________________
સંપાદકીય
નન્તિસૂત્રવિશેષ
નંદિસૂત્રમાં પાંચ જ્ઞાનનો જે વિષય છે તે આવશ્યકનિયુક્તિપીઠિકા ગા. ૧ થી ૭૯, આવશ્યક નિર્યુક્તિ ઉપરના શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યકમહાભાષ્યમાં ગા. ૭૯–૮૩૨, તેમ જ આ ઉપરની તેની ણિ-ટીકા આદિ વ્યાખ્યાઓમાં સવિશેષ ચર્ચાયેલો જોવામાં આવે છે. કલ્પભાષ્યપીઢિકામાં ગાથા ૨૪થી ૧૪૮ માં પણ પાંચ જ્ઞાનનું વર્ણન છે. તેમ જ જીતકલ્પભાષ્ય ગા. ૯થી ૧૦૭માં પણ પ્રત્યક્ષ-પરોક્ષનું વ્યાખ્યાન અને અવધિ આદિ ત્રણ જ્ઞાનનું સ્વરૂપ ભાષ્યકારે વર્ણવેલું છે. સામાન્યત: વિપ્રકીર્ણ રૂપે તો સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનોપાંગ, જીવાભિગમ આદિ જૈન આગમોમાં પણ પાંચ જ્ઞાનને લગતી વિવેચના જુદા જુદા પ્રકારે જોવા મળે છે; જ્યારે ઉપર જણાવેલ આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકમહાભાષ્ય, કપલલ્લુભાષ્ય અને છતકલ્પભાષ્યમાં પાંચ જ્ઞાનનું વિસ્તૃત અને ક્રમબદ્ધ સ્વરૂપ નિરૂપ્યું છે.
નંદિત્રણિકાર આદિ સામે કેટલાક એવા પાભેદો હતા, જે આજે કોઇ પ્રતિમાં તેવામાં નથી આવતા. જુઓ, પૃ૦ ૩ ટિ॰ ૧ આદિ.
સૂત્ર ૫ ગાથા ૨૨માં વીરશાસનની સ્તુતિ છે. આ ગાથા ચૂણુકારે સ્વીકારી નથી, પણ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત લઘુવૃત્તિમાં તથા શ્રી મલયગિરિઆચાર્યકૃત વૃત્તિમાં આ ગાથાની વ્યાખ્યા છે, એટલે તેમના સામે આ ગાથા હતી જ. તેમ જ આજે નંદિસૂત્રની જે પ્રતિઓ મળે છે તેમાં આ ગાથા વિદ્યમાન છે.
*
સ્થવિરાવલિ (સૂત્ર )
આવશ્યકનિયુક્તિની ઉપલબ્ધ તાડપત્ર અને કાગળ ઉપર લખાયેલી પ્રાચીન-પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિઓમાં નંદિસૂત્રસ્થવિરાવલિની ૪૩ ગાથાઓ, પ્રક્ષિપ્ત સાત ગાથાઓ સાથે કુલ ૫૦ ગાથાઓ લખાયેલી જોવામાં આવે છે. પરંતુ આવશ્યકસૂત્રની ચૂર્ણિ કે શ્રી હરિભદ્રસૂરિ, શ્રી મલયગિરિસૂરિ, શ્રી તિલકાચાર્ય, શ્રી જ્ઞાનસાગરસૂરિ આદિ કૃત ટીકા-અવણિઓમાં આ ગાથાઓ સ્વીકારવામાં આવી નથી; ફક્ત અંચલગચ્છીય આચાર્ય શ્રી માણિક્યશેખરસૂરિષ્કૃત આવશ્યકસૂત્રની દીપિકાવ્યાખ્યામાં નંદિસૂત્રસ્થવિરાવલિની મૂલ અને પ્રક્ષિપ્ત ગાથાઓ એટલે કે કુલ ૫૦ ગાથાઓની વ્યાખ્યા કરવામાં આવી છે.
સ્થવિરાવલિ છઠ્ઠા સૂત્રની ૪૦ ની ગાથા આ પ્રમાણે છે :
सुमुणियणिच्चाणिच्चं सुमुणियसुत्तत्थधारयं णिच्चं ।
वंदे हं लोहिच्चं सम्भावुब्भावणातच्चं ॥ ४० ॥
નન્દિત્રની બધી જ પ્રતિઓમાં આ ગાથા આ પ્રમાણે જ ઉપલબ્ધ થાય છે. ચૂર્વાણુટીકાકારો પણ આ પ્રમાણેના ગાથાપાઠને અનુસરીને જ વ્યાખ્યા કરે છે. શ્રી માણિક્યશેખરસૂરિએ આ ગાથાને આ પ્રમાણે સ્વીકારીને વ્યાખ્યા કરી છે :
सुमुणियणिच्चाणिच्चं सुमुणियसुत्तत्थधारयं वंदे । सब्भावुभावणया तत्थं लोहिच्चणामाणं ||
અસ્તુ. પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે જૈન આગમોમાં વિસ્તૃત અને ક્રમબદ્ તેમ જ વિપ્રકીર્ણ રૂપે પાંચ જ્ઞાનને લગતી અનેકવિધ સમ-વિષમ તેમ જ વિશેષરૂપ સામગ્રી પ્રાપ્ત થતી હોવાથી વિદ્વાનો તેથી પણ સુપરિચિત રહે, એ માટે અમે · દિવિશેષ 'તે નામે તે વસ્તુ અને તેનાં સ્થળોની નોંધ અથવા યાદી અહીં આપીએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org