________________
સંપાદńય
વિ॰ સં॰ ૧૯૮૦માં શ્રી આગમોય સમિતિ દ્વારા પ્રકાશિત આવૃત્તિની મૂલવાચનામાં હરિભદ્રીયા અને મલધારીયા વૃત્તિના વ્યાખ્યાનને અનુસરીને કોઈ પણ પ્રતિમાં અનુપલબ્ધ હોવાને કારણે ( ) આવા ક્રોકમાં સંગત પાઠ મૂકીને યોગ્ય સુધારો કર્યો હોય તેમ જણાય છે, અથવા તો ( ) આવા કોષ્ટકમાં આપીને પ્રત્યંતરના પાર્કરૂપે જણાવેલો હોય એમ લાગે છે, અને તેને અનુસરીને વિ.સં૦ ૧૯૯૫માં પ્રસિદ્ધ થયેલી શ્રી કેશરબાઈ જૈન જ્ઞાનમંદિર દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં પણ પ્રસ્તુત પાડે મળે છે. આમ છતાં આગમરત્નમંજૂષામાં પ્રસ્તુત સુધારેલા પાને સ્થાન મળ્યું નથી.
૩
શ્રી લા॰ ૬૦ વિદ્યામંદિરના સંગ્રહની વિક્રમના ૨૦મા શતકમાં લખાયેલી બાલાવબોધયુક્ત અનુયોગદ્દારસૂત્રની પ્રતિમાં મૂલપાઠ તો અન્ય પ્રતિઓના જેવો જ છે, પણ ખાલાવબોધમાં સુક્ષ્મસંપરાયચારિત્રગુણપ્રમાણુના સક્લિક્ષ્યમાન અને વિશુષ્યમાન તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતિ એમ એ પ્રકારે એ ભેદ લખ્યા છે, અને યથાખ્યાતચારિત્રગુણપ્રમાણના પ્રતિપાતિ અને અપ્રતિપાતિ તથા છદ્મસ્થ અને કેવલી એમ બે પ્રકારે એ ભેદ લખ્યા છે. આવા જ કોઈ બાલાવબોધના અર્થના આધારે જ બે પૈ. મુનિ શ્રી કન્હેયાલાલજી (કલમ) સંપાદિત મૂછ્યુત્તાળિમાં તથા મુનિ શ્રી પુષ્પભિક્ષુજી સંપાદિત સુત્તામેના ખીજા ભાગમાં અનુયોગદ્દારસૂત્રની મૂલવાચનામાં આ સ્થળે વધારીને સૂત્રપાઠ આપ્યો હોય તો તેને માન્ય પાઠ ન કહી શકાય ? મુમુત્તનિ અને સુજ્ઞાામેમાં આ સ્થાને જે પાઠ આપવામાં આવ્યો છે તે કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં મળવો શક્ય નથી એવો અમને વિશ્વાસ છે.સિવાય કે ઉક્ત મુદ્રિત આવૃત્તિ ઉપરથી લખાઈ તે તૈયાર થયેલી કોઈ હસ્તલિખિત અર્વાચીન પ્રતિ હોય.
પ્રસ્તુત પ્રકાશનમાં અનુયોગદ્દારસૂત્રની ટિપ્પણીઓમાં જ્યાં શેઠ શ્રી દેવચંદ લાલભાઈ દ્વારા પ્રકાશિત આવૃત્તિની ૬૦ સંજ્ઞા અમે નોંધી છે તેને ઉદ્દેશીને ઉપરની પાઢચર્ચા કરી છે. આ સિવાય જ્યાં મુ॰ સંજ્ઞાનો ઉલ્લેખ નથી કર્યો તેવા ટિપ્પણીના પાઠો પ્રમાણે જ શ્રી દે. લા. ની આવૃત્તિમાં પાડો છે ( અર્થાત્ અમે મુ॰ સંજ્ઞા વારંવાર આપવી ઉચિત માની નથી) તે પૈકીનાં કેટલાંક સ્થાન નીચે પાંચ પેરેગ્રાફમાં જણાવીએ છીએ :
૧. મલધારીયા વૃત્તિ પ્રમાણે મૂલમાં સ્વીકારેલા પાઠના પાઠાંતરરૂપ શેષ પ્રતિઓના પાઠો નીચે ટિપ્પણીમાં મૂક્યા છે. આવાં સ્થાન આ પ્રમાણે છે—પૃ૦ ૬૫ ટિ॰ ૧૦, પૃ૦ ૬૬ ટિ॰ ૩, પૃ૦ ૬૬ ટિ॰ ૭ અને ૧૧, પૃ૦ ૬૮ ટિ૦ ૧–૧૬-૧૭ અને ૨૩, પૃ૦ ૭૦ ટિ॰ ૪, પૃ૦ ૧૩૩ ટિ૦ ૧૪, અને પૃ॰ ૧૩૭ ટિ॰ ત્રીજી માંનો ૐ અને વા॰ સંજ્ઞક પ્રતિઓનો પાઠ. આ સ્થાનોમાં જેના નીચે અંડર લાઈન કરી છે તે ત્રણે ટિપ્પણીઓના પાને શ્રી મલધારીજીએ વાચનાંતરરૂપે જણાવેલ છે.
પૃ૦ ૧૧૬ ટિ॰ ૬, પૃ॰ ૧૧૭ ટિ॰ ૨ અને ટિ॰ ૯, તથા પૃ૦ ૧૧૮ ટિ॰ ૩, આ ટિપ્પણીઓના પાઠ પ્રમાણે હરિભદ્રીયા વૃત્તિમાં વ્યાખ્યાન છે, મલધારીયા વૃત્તિમાં આ ટિપ્પણીઓના પાઠોને
૧. મૂત્તુત્તાળિ અને સુજ્ઞામે માં પ્રસ્તુત પાઠ આ પ્રમાણે છે—મુહુમસઁવરાચરિત્તમુળવ્પમાળે સુવિદ્દે પળો
तं जहा -- संकिलिस्समाणए य १ विसुज्झमाणए य २ । अहवा सुदुमसंपरायचरितगुणप्पमाणे दुविहे पण्णत्ते | तं जहा - पडिवाई य १ अपढिवाई य २ । अहक्खायचरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते । तं जहा – पडिवाई य १ अपडिवाई य २ | अहवा अहक्खायचरितगुणप्पमाणे दुविहे पण्णत्ते । तं जहा—छउमत्थिए य १ के लिए य २ ।
૨. સાર્થ અને હરિભદ્રીયા વૃત્તિ સંક્ષિપ્ત હોવાથી આ સ્થાનોની વ્યાખ્યા તેમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org