૩; ધવલા પૃ૦ ૯૬; તત્ત્વાર્થભાષ્ય ૧.૨૦.
૧૭. ધવલા પૃ૦ ૯૬ પ્રથમ ભાગ; જચધવલા પ્રથમ ભાગ પૃ૦ ૨૪, ૯૭.
૧૮. પૃ૦ ૧૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org