________________
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંધિતૂ વકતવ્ય કારોને અભીષ્ટ હોય તેથી પૂજ્યપાદ આગમોદ્ધારકની આવૃત્તિમાંથી મળ્યા હોય તો તે જરૂરી પાઠને અહીં મૂલવાચનામાં જ સ્વીકાર્યા છે.
ચૂર્ણિનું વ્યાખ્યાન સંક્ષિપ્ત હોવાથી જ્યાં ચૂર્ણિસમ્મત પાઠનો સ્પષ્ટ નિર્ણય ન કરી શકાય ત્યાં ઉપયુક્ત બધીય પ્રતિઓએ એકસૂત્રપણે આપેલા પાઠને મૂલમાં સ્વીકાર્યો છે. આ પાઠ ચૂર્ણિકારની સામે નહીં હોય તેવું માનવાને કોઈ આધાર ન હોવાથી ત્રણ સ્થળે મૂલવાચનામાં સ્વીકારીને હરિભદ્રીય-મલધારીગવૃત્તિસમ્મત પાઠને નીચે ટિપ્પણમાં આપ્યો છે.
* ચૂર્ણિ હરિભદ્રીય વૃત્તિ અને માલધારીય વૃત્તિ એમ ત્રણેય વ્યાખ્યાઓમાં જેનું વ્યાખ્યાન ન કર્યું હોય છતાં ઉપયુક્ત બધીય પ્રતિઓ એકસૂત્રપણે જે પાઠ આપતી હોય તેવા પાઠને પણ એક સ્થળે મૂલવાચનામાં સ્વીકાર્યો છે. તથા ચૂર્ણિ અને બે વૃત્તિઓમાં જ્યાં અર્થને સુગમ જણાવ્યો હોય ત્યાં પ્રાચીન પ્રતિઓમાં એકાદ શબ્દ વધારે મળતો હોય તો તેને પણ ભૂલવાચનામાં સ્વીકાર્યો છે.
જ્યાં માલધારીય વૃત્તિસમ્મત પાઠને ઉપયુક્ત કોઈ પણ પ્રતિ આપતી નથી ત્યાં તેને [ ] આવા કોષ્ટકમાં આપીને મૂલવાચનામાં સ્વીકાર્યો છે. તેમ જ ચૂણિ હરિભદ્રીય વૃત્તિ અને માલધારી વૃત્તિ એમ ત્રણેય વ્યાખ્યાગ્રંથોને અભિષ્ટ પાકને જ્યાં કોઈ પણ પ્રતિ આપતી નથી ત્યાં પણ તે [ ] આવા કોષ્ટકમાં મૂલવાચનામાં સ્વીકારેલ છે.
અહીં ઉપયુક્ત અનુયોગદ્વારસૂત્રની બધીય પ્રતિઓમાં સૂ. ૨૦૧ અને સૂ. ૨૦૨ આગળ પાછળ હોવા છતાં ત્રણેય વ્યાખ્યાગ્રંથોના વ્યાખ્યાનક્રમને પ્રાધાન્ય આપીને પ્રસ્તુત બે સૂત્રોનો ક્રમ અમે સ્વયં સુધારીને મૂલવાચનામાં આપ્યો છે.
નંદીસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રની મૂલવાચનામાં આપેલા પાઠોના સંબંધમાં અમે કોઈ કોઈ સ્થળે તે તે સ્થાનમાં ચૂર્ણિ, ટીકાઓ અને પ્રતિઓ આ ત્રણ પૈકી કોઈ એકના પાઠને પ્રાધાન્ય આપીને તેનો પાઠ મૂલવાચનામાં સ્વીકાર્યો છે. આ વસ્તુમાં તે તે સ્થાનમાં યથાવિધિ સાધકબાધકતાનો વિચાર કર્યો જ છે. તદુપરાંત દીર્ઘ કાર્યકાળને અંતે આગમિક પાઠોનો નિર્ણય કરવા માટે અમને જે અનુભવ મળ્યો છે તે વસ્તુ પણ પાઠનિર્ણય માટે નિમિત્ત બની છે. તેમ છતાં બહુશ્રુત મુનિપુંગવો અને વિદ્વાનોને સંશોધન એવું શુદ્ધિની દૃષ્ટિએ જે કોઈ ખામી જણાય તે અમને જણાવીને જિનાગમવાચનાસંશોધનમાં સહભાગી થાય.
૧. જુઓ પૃ. ૮૬ ટિ૦ ૩, પૃ. ૧૧૨ ટિ૦ ૭, પૃ. ૧૩૬ ૦િ ૧૩, અને ૫૦ ૧૮૬ ટિ૧–આ ચાર
ટંપ્પણીઓ જેના ઉપર છે તે અનુયોગાદ્વારસૂત્રનો મૂલપાઠ. ૨. જુઓ ૭૪ મા પૃષ્ઠની પાંચમી ટિપ્પણી, ૧૭૪ મા પૃષ્ઠની ત્રીજી ટિપ્પણી અને ૧૧ મા પૃષ્ઠની ૧૧ મી
ટપણ, તથા આ ટિપ્પણીઓ જેના ઉપર છે તે અનુયોગદ્વાર સૂત્રને મલપાઠ. ૩. જુઓ સત્રાંક ૧૦૮[૧]માં ન આવા ચિહના મધ્યમાં આપેલો પાઠ. ૪, જુઓ ૪૯૫મા સૂરમાં +4 આવા ચિહ્નના મધ્યમાં આપેલો પાઠ. પ. જુઓ અનુયોગદ્વારના ૮૮ થી ૯૧ સુધીનાં સૂત્રો તથા ૪૭૪મું સર. ૬. જુઓ અનુયોગદ્વારસૂત્રનું પ૬૮મું સુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org