SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કેo સંપાદકીય પ્રથમ તો પાચદમાવો સિવાય કાવડ વહન કરનારના અર્થમાં વોચ શબ્દ જ મળતો નથી; T૦ ૩૦ ૧૦માં વોચ શબ્દને દેશ્ય જણાવીને તેના સ્થાનનિર્દેશમાં એકમાત્ર અનુયોગદ્વારસૂત્રનું પ્રસ્તુત સ્થાન જ જણાવ્યું છે. એટલે કે મુખ્યત્વે પૂજ્યપાદ આગમોદ્ધારક દ્વારા પ્રકાશિત મલધારીયા ટીકામાંથી આ શ્રાવોચ શબ્દ To ૩૦ મ૦માં લેવાયો છે. હકીકતમાં પ્રસ્તુત પ્રકાશનમાં ઉપયુક્ત અનુયોગદ્વારસૂત્રની કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં અને શ્રી લા. દ. વિદ્યામંદિરના સંગ્રહોની વિકમના ૧૬મા શતકથી ૧૮ મા શતક સુધીમાં લખાયેલી નવ પ્રતિઓ પૈકીની એક પ્રતિ સિવાયની આઠ પ્રતિઓમાં શ્રાવોચાઈ પાઠ મળ્યો નથી, પણ જયા પાઠ જ મળ્યો છે. શ્રી લા. દ. વિદ્યામંદિરમાં દેવશાના પાડામાંથી આવેલા આચાર્ય શ્રી મહેન્દ્રવિમલજીના ભંડારની ક્રમાંક ૨૧ વાળી વિક્રમના ૧૬ મા શતકના પૂર્વાર્ધમાં લખાયેલી પ્રતિમાં વોચા પાઠ મૂળમાં લખેલો છે, અને આ જ ભંડારની ક્રમાંક ૨૦ વાળી પ્રતિ (જે ક્રમાંક ૨૧ વાળી પ્રતિ કરતાં ૩૦-૪૦ વર્ષ પ્રાચીન લાગે છે તે) માં ચાળ શબ્દ લખાયેલો હતો, પણ કોઈક વાચકે ઉમેરાનું ચિહ્ન કરીને માનમાં “વો.” ઉમેરીને વોયા શબ્દ કર્યો છે. એટલે કે પ્રાચીન એકાદ પ્રતિના પાઠના આધારે શોધક વાચકો આવી રીતે સુધારો કરે અને તે સુધારેલી પ્રતિ ઉપરથી ઉત્તરોત્તર જે નકલો થાય તેમાં તે સુધારો મૂલપાઠરૂપ જ બની જાય. છતાં પ્રસ્તુત સ્થાનપૂરતું તો કહી શકાય કે આવા સુધારાની નલરૂપે લખાયેલી અનુયોગકારસૂત્રની પ્રતિ જવલ્લે જ મળી શકે તેમ છે. અનુયોગદ્વારની ચૂર્ણિ અને હરિભકીયા વૃત્તિનું વ્યાખ્યાન સંક્ષિપ્ત છે તેથી તેમાં પ્રસ્તુત વાવાઇ કે વાવીયા વગેરે શબ્દોનું વ્યાખ્યાન નથી. પૂજયપાદ આગમોદ્ધારકજી દ્વારા સંપાદિત અનુયોગદ્વારસૂત્રની ભલધારીયા ટીકામાં “વોયાષ તિ વહિવાના ” આવો પાઠ છપાયો છે. અનયોગદાનસત્રની ભલધારીયા ટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં તપાસ કરતાં નિરપવાદ રૂપે આ સ્થાને “તાળ તિ વદિવાનામ્ · અથવા તો “યામાં ઉત ડિવાવના પાઠ મળે છે. અહીં ચ અને તેનો વૈકલ્પિક પ્રયોગ પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ સહેજે સમજી શકે તેમ છે, એટલે #યા અને તાપ આ બે એક જ શબ્દના વૈકલ્પિક પ્રયોગો છે. રાજ્ય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં પ્રકાશિત મલધારીયા ટીકામાં “નોતા તિ રિવાહનીમ્' આવો અશુદ્ધ પાઠ છપાયો છે; અહીં લેખકની સામેની પ્રતિમાં તા ના બદલે લખાયેલા નાં ને લેખનશુદ્ધિની પ્રાચીન પદ્ધતિએ રદ કરીને ફરી તા લખાયેલો હશે, તે આવી રીતે–ાનતા. પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં લખાયેલા અક્ષરોને રદ કરવાના પ્રકારોમાં એક પ્રકાર એવો પણ છે કે : અક્ષરને રદ કરવો હોય તે અક્ષર ઉપર નાની ઊભી લીટી કરવામાં આવતી. આવાં સંખ્યાબંધ સ્થાન હસ્તલિખિત પ્રતિઓમાં મળી આવે છે. અહીં રદ કરેલા આવા “ના”નો સમજ ફેરથી “નો' માનીને શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં શાનોતા પાઠ બન્યો છે, જ્યારે ખરી રીતે તેમાં ઉપયોગમાં લીધેલી પ્રતિમાં શ્રાતા શબ્દ જ હતો. શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિના અનુવાદમાં (જે કોઈક ટબાની પ્રતિ ઉપરથી છાપ્યો હોય તેમ લાગે છે) આ પ્રમાણે છે–“યાઇ તિ વેદ ડદાનેવારી”. શ્રી લા. દભા. સં. વિદ્યામંદિરમાં સુરક્ષિત ટબાર્થવાળી અનુયોગદ્વારસૂત્રની પ્રતિના મૂલ પાઠમાં કાચા શબ્દ છે, અને ટબાર્થમાં “૦ વહી વહતે” અર્થ કર્યો છે. ઉપર જણાવેલો અનુવાદ અને ટબાર્થ પણ ચાપ શબ્દ જ આપે છે. વિક્રમના ૨૦મા શતકમાં લખાયેલી બાલાવબોધ સહિત અનુયોગસૂત્રની પ્રતિમા (જે શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાં છે) મૂલપાઠમાં પ્રસ્તુત સ્થાને વાવડિયા શબ્દ છે, ટીકામાં લખાયેલા વહિવાની અર્થના અધારે સંગતિ વિચારીને કોઈક શોધકોએ પાછળના સમયમાં કાચા કે તેના કોઈ અશુદ્ધ પાઠને બદલે હવા શુદ્ધ ભાનીને લખ્યો હોય તેમ લાગે છે. અસ્ત! ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy