SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૩]... સિદ્ધ છે. આ દૃષ્ટિએ જ અનેક વિદ્વાનોનું ધ્યાન આ આગમાં પ્રતિ દોરાયું છે અને તેમને તેવો ઉપયોગ તેમણે સ્વીકાર્યો જ છે. અત્યાર સુધીમાં જેટલા પ્રમાણમાં આધુનિક વિદ્વાનોએ વેદિક અને બૌદ્ધ વાત્મયમાં રસ લીધો છે તેટલા પ્રમાણમાં જૈન વાલ્મમાં રસ લીધો નથી. આનાં અનેક કારણ છે, પણ તેમાં તે આગમોની સુસંસ્કૃત વાચનાનો અભાવ એ પણ એક કારણ છે. જૈન આગમો એ જીવંત સાહિત્ય છે અને તેની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ ધામિક જનો તરફથી પ્રકાશિત થઈ છે, પણ આધુનિક વિદ્વાન સરળતાથી તેનો ઉપયોગ કરી શકે તેવી એક પણ આવૃત્તિ સમગ્ર આગમોની થઈ નથી. ટાછવાયા પ્રયત્નો તે માટે થયા છે, પણ સમગ્રભાવે એક યોજનાબદ્ધ રીતે એ કાર્ય થયું નથી. આની પૂતિ થવી જરૂરી હતી. જૈન આગમગ્રંથોના પ્રકાશન માટે અત્યાર સુધીમાં અનેક વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓએ પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં ઈ. સ. ૧૮૪૮માં સ્ટિવન્સને કલ્પસૂત્રનો અનુવાદ પ્રકાશિત કર્યો હતો, પણ એ ખામીવાળો હતો. ખરી રીતે પ્રો. વેબરને જ આ દિશામાં નવપ્રસ્થાનની શરૂઆત કરનાર સૌથી પહેલા વિદ્વાન માનવા જોઈએ. એમણે ઈ. સ. ૧૮૬૫-૬૬ માં ભગવતીસૂત્રના કેટલાક અંશોનું સંપાદન કર્યું હતું, અને પોતાના અધ્યયનના સારરૂપે એના ઉપર નોંધો પણ લખી હતી. રાય ધનપતસિંહજી બહાદુરે ઈ. સ. ૧૮૭૪માં આગમ-પ્રકાશનનું કામ શરૂ કર્યું હતું, અને કેટલાય આગમો પ્રકાશિત કર્યા હતા, પરંતુ એ પ્રકાશનોનાં મૂલ્ય અને ઉપયોગિતા પદચ્છેદ, વિરામચિલો કે પૈસા વગેરે વિના જેમ ને તેમ છપાવી દેવામાં આવેલી હસ્તપ્રતો કરતાં સહેજ જ ! હતાં. આમ છતાં, આગમગ્રંથો જેવી દુર્લભ વસ્તુને વિદ્વાનોને માટે સુલભ બનાવવાનો યશ એમને ઘટે જ છે. ડૉ. હર્મન જેકોબી સંપાદિત કલ્પસૂત્ર (ઈ. સ. ૧૮૭૯) અને આચારાંગ (ઈ. સ. ૧૮૮૨); લૉયમન સંપાદિત ઓપપાતિક (ઈ. સ. ૧૮૯૦) અને આવશ્યક (ઈ. સ. ૧૮૯૭); ઈન્થલ સંપાદિત જ્ઞાતાધર્મકથાનો કેટલોક ભાગ (ઈ. સ. ૧૮૮૧); હૉર્નલ સંપાદિત ઉપાસક દશા (ઈ. સ. ૧૮૯૦); શુબિંગ સંપાદિત આચારાંગ (ઈ.સ. ૧૯૧૦) વગેરે ગ્રંથો આગમોના સંપાદનની કળામાં આધુનિક વિદ્વાનોને સંમત એવી પદ્ધતિથી પ્રકાશિત થયા છે; આમ છતાં શ્રી અમોલક ઋષિના હિંદી અનુવાદ સાથે શ્રી લાલા સુખદેવ સહાય તરફથી ઈ. સ. ૧૯૧૬-૨૦ દરમ્યાન જે ૩૨ આગમો પ્રકાશિત થયા, તથા શ્રી આગમોદય સમિતિ તરફથી સમગ્ર સટીક આગમોના મુદ્રણનું કામ ઈ. સ. ૧૯૧૫ની સાલથી શરૂ કરવામાં આવ્યું એના સંપાદનમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં ન આવ્યો. આગમોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજીએ સંપાદિત કરેલ આગમગ્રંથો શુદ્ધિ અને મુણ બન્ને દૃષ્ટિએ રાય ધનપતસિંહની આવૃત્તિથી ચઢિયાતા છે, અને વિદ્વાનોને માટે ઉપયોગી પણ નીવડ્યો છે. આ આવૃત્તિ પ્રગટ થયા પછી જૈનધર્મ અને દર્શનના અધ્યયન તેમ જ સંશોધનમાં જે પ્રગતિ થઈ તેનો યશ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને ઘટે છે. આટલું થવા છતાં, આધુનિક પદ્ધતિથી સંપાદિત કરેલ આગમ-ગ્રંથોના પ્રકાશનની જરૂર તો ઊભી જ હતી. ઈ. સ. ૧૯૪૩ માં આગમોના પ્રકાશન માટે શ્રી જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ એના તરફથી અત્યાર સુધીમાં કોઈ પણ ગ્રંથનું પ્રકાશન નથી થયું. અમારામાંના એક મુનિ શ્રી પુણ્યવિજ્યજી છેલ્લાં ચાલીસ કરતાં પણ વધુ વર્ષથી એકધારો એવો પ્રયત્ન કરતા રહ્યા છે કે જેથી આગમ-ગ્રંથોની સુસંપાદિત આવૃત્તિઓ પ્રકાશિત થઈ શકે; આટલું જ નહીં, તેઓએ તો ટીકાઓ અને અન્ય ગ્રંથોમાં આગમોનાં જે અવતરણું મળે છે, એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy