SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [૪].. આધારે પણ પાઠોને શુંદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓના આ પ્રયત્નને જ મુખ્યત્વે ધ્યાનમાં લઈને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. રાજેન્દ્રપ્રસાદજીએ ઈ. સ. ૧૯૫૨ માં પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી (પ્રાકૃત ગ્રન્થ પરિષદ)ની સ્થાપના કરી હતી, જેનો ઉદ્દેશ પંચાંગી સહિત આગમ ગ્રન્થોને પ્રકાશિત કરવાનો છે, અને એના તરફથી અત્યાર સુધીમાં અંગવિજજા, જિનદાસગણિમહત્તરત ચૂણિયુક્ત નંદિસૂત્ર તથા શ્રી હરિભદ્રસૂરિકૃત વૃત્તિ, શ્રી શ્રીચંદ્રાચાર્યત દુર્ગપદવ્યાખ્યા અને અજ્ઞાતકર્તક વિષમપદપર્યાયયુક્ત નંદિસૂત્ર પ્રકાશિત થયેલ છે. સ્થાનકવાસી સંઘના મુનિ શ્રી ઘાસીલાલજીએ સ્થાનકવાસી માન્ય બત્રીસે આગમોની નવી સંસ્કૃત ટીકાઓ રચવાનું અને હિંદી-ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવાનું કામ લગભગ પૂરું કર્યું છે. એ જ સંપ્રદાયના મુનિ શ્રી ફૂલચંદ્રજીએ (પુષ્પભિક્ષુએ) સુત્તાને નામથી બે ભાગમાં મૂળ બત્રીસે આગમાં શ્રી સૂત્રાગમ પ્રકાશક સમિતિ, ગુડગાંવ છાવની દ્વારા પ્રકાશિત કરી દીધા છે. આ બન્ને આવૃત્તિઓના મૂળનો આધાર શ્રી આગમોદય સમિતિની આગમની આવૃત્તિઓ જ છે. છતાં પણ યત્રતત્ર પાઠ-પરિવર્તન કરવામાં આવ્યું છે. શ્વેતાંબર તેરાપંથી સંપ્રદાયના વિદ્યમાન આચાર્ય તુલસીગણિજીએ પણ પોતાના શિષ્યસમુદાયના સહકારથી આગમપ્રકાશનનું કામ શરૂ કર્યું છે, અને દશવૈકાલિકસૂત્રની સુસંપાદિત આવૃત્તિ હિંદી અનુવાદ તથા ટિપ્પણ સાથે પ્રગટ કરી છે. જન આગમો જૈન આગમોનું મૂળ વેદમાં નથી એક વખત એવો હતો, જ્યારે પશ્ચિમના અને ભારતના વિદ્વાનો ભારતીય સમગ્ર સંસ્કૃતિ અને ધમનું મૂળ વેદમાં શોધતા હતા; કારણ, વેદ એ સૌથી પ્રાચીન ઉપલબ્ધ સાહિત્ય છે. પણ હવે જ્યારથી મોહેન્સેદારો અને હડપ્પાની શોધ થઈ છે, ત્યારથી વિદ્વાનોનું વલણ બદલાયું છે, અને આર્યોના ભારતમાં આગમન પૂર્વે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ યથોચિત વિકસિત હતાં એમ મનાવા લાગ્યું છે, અને વિચારવામાં આવે છે કે વેદો તો ભારતમાં બહારથી આવનાર આર્યોની રચના હોઈએ મૂળે અભારતીય વેદોમાં ભારતીય કયાં કયાં તત્ત્વોનું મિશ્રણ થયું છે અને વેદસંહિતા પછીની વૈદિક કહેવાતી સમગ્ર પરંપરામાં મળે તે અભારતીય છતાં ભારતીય કયાં કયાં તત્ત્વોનું મિશ્રણ થઈને તેણે ભારતીય રૂ૫ ધારણ કર્યું છે? આ નવી પ્રક્રિયા સાચે માર્ગે છે અને હવે જ વેદો અને વૈદિક પરંપરાનો આ પ્રક્રિયાને આધારે થતો અભ્યાસ સત્યદર્શનમાં સહાયક થશે. બહારથી આવનાર આર્યો ગમે તેટલી સંખ્યામાં હશે, પણ તેઓ તે કાળમાં ભારતમાં વસતી પ્રજા કરતાં સંખ્યાબળમાં તો અધિક નહિ જ હોય. બીજા સારા નામના કે નિશ્ચિત નામના અભાવમાં જેને આપણે હરપ્પાના લોકોની કે સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેમની સંસ્કૃતિને જે આપણે સ્થિર નાગરિક સંસ્કૃતિ કહીએ અને આવનાર આર્યોને અસ્થિર તેમ જ સતત ભ્રમણશીલ લોકોની સંસ્કૃતિ તરીકે ઓળખીએ તો તેથી તેમને પૂરો પરિચય નથી થત પણ એક કલ્પના તરીકે એ ચલાવી લઈ શકાય તેવું છે. 1. Dr. R. N. Dandekar : Indian Pattern of life and Thought-A Glimpse of its early phases;-Indo-Asian Culture, July, 1959, p. 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy