________________
.[૧૧]... અર્થને પણ પ્રવચનના એકાર્થક તરીકે જણાવવામાં કાંઈ બાધા નથી આવો ખુલાસો જિનભદગણિએ કર્યો છે. ૧૩
શ્રુતપુરુષ આગમોનો માલિક વિભાગ અંગ” તરીકે ઓળખાય છે, તેની પાછળ સાહિત્યિક વિભાગ કરવાની પ્રાચીન પરંપરા કારણભૂત છે. જેમ સૃષ્ટિક્રમમાં પુરુષની કલ્પના કરવામાં આવી અને તેના વિવિધ અંગરૂપે બ્રાહ્મણદિ ચાર વર્ણોની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી અથવા તો લોકપુરુષની કલ્પના કરીને તેને આધારે સમગ્ર લોકના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. તે જ રીતે વિદ્યાપુરુષ કે શ્રુતપુરુષની પણ કલ્પના કરીને તેના અંગ-ઉપાંગરૂપે વિદ્યાસ્થાનોની કલ્પના થઈ. આ જ પરંપરાનું અનુસરણ કાવ્યપુરુષની કલ્પનામાં પણ છે. જેમ વૈદિક સાહિત્યમાં પણ વિદ્યાનાં અંગોની કલ્પના છે, તેમ જૈન શ્રતમાં પણ અંગ-ઉપાંગની કલ્પના કરવામાં આવી. સ્પષ્ટ છે કે શરીરમાં જેમ ઉપાંગોનો આધાર અંગ છે, તેમ આગમમાં પણ ઉપાંગનો આધાર અંગગ્રંથો જ બને. આ રીતે સમગ્ર આગમસાહિત્યમાં અંગગ્રંથોનું મહત્વ અધિક છે, એટલું જ નહિ પણ તે જ મૌલિક આગમો છે અને તેના આધારે અંગબાહ્ય કે ઉપાંગાદિ અન્ય આગમોનું નિર્માણ થયું છે. આ દષ્ટિએ ભગવાન મહાવીરનો અર્થોપદેશ સાંભળીને ગ્રથિત થયેલા મૌલિક આગમોને અંગ એવું નામ જે આપવામાં આવ્યું છે તે તેના મહત્વને સૂચવી જાય છે, સાથે જ તેની મૌલિકતાનું પણ સૂચન કરે છે.
અંગરચનાની આધારભૂત સામગ્રી આપણે એ જોયું કે અંગોની રચનામાં ભગવાન મહાવીરનો ઉપદેશ એ જ મુખ્ય આધાર છે, પણ એ વિચારવું પ્રાપ્ત છે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે તેમની પોતાની જ
૧૩, વિશેષા ગ૦ ૧૩૬૮-૭૫ :
सिंचइ खरइ जमत्थं तम्हा सुत्तं निरुत्तविहिणा वा । सूएइ सवइ सुव्व सिव्वइ सरए व जेणत्थं ॥ १३६८ ॥ अविवरियं सुत्तं पिव सुट्ठिय-बावित्तओ व सुत्तं ति । जो सुत्ताभिप्पाओ सो अत्थो अज्जए जम्हा ।। १३६९ ॥ सह पवयणेण जुत्ता न सुयत्थेगत्थया परोप्परओ । जं सुत्तं वक्खेयं अत्थो तं तरस वक्खाणं ॥१३७०॥ जुज्जइ च विभागाओ तिण्ह वि भिन्नत्थया न चेहरहा । एगत्थाणं पि पुणो किमिहेगत्थाभिहाणेहिं ।। १३७१ ॥ मउलं फलं ति जहा संकोय-विबोहह्मतभिन्नाई। अत्थेणाभिन्नाई कमलं सामओ चेगं ॥१३७२ ॥ अविवरियं तह सुत्तं विवरियमत्थो ति बोहकालम्मि । किंचिम्मत्तविभिन्ना सामन्नं पवयणं नेयं ।। १३७३ ॥ सामन्न-विसेसाणं जह वेगा-ऽणेगया ववत्थाए । तदुभयमत्यो य जहा वीसुं बहुपज्जवा ते य ॥१३७४ ॥ एवं सुत्त-ऽत्थाणं एगा-ऽणेगट्ठया ववस्थाए । पवयणमुभयं च तयं तियं च बहुपज्जयं वीरां ॥१३७५ ।।
–વિરોઘાવદમાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org