________________
- [૧૩]. રાજગૃહના વિપુલાચલ ઉપર આપે. આમ સ્થાન પરત્વે મતભેદ છતાં સામાન્ય રીતે બિહાર એ મૂળ આગમોની જન્મભૂમિ છે એમ કહી શકાય. પણ આમાં પણ થોડે અપવાદ કરવો આવશ્યક છે. સૂત્રકૃતાંગનું વૈતાલિક અધ્યયન, ટીકાકારોના મત પ્રમાણે, ઋષભદેવના ઉપદેશનો સંગ્રહ છે. આ દૃષ્ટિએ બિહારની બહાર પણ આગમની ઉત્પત્તિનાં મૂળ શોધવાં રહ્યાં. વળી, પૂર્વના આધારે ગ્રથિત ષટખંડાગમની રચના દક્ષિણમાં થઈ પણ તેનો “ઉપદેશ” સૌરાષ્ટ્રમાંથી તેના કર્તાઓને પ્રાપ્ત થયો. ૧૪ ઉત્તરાધ્યયનનો કેશી-ગૌતમ સંવાદ શ્રાવસ્તીમાં થયો. આચાર્ય ભદ્રબાહુ ક્યાંના નિવાસી હતા તે નિશ્ચિત નથી. તેમણે છેદ ગ્રંથો કલ્પ, વ્યવહાર અને () નિશીથની રચના કરી છે. વળી, તેમના વિષે શ્વેતાંબર સંપ્રદાયનો મત એવો છે કે તેઓ નેપાલમાં જઈ ધ્યાન-સમાધિમાં લાગી ગયા હતા. ત્યાં જઈ સ્થૂલભદ્રે તેમની પાસેથી દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. નંદીસૂત્રની રચના, તેનાં સમયની દૃષ્ટિએ, સૌરાષ્ટ્રમાં થઈ હોય એવો વધારે સંભવ છે. આચાર્ય કાલક યા શ્યામાચાર્યો પ્રજ્ઞાપનાની રચના કરી છે. તેઓ માળવાના ધરાવાસ નામક નગરના નિવાસી હતા. અનુયોગદ્વારના કર્તા આર્યરક્ષિત પણ માળવાના જ છે. આચાર્ય જિનભદ્રણિનું છતકલ્પ સૌરાષ્ટ્રમાં રચાયું હોય એવો અધિક સંભવ છે. મહાનિશીથ એ આચાર્ય હરિભદ્ર ઉદ્ધરેલ ગ્રંથ છે, એટલે એને રાજસ્થાન-ગુજરાતની રચના કહી શકાય. પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ દ્વિતીય ભદ્રબાહુની રચના હોવાનો સંભવ છે. તેઓ દક્ષિણના પ્રતિષ્ઠાનપુરના નિવાસી હતા.
વળી, આગમોની વાચના પાટલિપુત્ર, મથુરા અને વલભીમાં થઈ અને વલભીવાચનામાં થયેલ સંકલન અત્યારે શ્વેતાંબરસંમત આગમો છે. આ સ્થિતિમાં આગમોનો મૂળ ઉપદેશ બિહારમા થવા છતાં તેનું અંતિમ રૂપ સૌરાષ્ટ્રમાં સ્થિર થયું.
આ બધી વાતોનો વિચાર કરીએ તો કહેવું પડે છે કે સમગ્ર ભારતવર્ષ એ આગમોની રચનાભૂમિ છે. આ દષ્ટિએ જ તેની ભાષાનો વિચાર થવો જોઈએ.
આગમની ભાષા વેદો સંસ્કૃત ભાષામાં છે, જયારે જૈન-બૌદ્ધના આગમો પ્રાકૃતમાં છે. આમ થવાનું સ્પષ્ટ કારણ એ છે કે ભગવાન મહાવીર અને બુદ્ધિને પોતાનો ઉપદેશ જનતાના બધા વર્ગોમાં ફેલાવવો હતો, નહિ કે માત્ર ઉચ્ચ વર્ગમાં. વેદો એ તો બ્રાહ્મણોની સંપત્તિ; એમાં બીજાનો ગજ ન વાગે–એ માન્યતાના વિરોધમાં જ્ઞાન એ બધાને સમાનભાવે સુલભ થવું જોઈએ એવો ઘોષ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો હતો. વળી, જ્ઞાન માટે અમુક જ ભાષા વાહનરૂપે વપરાય અને તે પવિત્ર છે એવો ભ્રમ પણ તેમને નિવારવો હતો. એટલે બન્ને અરિહંતોએ તેમને ઉપદેશ લોકભાષામાં ગ્રથિત થાય એવો આગ્રહ રાખ્યો હતો. આથી ભગવાન મહાવીરનો ઉપદેશ ગણધરોએ તે કાળની પ્રાકૃત ભાષામાં ગ્રથિત કર્યો. એ ભાષાનું નામ શાસ્ત્રમાં અર્ધમાગધી આપવામાં આવ્યું છે. પાછળના પૈયાકરણએ માગધી અને અર્ધમાગધી ભાષાનાં જે લક્ષણે ગણાવ્યાં છે તે લક્ષણે આપણી સામે વિદ્યમાન આગામોમાં કવચિત જ મળે છે. એટલે પ્રાકૃત ભાષાની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એ ભાષા સદા પરિવર્તિત થતી રહી હશે એમ માનવાને કારણ છે. અને જે કારણે શાસ્ત્રોની ભાષા સંસ્કૃત નહિ પણ પ્રાકૃત રાખવામાં આવી હતી એટલે કે લોકભાષા સ્વીકારવામાં આવી હતી તે કારણે પણ લોકભાષા જેમ જેમ બદલાય તેમ તેમ એ શાસ્ત્રોની ભાષા બદલાવી જોઈએ એ અનિવાર્ય હતું.
१४. “तदो सम्वेसिमंगपुन्वाणमेगदेसो आयरियपरंपराए आगच्छमाणो धरसेणारियं संपत्तो। तेण वि
નોટ્ટવિલય-જિનિયરzળચંદ્રગુહિણ...” થવા માગ ૨, ૪૦ ૧૭..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org