SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય ઉપર જણાવેલી પ્રતિઓના જેવી કોઈક પાછળના સમયમાં લખાયેલી પ્રતિના આધારે સૌપ્રથમ રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં પ્રસ્તુત પાઠ મૂલવાચનામાં છપાયો. અને ત્યાર પછીની આજદિન સુધીમાં વિવિધ સ્થાનોમાંથી પ્રસિદ્ધ થયેલી બધી જ આવૃત્તિઓમાં તે યથાવત મૂલવાચનારૂપે જ ચાલ્યો આવે છે. અમોએ જોયેલી વિક્રમના સત્તરમા શતક સુધીમાં લખાયેલી અનુયોગદ્વારસૂત્રની કોઈ પણ પ્રતિમાં પ્રસ્તુત ટિપ્પણીનો પ્રક્ષિપ્ત પાઠ મળતો નથી, આ વસ્તુ પુનઃ જણાવીએ છીએ. પ્રસ્તુત પાઠ મૂલવાચનામાં હોવાથી કોઈ અનર્થ થઈ જાય છે તેમ રખે કોઈ માને. લખવાનો આશય એટલો જ છે કે સૂત્રની પ્રમાણિત અને તેથી જ પ્રામાણિક વાચના તૈયાર કરવા તરફ આપણે યથાવિધિ પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આ રીતનો વિચાર કરવો જ જોઈએ. ૩. વિ. સં. ૧૯૩૬માં પ્રકાશિત રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં એક સ્થળે જેને અતિગંભીર કહીએ તેવું નિરાધાર પાઠપરિવર્તન થયું છે. દુઃખની વાત એ છે કે મુનિ શ્રીઅમોલકઋષિજીની આવૃત્તિ અને આગમરત્નમંજૂષાગત આવૃત્તિ સિવાયની ઉત્તરોત્તર છપાયેલી આવૃત્તિઓ પણ આ સ્થળે શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિને જ અનુસરે છે. પૂજ્યપાદ આગમ દ્વારકજી મહારાજ સાહેબ દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓમાં પણ પ્રસ્તુત ક્ષતિ ચાલુ જ રહી છે. પરંતુ પાછળથી શ્રી આગમમંદિરના શિલામુદ્રણ વખતે પ્રસિદ્ધ થયેલી આગમરત્નમંજૂષામાં આ ક્ષતિ પૂજ્યપાદ આગમ દ્વારકજીએ સુધારી લીધી છે એ આનંદની વાત બની છે. અને તેથી જ પ્રસ્તુત પ્રકાશનમાં આ સ્થાનમાં મુકિત પાઠની ટિપ્પણી આપી નથી. અહીં પણ આ ચર્ચા ન લખાત, પણું આગમરત્નમંજૂષાની નકલો ઓછી અને તેને કોઈ જવલ્લે જ જુએ, તથા આગમરત્નમંજૂષા પછી પણ વર્ષો બાદ પ્રકાશિત થયેલા મૂત્રુત્તા તથા સુત્તામાં પણ આ ગંભીર ક્ષતિની પરંપરા જ ચાલી, તે સુધારવા, તેમ જ સંશોધનકાર્યમાં અનવધાનથી થતી ગંભીર ક્ષતિનું એક ઉદાહરણ આપવા માટે જ અહીં લખવું યોગ્ય માન્યું છે. ઉક્ત પાઠપરિવર્તન પ્રસ્તુત અનુયોગઠારસૂત્રના ૫૯૧ અને ૨૯૨ મા સૂત્રમાં થયું છે. આ બે સત્રનો પાઠ પ્રસ્તુત અનુયોગદ્વારસૂત્રની વાચનામાં આ પ્રમાણે છે–તે દિ તે પ્રથા? ૨ चउन्विहा पण्णत्ता । तं जहा-कोहझवणा माणज्झवणा मायज्झवणा लोभज्झवणा । से तं पसत्था । (सू० ५९१)। से किं तं अप्पसत्था ? २ ति विहा पप्णत्ता । तं जहा-नाणज्झवणा दंसणसवणा चरित्तज्झवणा । से तं अप्पसत्था । (सू० ५९२). આ બે સૂત્રનો સાર ચૂણિ અને ટીકાઓના વ્યાખ્યાનના આધારે આ પ્રમાણે જાણી શકાય છે—“ક્ષપણ-અપચય-નિર્જરાના અર્થમાં ઢવII શબ્દ છે. અર્થાત વIT એટલે હાનિ. ક્રોધ-માન-માયા-લોભની હાનિ તે પ્રશસ્ત હાનિ છે, અને જ્ઞાન-દર્શનચારિત્રની હાનિ તે અપ્રશસ્ત હાનિ છે.” ઉપર જણાવેલા મૂલપાઠના અર્થની સંગતિ સહજ સમજી શકાય તેવી છે. અનુયોગદ્વારસૂત્રની સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં મૂલપાઠ ઉપર મુજબ જ છે. આ હકીકત છતાં રાય १. से किं तं झवणा इत्यादि । णाणादीणं वही इच्छिज्जति, जा पुण तेसिं खवणा सा अप्पसत्था भवति । सेसं વÁ ! ચૂર્ણ. ૨. તે āિ રહ્યાદ્ધિ ક્ષાળા કપત્રયો ઉનનત પર્યાયા. શેષ સુધામ” (હરિભદ્રીય વૃત્તિ), તે ર તે શવI[ હત્યાતિ ક્ષur અપવો નિર્જરા પતિ થયા | રોષે ભૂલવમેવ (મલબારીયા શ્રીકા). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy