________________
...[R]...
વેદના શબ્દો મૂળ કવિના જ શબ્દો છે, જ્યારે જૈન આગમના શબ્દો એ તીર્થંકર મહાવીરના શિષ્ય ગણધરના શબ્દો છે. ગણધરનું વક્તવ્ય તીર્થંકરના ઉપદેશને જ અનુસરે છે એ સાચું, પણ તે તેમના જ શબ્દોમાં હોવું જરૂર નથી. આમ બન્ને પરંપરામાં શબ્દ અને અર્થમાંથી કોને મહત્ત્વ આપવું તે મૂળગત ભેદ દેખાય છે, અને આને પરિણામે, આપણે જોઈ એ છીએ હિંદુધર્મમાં વૈદને નામે અનેક સંપ્રદાયો થયા છે. અને અનેક દાર્શનિકોએ પોતપોતાની રીતે જીવ, જગત અને ઈશ્વરની કલ્પના કરી છે અને છતાં એ બધાને મૂળ આગમરૂપે તો વેદો સરખી રીતે જ માન્ય છે. શબ્દ એના એ જ રહે, પણ તેની વ્યાખ્યા સૌએ પોતાને મન ફાવતી કરીને પોતાને માન્ય અર્થનું આરોપણ વેદમાં કર્યું છે.
આથી વિરુદ્ધ જૈનોએ અર્થને મહત્ત્વ આપ્યું છે, શબ્દને નહિ; પરિણામે જૈન આગમને આધારે અનેક સંપ્રદાયો ઊભા થવાને અવકાશ રહ્યો નથી, જે સંપ્રદાયો છે તે આચાર વિષેની માન્યતાના ભેદને કારણે છે, નહિ કે આગમના અર્થભેદને કારણે. જૈન આગમોના શબ્દોનું વિવિધ વ્યાખ્યાન કરી પોતાને મનાવતો અર્થ કરવાનું સાહસ કોઈએ કર્યું નથી. વિદ્યમાન આગમને નામે ઓળખાતા ગ્રંથોને આધુનિક દિગંબર સમાજ મૌલિક આગમરૂપે સ્વીકારતો નથી, છતાં પણ આગમોમાં જૈન દર્શન કે ધર્મનું મૌલિક એવું જે રૂપ છે, તેવું જ રૂપ દિગંબર વાડ્મયમાં પણ દેખા દે છે. એ સિદ્ધ કરી દે છે કે અર્થની સુરક્ષાનું જ આ પરિણામ છે. અને ભગવાન મહાવીરનું જે મૌલિક વક્તવ્ય હતું તે, શબ્દો ભલે જુદા હોય, પણ અર્થરૂપે તો બન્ને સંપ્રદાયોમાં સરખી રીતે સચવાઈ રહ્યું છે.
જૈન આગમો વિષે એક બીજી મહત્ત્વની વાત એ નોંધવી જરૂરી છે કે તે વીતરાગની વાણીને અનુસરે છે. આથી તેમાંથી મળતો ઉપદેશ મનુષ્યને સંસારથી વિમુખ કરી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત કરે છે. આવું વિધાન વેદો વિષે કરી શકાય તેમ નથી. તેમાં તો ઋષિ-મુનિ-કવિઓએ સંસારના સુખ માટે જ દેવોની આરાધનાની વાત કરી છે. આથી તેમાં મોક્ષ કે મોક્ષમાર્ગની વાતને કોઈ અવકાશ નથી. વેદોના અર્થો ભુલાયા અને કાળક્રમે ઉપનિષદોનું મહત્ત્વ વધ્યું તેનું એ પણ એક કારણ છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં મોક્ષને મહત્ત્વ મળ્યું ત્યારે સંસારનું સમર્થન કરનાર વેદોની વાત ઉપેક્ષિત થઈ.
જૈન આગમો એ ભલે ધાર્મિક ગ્રંથો ગણાતા હોય, પણ તેમાં માત્ર ધર્મની જ વાત આવે છે એવું નથી; પણ તેમાં તે કાળની વિવિધ વિદ્યાશાખાઓના વિષયોનું પણ નિરૂપણ છે. આજનો વૈજ્ઞાનિક અણુવિદ્યાને આજની વિજ્ઞાનશાખામાં ધણું જ મહત્ત્વ આપે છે, પણ આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભારતીય વૈજ્ઞાનિકો અણુ વિષે શું વિચારતા હતા તે જાણવાનું એકમાત્ર સાધન જૈન આગમો છે તેમ જ્યારે અમે કહીએ છીએ ત્યારે અમારી તે પ્રત્યેની માત્ર ભક્તિ જ નથી બતાવતા પણ એક સત્ય હકીકતનો માત્ર નિર્દેશ જ.કરીએ છીએ. તે જ રીતે જીવવિજ્ઞાન હોય કે વનસ્પતિવિજ્ઞાન હોય, ખગોળવિદ્યા હોય કે ભૂગોળવિદ્યા હોય—તે સૌ વિદ્યાની તે સમય સુધીની પ્રગતિ જાણવી હોય તો એનું એકમાત્ર સાધન જૈન આગમો જ છે.
વેદ, ત્રિપિટક અને જૈન આગમનું ધર્મશાઓ તરીકે તો મહત્ત્વ છે જ, ઉપરાંત, તે તે કાળની સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક આદિ પરિસ્થિતિનું ચિત્ર ઊભું કરવામાં પણ એ શાસ્ત્રોનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ છે. એ દૃષ્ટિએ જૈન આગમો એ ભલે માત્ર જૈનોને જ પ્રમાણરૂપે માન્ય હોય, પરંતુ તેની ઉપયોગિતા વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં પણ જેવી તેવી નથી. વળી, ભારતીય આધુનિક વિવિધ ભાષાનાં મૂળ તપાસવા માટે પ્રાકૃત ભાષાનું મહત્ત્વ સર્વસ્વીકૃત છે, એટલે ભારતીય ભાષાશાસ્ત્રના અધ્યયનમાં પણ જૈન આગમો એ મહત્ત્વનું સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org