________________
પ્રસ્તાવના
જૈન આગમોનું મહત્વ અને પ્રકાશન કોઈ પણ ધર્મ અને તેની સંસ્કૃતિને ટકાવી રાખનાર અનેક બળો હોય છે. તેમાં તે ધર્મનાં માન્ય શાસ્ત્રો એક મોટું બળ લેખાય છે. ધર્મપ્રવર્તકો તો ઉપદેશ આપીને આ સંસાર છોડીને ચાલ્યા જાય છે, પણ તેઓ જે વારસો મૂકી જાય છે તે જે શાસ્ત્રોરૂપે સંઘરાયો હોય તો એ શાસ્ત્રો તેમના પ્રતિનિધિ તરીકેની સેવા યુગો સુધી આપતાં રહે છે. આજના યુગમાં હિંદુધર્મનું એવું બળ તે વેદો અને વૈદિક શાસ્ત્રો છે, બૌદ્ધોનું બળ એમનાં ત્રિપિટકો છે, ખ્રિસ્તી ધર્મનું બાયબલ અને ઇસ્લામનું કુરાન છે. તે જ રીતે જૈનધર્મનું એવું બળ તે ગણિપિટક તરીકે ઓળખાતા આગમો છે.
દુનિયાની એક અજાયબી તરીકે બ્રાહ્મણોએ સંરક્ષેલ વેદો છે. અને તે વિશ્વમાં સૌથી પ્રાચીન સાહિત્ય ગણાય છે. તે જ પરંપરાનાં ઉપનિષદો વગેરે સાહિત્ય પણ સુરક્ષાની દષ્ટિએ અને કાળની દૃષ્ટિએ પણ અન્ય સાહિત્યના મુકાબલે પ્રાચીન જ ઠરે છે. અને ત્યાર પછી બૌદ્ધોનું ત્રિપિટક અને જૈનોનું ગણિપિટક આવે છે.
પણ વેદો અને ત્રિપિટક તથા જૈન આગમ વચ્ચે જે મહત્વનો ભેદ છે તે જાણવા જેવો છે. બ્રાહ્મણોએ અનેક ઋષિમુનિઓ કવિઓ દ્વારા સંસ્કૃત ભાષામાં નિર્મિત સાહિત્યને સંહિતારૂપે જાળવી રાખ્યું છે. તેના શબ્દોની સુરક્ષા વિષે એમણે પૂરો પ્રયત્ન કર્યો છે, પણ તેના અર્થ વિષે તેઓ બેદરકાર રહ્યા છે—એ હકીકત છે. જેનો અને બોદ્ધોએ એથી ઊલટું કર્યું છે. તેમણે શબ્દ નહિ પણ અર્થને જાળવવાનો પ્રયત્ન કર્યો છે, પરિણામે, આપણે જોઈએ છીએ કે, વેદો શબ્દરૂપે ભલે સુરક્ષિત રહ્યા પણ વેદપાઠીને તેના અર્થનું જ્ઞાન હોય જ છે એમ નથી. આજના વિદ્વાન વેદના અર્થો કરવાને હજી પણ મથામણ કરી રહ્યા છે અને ભાષાશાસ્ત્રની મદદ વડે તેને પામવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ હજી સુધી એમ તો ન કહી શકાય કે વેદનો મોટો ભાગ નિશ્ચિત રૂપે સમજાઈ ગયો છે. આથી ઊલટું, બૌદ્ધ પિટકો અને જૈન આગમો લોકભાષામાં લખાયા અને તેના અર્થ વિષે કોઈ સંદેહ નથી. અમુક શબ્દો એવા હોઈ શકે છે કે જેના અર્થ વિષેની આજે પરંપરા સચવાઈન હોય, પણ ૯૯ ટકા શબ્દો તો એવા છે કે જેના અર્થ વિષે સંદેહને અવકાશ છે જ નહીં.
વેદના શબ્દોમાં મંત્રશક્તિનું આરોપણ થયું અને તેથી તેના અર્થો ભૂંસાઈ ગયા, પણ જૈન કે બોદ્ધ શાસ્ત્રના શબ્દોમાં આવી કોઈ મંત્રશક્તિનું આરોપણ થયું નથી. તેથી તેના અર્થો જળવાઈ રહ્યા છે. અને તેની સાચવણી આવશ્યક પણ મનાઈ છે.
એક બીજી વાત પણ મહત્વની છે. વૈદિક મંત્રો એક વ્યક્તિના વિચારો પ્રદર્શિત નથી કરતા પણ અનેક વ્યક્તિઓના વિચારોનો સંગ્રહ છે, તેથી તેમાં સંગતિ શોધવી જરૂરી નથી, મતભેદોનો પૂરો અવકાશ છે. તેથી વિદ્ધ બૌદ્ધ કે જેનનાં શાસ્ત્રોમાં તેવું નથી. કારણ તે એક જ પુરુષને– પછી તે બુદ્ધ હોય કે મહાવીર–તેને જ અનુસરે છે, તેથી તેમાં વિચારોની સંગતિ અને એકરૂપતા છે.
૧. “અત્યં મારા મા સુત્ત જયંતિ જળના નિષi ” – આવશ્યક નિર્યુક્તિ, ગા. ૧૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org