________________
...[૧૪]...
વળી, ભગવાન મહાવીરના સમયમાં મગધમાં વિસ્તાર પામેલો જૈનધર્મ ક્રમે કરી પશ્ચિમ અને દક્ષિણ તરફ વિસ્તરતો ગયો એટલે લોકભાષા પ્રાકૃતમાં તે તે દેશોની લોકભાષાનું વલણ દાખલ થાય એ સ્વાભાવિક છે. એટલે આજે મળતા આગમોમાં અર્ધમાગધીનાં લક્ષણો વિશેષ રૂપે ન મળે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જો વૈદિકોની જેમ જૈનોએ ભાષાનું મહત્ત્વ સ્થાપિત કર્યું હોત તો આમ ન બનત, એ અહીં આપણે નોંધવું જોઈએ. સંપ્રદાયભેદે શ્વેતાંબરો અને દિગંબરોમાં પણ ભાષાભેદ દેખાય છે. દિગંબરોના પ્રાકૃત ગ્રંથોમાં શૌરસેની પ્રાકૃતભાષાને વિશેષ મહત્ત્વ અપાયું છે. સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહેનાર ધરસેન અને દક્ષિણાપથથી તેમની પાસે આવનાર ભૂતલિ-પુષ્પદંત —એમાંના કોઈની પણ માતૃભાષા શૌરસેની હોવાનો સંભવ નથી. છતાં પણ વિદ્યમાન યખંડાગમ અને ત્યાર પછીના લગભગ બધા દિગંબર પરંપરાના ગ્રંથોની—પછી ભલે તે તે ભારતના ગમે તે ભાગમાં ગમે તે કાળે રચાયા હોય છતાં પણ તે સૌની—ભાષા શૌરસેની પ્રાકૃત છે. આથી એક વસ્તુ ફલિત થાય છે કે દિગંબરોએ વૈદિકોની જેમ જે એક ભાષા સર્વપ્રથમ સ્વીકારી તેનો સંબંધ મથુરા આસપાસના સેન પ્રદેશ સાથે છે. અને એવો પણ વધારે સંભવ છે કે તેઓનું પ્રસ્થાન શસેન દેશથી દક્ષિણ તરફ થયું હશે અને તેઓ ત્યાંની શૌરસેની ભાષા સાથે લઈ ગયા હશે. પછી એ જ ભાષામાં સમગ્ર સાહિત્ય ક્રમે કરી નિર્માણ થયું.
જૈન આગમોની જે પ્રતો મૂળમાત્રની મળે છે અને જે પ્રતો સટીક આગમોની મળે છે. તેમાં પણ ભાષાભેદ દેખાય છે. કેટલીકવાર ‘વ' શ્રુતિને બદલે ‘7' શ્રુતિને સ્થાન વિશેષ રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ચૂર્ણિકારોની સામે આગમગ્રંથોની જે ભાષા હતી, અથવા તો ચૂર્ણિકારોએ આગમોની જે વાચના ભાષાની દૃષ્ટિએ સ્વીકારી છે, તેથી જુદી જ વાચના સંસ્કૃત ટીકાકારોની સામે છે, અથવા તો તેમણે ચૂણિસંમત વાચનાને મારીને આજે ઉપલબ્ધ વાચના તૈયાર કરી છે. વસ્તુત: શું થયું હશે એ કહેવું કહ્યુ છે, પણ એટલું નક્કી કે ણિ અને સંસ્કૃત ટીકા સંમત આગમોની વાચનામાં ભાષાભેદ છે. આ ભાષાભેદ કાળબળે ઉત્તરોત્તર થતો ગયો તેમ માનવું અથવા ટીકાકારોએ દુર્બોધતા ટાળવા માટે ભાષાની એકરૂપતા લાવવા સ્વયં પ્રયત્ન કર્યો એમ માનવું —એ હજી વિવાદનો જ વિષય ગણવો જોઈ એ. પણ એટલું નક્કી કે ટીકાના ઢાળ સુધીમાં જૈન આગમોની ભાષા પરિવર્તિત થતી રહી છે. અને તેણે પ્રાકૃતભાષાની પ્રકૃતિ—એટલે કે પરિવર્તિત થતાં રહેવું——જાળવી રાખી છે એમાં તો શક નથી.
શ્વેતાંબરોના આગમોની ભાષા પ્રાચીન ઢાળે અર્ધમાગધી હતી એમ સ્વયં આગમોના જ ઉલ્લેખ ઉપરથી નિશ્ચિત થાય છે. પણ આજે તો જેને વૈયાકરણો મહારાષ્ટ્રી પ્રાકૃતને નામે ઓળખે છે તે ભાષાની નજીકની એ પ્રાકૃત છે. આથી આધુનિક વિદ્વાનો એને જૈન મહારાષ્ટ્રી એવું નામ આપે છે. એ ભાષાની સમગ્રભાવે એકરૂપતા પૂર્વોક્ત શૌરસેનીની જેમ આગમ ગ્રંથોમાં મળતી નથી, અને ભાષાભેદના સ્તરો સ્પષ્ટરૂપે તજજ્ઞને જણાઈ આવે છે. આચારાંગમાં જ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની ભાષા સ્પષ્ટપણે કાળભેદ બતાવે છે, તે જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને ભગવતીસૂત્રની ભાષાનાં રૂપોમાં પણ પૂર્વોત્તર ભાવ સ્પષ્ટ છે. અને ભગવતી પછીનાં ભાષાનાં સ્થિર રૂપો જ્ઞાતા વગેરે કથાપ્રધાન આગમગ્રંથોમાં નજરે ચડે છે. આ સામાન્ય રૂપરેખા છે. પણ વસ્તુતઃ ભાષાની દૃષ્ટિએ આગમોનું આ વિભાજન ભાષાવિદોના અભ્યાસનો એક ખાસ વિષય બને એમ છે.
આગમો કેટલા ?
આગમોમાં સર્વપ્રથમ દ્વાદશાંગરૂપ ગણિપિટકને જ સ્થાન મળ્યું હશે એ નિર્વિવાદ છે, કારણ બન્ને સંપ્રદાયો તેને ગણધરગ્રથિત માને છે. પણુ ગણધરના શિષ્ય-પ્રશિષ્યોએ ઉત્તરોત્તર જે ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org