________________
...[૧૦].. (ભગવતી શ૦ ૨૦, ઉદ્દેશ ૮). સ્થવિર ભદ્રબાહરવામિએ એ પ્રવચનની ઉત્પત્તિ વિષે સુંદર રૂપક બાંધ્યું છે–
तव-नियम-नाणरुक्खं आरूढो केवली अमियनाणी । तो मुयह नाणवुहि भवियजणविबोहणहाए ॥ तं बुद्धिमएण पडेण गणहरा गिण्हिडं निरवसेसं । तित्थयरभासियाई गंथंति तओ पश्यणहा॥
આવશ્યકનિર્યુક્તિ (ગા. ૮૯-૯૦) તપ, નિયમ, સંયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થઈને અમિતજ્ઞાની–સર્વા-કેવલી ભવ્ય જનોના વિબોધને માટે જ્ઞાનની વર્ષા કરે છે. ગણધરો તેને સંપૂર્ણભાવે બુદ્ધિમય પટમાં ગ્રહણ કરીને, તે તીર્થકર ભાષિતની પ્રવચન અર્થે માળા ગૂંથે છે.” આમાં આવતા “પ્રવચન’ શબ્દો અર્થ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કર્યો છે તે આ છે–પાયે વચને વિશ્વામિત્ સુચના”......“ઘવથમવા સંજો' (ગા) ૧૧૧૨) અર્થાત પ્રગત વચન એ પ્રવચન છે અથવા તો સંઘ એ પ્રવચન છે. સંધને પ્રવચન કહેવાનું કારણ એ છે કે સંઘનો જ્ઞાનોપયોગ એ જ પ્રવચન છે તેથી સંઘ અને જ્ઞાનનો અભેદ માની સંઘને પ્રવચન કહ્યો. પ્રગત વચન એ પ્રવચન છે. તેનો અર્થ તેમને જે અભિપ્રેત છે, તે આ છે—ાથે ઘણાવ ચારસંમિg” (ગા. ૧૦૬૮), “મિ વલ્થ વાળવય ૨ વિયળ વો સામ સુથના વિસેરમો કુત્તમભ્યો ચ || (ગા૦ ૧૩૬૭) અર્થાત “ઘ” ઉપસર્ગના પ્રશસ્ત અને પ્રધાન એવા બે અર્થ છે તેથી પ્રશસ્ત વચન અથવા પ્રધાન વચનરૂપ શ્રુતજ્ઞાન એ પ્રવચન છે. શ્રુતજ્ઞાનમાં પણ પ્રધાન દ્વાદશાંગી હોઈ એ જ પ્રવચન નામે ઓળખાય છે. એ પ્રવચનના બે અંશ છે: શબ્દ અને અર્થ. શબ્દ એ સૂત્ર નામે ઓળખાય છે, અને તેના કર્તા ગણધરો છે. જે અર્થના ઉપદેશને આધારે તેમણે સૂત્રરચના કરી તે અર્થના કર્તા તીર્થંકર સ્વર્યું છે. અહીં પ્રશ્ન એ થશે કે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી માટે તેઓ તેના કર્તા કહેવાયા, પણ તીર્થંકરે અર્થોનો ઉપદેશ આપ્યો તે શું શબ્દ વિના ? શબ્દ રહિત તો ઉપદેશ સંભવે જ નહિ. તો પછી શબ્દના કર્તા પણ તીર્થંકરને શા માટે ન માનવા? આનો ખુલાસો જિનભદ્રગણિએ કર્યો છે કે તીર્થંકર કાંઈ કમે કરી બારે અંગોનો યથાવત્ ઉપદેશ દેતા નથી, પણ સંક્ષેપમાં સિદ્ધાંતોનો ઉપદેશ આપે છે, જેને વિસ્તારીને ગણધર સ્વપ્રતિભાથી એ ઉપદેશને બાર અંગમાં એ રીતે ગ્રથિત કરે છે કે સંઘના સૌકોઈ તેને સરળતાથી સમજી શકે. આ રીતે અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધરો છે.” સંક્ષેપમાં સિદ્ધાંતોનો ઉપદેશ કેવો હોય તેનું નિરૂપણ વ્યાખ્યાકારોએ કર્યું છે કે “૩ ના વિધારે ૪
ધુવે વા' આ માતૃકા પદયમાત્રનો ઉપદેશ તીર્થંકરો આપે છે અને તેને ગણધર વિસ્તારી બાર અંગરૂપે ગૂંથે છે.?
આચાર્ય ભદ્રબાહુ પ્રવચનના એકાર્થક શબ્દો તરીકે પ્રવચન, સૂત્ર અને અર્થ એ ત્રણને નોંધે છે; જોકે પ્રવચન એ સામાન્ય છે અને તેના જ બે ભેદો સૂત્ર અને અર્થે છે. અને વળી, સૂત્ર અને અર્થ પરસ્પર એક નથી છતાં પણ સામાન્ય અને વિશેષને અભિન્ન માનીને સૂત્ર અને
* વિશેષા, ગા૦ ૧૧૧૯, (આ નિયુક્તિ ગાથા છે.) ૧૦. વિશેષાગા. ૧૧૧૯-૧૧૨૪. ૧૧. જુઓ વિશેષા, ગા૦ ૧૧૨૨ ની ટીકા. ૧૨. દિવાણ તિત્તિ ૩ પવય સુત્ત તવ મત્ય | આવશ્યકનિગા૧૨૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org