________________
E
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિત્ વક્તવ્ય મંજૂષામાં (ક) આ રીતે ગોળ કોષ્ટકમાં મૂક્યો છે. સુત્તાગમમાં [] આવી રીતે આવા કોષ્ટકમાં મૂક્યો છે. આમ કોષ્ટકમાં મૂકવાનો હેતુ તો ગાથા લાંબી થાય છે, એટલે કે વં શબ્દ વધારે પડતો છે તે જણાવવાનો જ હોય તેમ લાગે છે. પણ જેનાગમોની આર્ષ ગાથાઓમાં માત્રામેળનો ભંગ થતો ભાસે તેવી લાંબી-ટૂંકી ગાથાઓ ઠીક ઠીક પ્રમાણમાં મળે છે, તેનો આપણે
ખ્યાલ રાખવો જોઈએ. અહીં નંદિસૂત્રની ચૂણિ અને બે ટીકાઓમાં વંદે શબ્દનું પ્રતીક નોંધેલું જ છે. તદુપરાંત નિરપવાદરૂપે હસ્તલિખિત પ્રતિઓમાં આ સૂત્રપદ મળે પણ છે તથા અર્થની સંગતિની દૃષ્ટિએ પણ આ સૂત્રપદ જરૂરી જ છે. આથી આવા પાઠોને ( ) આવા કે [ ...] આ પ્રકારના કોકોમાં મૂકીને મૂલવાચનાના પાઠ વિષે કોઈ પણ પ્રકારના વિકલ્પનો ભ્રમ પેદા કરવો અમે યોગ્ય માન્યો નથી.
૨. ચૌદમા પુછની ત્રીજી ટિપ્પણના પાઠ પ્રમાણે શ્રી આગમોદય સમિતિની આવૃત્તિમાં પાઠ છે. નંદિસૂત્રની મલયગિરીયા અને હરિભકીયા વૃત્તિમાં વાગો ઘણો પાઠ પ્રમાણે વ્યાખ્યા કરી છે, અને અહીં ઉપયુક્ત બધીય પ્રતિઓમાં પણ વધળો ઘણો પાઠ જ મળ્યો છે, તેથી તેને અમોએ ભૂલવાચનામાં સ્વીકાર્યો છે. પ્રસ્તુત ટિપ્પણીમાં આપેલા વForગો વણો પાઠની બન્ને ટીકાકારોએ વાચનાંતરરૂપે નોંધ લીધી છે. નદિચૂર્ણિમાં આ સ્થાનની વ્યાખ્યા નથી કરી, અહીં જણાવેલાં આ બે સ્થાનોનું ઉત્તરોત્તર અનુકરણ થયું છે, તેવી રીતે આવી બાબતોમાં આપણે સર્વથા અનુકરણશીલ ન થવું જોઈએ. હવે અનુયોગઠારસૂત્રના કેટલાક પાઠો જણાવીએ છીએ.
अनुयोगद्वारसूत्र ૧. ૭૩મા પૃઇની ત્રીજી ટિપણીમાં શબ્દ છે, જે સૌપ્રથમ આગમોદ્ધારકની આવૃત્તિમાં મૂલવાચનામાં લેવાયો છે.
અહીં પ્રસ્તુત અનુયોગકારસૂત્રના ૮૦મા સૂત્રમાં સાચા શબ્દ મૂલવાચનામાં સ્વીકાર્યો છે. એટલે કે પૂજ્યપાદ આગમોદ્ધારકજી મહારાજજીની વિસં. ૧૯૭૨માં પ્રસિદ્ધ થયેલી અને તે પછી અમારી જોયેલી અચાન્ય સંપાદકો દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓની મૂલવાચનામાં સ્વીકારેલા. ઉક્ત વોચ શબ્દને અપ્રમાણિત ગણીને ટિપ્પણમાં આપ્યો છે. એનું કારણ આ છે– ૧. પ્રસ્તુત અનુયોગદ્વારસૂત્રના પાઠોની ચર્ચામાં અમે અદ્યાવધિ પ્રકાશિત થયેલી અનુયોગદ્વારસૂત્રની આવૃત્તિઓ
પૈકીની દશ આવૃત્તિઓ જોઈ છે, તે આ પ્રમાણે–૧. વિ. સં. ૧૯૩૬ માં રાય શ્રી ધનપતિસિંહજી દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ, ૨. વિ. સં. ૧૯૭૨ માં શેઠ શ્રી દે. લાટ દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ, ૩. વીરસં. ૨૪૪૬ (વિ. સં. ૧૯૭૬)માં શ્રી અમોલકષિ દ્વારા સંપાદિત આવૃત્તિ, ૪. વિ. સં. ૧૯૭૬ માં શ્રી જિનદત્તસૂરિ પુસ્તકોહાર ફંડ દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ, ૫. વિ. સં. ૧૯૮૦ માં શ્રી આરામોદય સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ, ૬. વિ. સં. ૧૯૯૫ માં શ્રી કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર દ્વારા પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ, ૭. વિ. સં. ૧૯૯૯માં આગમરત્નમંજૂષાન્તર્ગત આવૃત્તિ, ૮. વિસં. ૨૦૧૦ માં પં. શ્રી કહેયાલાલજી મહારાજ (કમલ) સંપાદિત મૂલસુત્તાણિગત આવૃત્તિ, ૯. વિ. સં. ૨૦૧૧માં મુનિ શ્રી પુષ્પભિક્ષુજી દ્વારા સંપાદિત “સુત્તા મે' ના દ્વિતીય ભાગાન્તર્ગત આવૃત્તિ, ૧૦. વિ. સં. ૧૯૭૩ માં શ્રી જેને આત્માનંદ સભા દ્વારા પ્રસિદ્ધ થયેલો અનુયોગદ્વાર સત્રનો સંક્ષિપ્ત અનુવાદ, આ ઉપરાંત શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિર (અમદાવાદ)માં રહેલા વિવિધ ભંડારોમાં સુરક્ષિત વિક્રમના ૧૬ મા શતકથી ૧૮ મા શતક સુધીમાં લખાયેલી અનુયોગદ્વારસૂત્ર ભૂલની નવ પ્રતિઓ તથા તેની માલધારીયા ટીકાની વિક્રમના ૧૬-૧૭ શતકમાં લખાયેલી છ પ્રતિઓ, અને એક ટબાર્થવાળી તથા એક બાલાવબોધસહિત અનુયોગદ્વારસૂત્રની પ્રતિ પણ જોઈ છે. . ૨. કત મુનિ શ્રી પુષ્પલિથુજી દ્વારા સંપાદિત આવૃત્તિમાં “વા (૪) વોયા ? આવો પાઠ છે, એટલે કે ૫. પા
આગમો દ્વારકને આવતિનો મૂલપાઠ અને તેનું પ્રત્યંતર એકસાથે મૂલવાચનમાં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org