________________
[૮]... ગુરુ ગણધર પાસેથી મેળવ્યો. પણ તે ગુરુને પણ તે આત્માગમ ન હતો, પણ તીર્થંકરો પાસેથી મળેલ હતો. ગણધરોના પ્રશિષ્યો અને તેમની પરંપરામાં થનારા શિષ્ય-પ્રશિષ્યોને માટે તો અર્થ અને સૂત્ર બન્ને પરંપરાગમ જ કહેવાય આ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને અનુયોગમાં કહેવાયું છે કે તીર્થકરોને અથગમ એ આત્માગમ છે, ગણધરોને સૂત્રાગમ એ અમાગમ છે, અને અર્થીગમ એ અનcરાગમ છે. પણ ગણધરના શિષ્યોને સૂત્રાગમ એ અનન્તરાગમ છે, અને અર્થાગમ એ પરંપરાગમ છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે આગમમાં અર્થાત આગમનામે પ્રસિદ્ધ શાસ્ત્રમાં જે અર્થ = પ્રતિપાઘ વિષય છે, તેનું જ્ઞાન તીર્થકરોને સ્વર્યા છે, તેમાં તેમને કોઈની અપેક્ષા નથી. એ અર્થ = પ્રતિપાદ્ય વિષયને ગણધર સૂત્રબદ્ધ કરતા હોઈ એ સૂત્ર તેમને માટે આત્માગમ છે, પણ અર્થ તો તેમને તીર્થંકર પાસેથી અવ્યવહિત રૂપે મળ્યો હોઈ અર્થાગમ ગણધરો માટે અનન્તરાગમ છે. આથી સિદ્ધ થયું કે અર્થોપદેશક તીર્થંકર છે. આ જ વસ્તુને દ્વાદશાંગી તીર્થંકરપ્રણીત છે એમ કહી સૂચવવામાં આવી છે. પણ તીર્થકરો અર્થોપદેશક છતાં એ અર્થને સૂત્રબદ્ધ તો ગણધરો જ કરે છે. તેથી સૂત્રકર્તા ગણધરો છે. તેથી જ સૂત્રાગમ વિષે કહેવામાં આવ્યું કે તે ગણધરોનો આત્માગમ છે. ગણધરોના સાક્ષાત શિષ્યો સૂત્રનું જ્ઞાન તો સ્વયે ગણધરો પાસેથી લેતા હોઈ તેમને માટે સૂત્રાગમ અનરાગમ છે, પણ અથગમ એ પરંપરાગમ છે; કારણ, સ્વયે ગણધરોને તે આત્માગમ નથી, પણ તેમના ગુરુ તીર્થકરને તે આત્માગમ છે. એટલે કે તીર્થકરે ગણધરને અર્થીગમ આપ્યો અને ગણધરે પોતાના શિષ્યોને આપ્યો : આમ તે અથગમ પરંપરાગમ થયો, પણ ગણધરના શિષ્યના શિષ્યો અને તેમની પરંપરાને તો અર્થ અને સૂત્ર બંને પ્રકારના આગમો પરંપરાગમ છે. શાસ્ત્રરચનાની આ જ પરંપરાનો પ્રતિઘોષ આવશ્યક નિર્યુક્તિની નિમ્ન ગાથામાં છે—
अत्थं भासद अरहा सुत्तं गंथंति गणहरा निउणं ।
सासणस्स हियहाए तओ सुत्तं पवत्तइ ॥ ९२॥ લોકોત્તર આગમ-દ્વાદશાંગીની રચના વિષેનો આ સિદ્ધાંત દિગંબર આચાયને પણ માન્ય છે. પખંડાગમની ધવલા ટીકા (પૃ. ૬૦, પ્રથમ ભાગ) અને કસાયે પાહુડની યધવલા (પ્રથમ ભાગ, પૃ. ૮૪) ટીકામાં પણ આ જ વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે.
અનુયોગદ્વારમાં જેમ દ્વાદશાંગીને આગમ-લોકોત્તર આગમ–ની સંજ્ઞા આપવામાં આવી છે, તેમ તેમાં તેને લોકોત્તર ભાવકૃત પણ કહેવામાં આવ્યું છે. પોથી-પાનાં, જેમાં શ્રતને લખવામાં આવે છે, તેને અનુયોગદ્વારમાં દ્રવ્યશ્રુતની સંજ્ઞા આપવામાં આવી છે. અને સ્વયં શ્રુતજ્ઞાનને ભાવકૃતની સંજ્ઞા આપી છે. આમ પોથી-પાનને અર્થાત પુસ્તકને ઉપચારથી મૃત અને સ્વયં તીર્થકર દ્વારા પ્રણીત દ્વાદશાંગીને અર્થાત દ્વાદશાંગીમાં પ્રતિપાદિત શ્રુતજ્ઞાનને મુખ્ય શ્રત કહેવામાં આવ્યું છે. નંદીસૂત્રમાં એ જ દ્વાદશાંગીને સભ્યશ્રુતને નામે ઓળખાવ્યું છે. આ પ્રમાણે કહી શકાય કે આગમની બીજી સંજ્ઞા “મૃત” પણ છે.
શાસ્ત્રની મૃત” એવી સંજ્ઞા પાછળનો ઈતિહાસ જોઈએ તો જણાશે કે વેદ માટે “શ્રુતિ શબ્દ પ્રસિદ્ધ હતો તે એટલા માટે કે વેદજ્ઞાન આચાર્યપરંપરાથી સાંભળીને મેળવવામાં આવતું, તે જ પ્રમાણે જૈન આગમિક જ્ઞાનની પરંપરા પણ શ્રવણને આધારે ચાલતી હોઈ આગમો “શ્રુત' કહેવાયા. આના પ્રકાશમાં આગમોના પ્રારંભમાં આવતા સુર્ય માર ! તે માયા ઉમરલાયં”નો
૭. અનુયાગદ્વાર, સૂત્ર ૪૭૦, ૮. અનુયોગદ્વાર, સૂત્ર ૫૦. ૯. “જયપોત્સરિદિયે” –અનુયોગદ્વાર, સુત્ર ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org