________________
...[2]...
વિચાર કરીએ
આગમો શ્રુત શબ્દથી શા માટે ઓળખાયા એ સ્પષ્ટ થાય છે. આવાં વાક્યોથી એ સ્પષ્ટ થાય છે કે આગમના પઠન-પાઠનની દૈવી પ્રણાલી હશે. વળી, વિદ્યમાન આગમો ગણધર દ્વારા ગ્રંથિત છે, એનો પણ પુરાવો આવાં વાક્યોથી મળી જાય છે. આવાં વાક્યોની પરંપરા પાલિપિટકમાં પણ મળે છે. અને આગમ તથા પિટક બન્નેની રચનાનો કાળ અથવા તો મૂળ ઉપદેશનો કાળ એક જ હતો એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
.
આપણે આગળ જોઈ ગયા કે અનુયોગદ્રારમાં · સુલ્તાનમે ' શબ્દ પણ પ્રયુક્ત છે. આ ઉપરથી જણાય છે કે શબ્દરચના ‘ સૂત્ર ' નામે પણ પ્રસિદ્ધ હતી. આથી જ આગમો સૂત્ર નામે પણ પ્રસિદ્ધ થયા. ભારતીય સાહિત્ય પરંપરામાં ‘ સૂત્ર ’ નામે ઓળખાતી એક વિશિષ્ટ શૈલીમાં લખાયેલા ગ્રંથો સૂત્રગ્રંથો તરીકે પ્રસિદ્ધ થયા છે. વૈદિક પરંપરામાં ગૃહ્યુ અને ધર્મસૂત્રોનો એક વિશેષ પ્રકાર પ્રસિદ્ધ છે. વળી, વ્યાકરણ આદિ શાસ્ત્રોની રચના માટે પણ સૂત્ર શૈલી અપનાવવામાં આવી છે. આ શૈલીની વિશેષતા એ છે કે થોડામાં થોડા શબ્દોમાં વક્તવ્યને નાના નાના વાક્યોમાં ગૂંથી લેવું. જેમ વિવિધ પુષ્પોને એક સૂત્રમાં–દોરામાં બદ્ધ કરવામાં આવે છે, તેમ અનેક અર્થોને શબ્દરચના દ્વારા ગૂંથી લેવાતા હોઈ એ શબ્દરચના પણ સૂત્ર કહેવાય છે. સૂત્રશૈલીના મૃત્યુ કે ધર્મસૂત્રો જેવા વૈદિક ગ્રંથો જોનારને જૈન આગમો ‘ સૂત્ર ’ ન જ કહેવાવા જોઈ એ એમ લાગશે, કારણ, પ્રચલિત સૂત્રશૈલીથી જુદી જ શૈલીમાં એ લખાયા છે. પણ જૈનોએ પોતાના આગમો માટે ‘સૂત્ર’ શબ્દનો જે પ્રયોગ કર્યો છે, તે, તે પ્રકારની વિશિષ્ટ શૈલીને મુખ્ય માનીને નહિ, પણ, એ સૂત્રસાહિત્યનો મૂળ ઉદ્દેશ, આપણે ધ્યાનમાં લઈએ તો જણાશે કે, વૈદિક આચારપ્રણાલી વિષે જે વિવિધ ઉપદેશ કે વિચારણા થયેલ તેનો સંક્ષેપમાં સંગ્રહ કરી દેવો એ હતો. એ શ્વેતાં મહાવીરના ઉપદેશનો સંગ્રહ પણ સૂત્ર કહેવાય તો નવાઈ નહીં. આથી બન્ને સાહિત્યની શૈલીમાં ભેદ છતાં સૂત્રો કહેવાય. જેમ અનેક મણિઓ કે પુષ્પોને સૂત્રબદ્ધ કરવાથી તે સચવાઈ રહે છે, વીખરાઈ જતાં નથી, તેમ આચારના ઉપદેશને પણ ગ્રંથબદ્ધ કરવાથી તે સચવાઈ રહે છે, તેથી તેવા ગ્રન્થો સૂત્રો કહેવાયા હોય તો યોગ્ય જ છે. અર્થાત્ ‘સૂત્રપાત્ સૂત્રમ્ ' એવો અર્થ સૂત્રનો અભિપ્રેત છે. બૌદ્ધ ‘ મુવિ ’ પણ એ જ અર્થમાં ‘ સૂત્ર' છે; નહિ કે તેની શૈલી સૂત્રશૈલી છે તેથી. વળી, જૈનોની એવી પણ માન્યતા છે કે આગમના એક જ વાક્યને આધારે થતા અર્થબોધનું તારતમ્ય શ્રોતાની વિવિધ શક્તિને અનુસરીને અસંખ્યાતથી પણ વધારે પ્રકારનું છે. આથી આગમના એક જ વાક્યમાં અનેક પ્રકારે અર્થની સૂચના આપવાની શક્તિ હોઈ તેવાં વાક્યોના સંગ્રહને ‘ સૂત્ર’ નામથી ઓળખવામાં કશું જ અનુચિત નથી. તાત્પર્ય એ છે કે જૈન આગમ ‘સૂત્ર' એટલા માટે કહેવાય છે કે તેમાં વિવિધ અર્થોનો બોધ કરાવવાની–સૂચના કરવાની–શક્તિ છે. આ પ્રમાણે ‘સૂચનાત્ સૂત્રમ્’ એ અર્થમાં પણ સૂત્ર શબ્દનો પ્રયોગ માની શકાય.
દ્વાદશાંગીને ગણિપિટક' એવી સંજ્ઞા પણ આપવામાં આવી છે. બૌદ્ધ શાસ્ત્રસંગ્રહને ‘ પિટક ’ એવું નામ તે કાળે અપાયું છે. આ લક્ષમાં લેતાં શાસ્ત્રસંગ્રહ માટે ‘ ગણિપિટક ’ શબ્દનો પ્રયોગ તે કાળની ચાલુ પ્રથાને આભારી હશે. પિટક એટલે પેટી અર્થાત્ ગણના—આચાર્યના જ્ઞાનનો ભંડાર એટલે ‘ ગણિપિટક ’.
.
શ્રુત માટે પ્રાચીન શબ્દ ‘ પ્રવચન ’ પણ વપરાયો છે : · મિદ્દ નિળપવચળ ’*. ભગવતીમાં ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે કે પ્રવચન પ્રવચન કહેવાય કે પ્રવચની પ્રવચન કહેવાય ? આના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે અરિહંત એ પ્રવચની છે અને દ્વાદશ અંગો એ ‘ પ્રવચન ’છે
* વિશેષાવશ્યકભાષ્ય, ગા૦ ૧૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org