________________
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ વક્તવ્ય આગમિક પદાર્થોની જે તાત્વિક ખલનાઓ છે તે વિષે તો એક મહાનિબંધ જ બની શકે તેમ છે. આ સ્થળે તો અમે ટૂંકમાં જ લખીને વિરમીએ છીએ.
૩. પૃ. ૧૬ ટિ. ૭મીનો પાઠ અહીં ઉપયુક્ત કોઈ પણ પ્રતિમાં તેમ જ શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિર–અમદાવાદના ભંડારોમાં સચવાયેલી નંદિસૂત્રની ૬-૭ પ્રતિઓમાં પણ મળતો નથી. નંદિસૂત્રની ચૂણિ તથા બે ટીકાઓમાં પ્રસ્તુત ટિપ્પણીના પાકનું વ્યાખ્યાન પણ નથી. છતાંય અદ્યાવધિ પ્રસિદ્ધ થયેલી નંદિસૂત્રની આવૃત્તિઓ પૈકીની જે ૧૧ આવૃત્તિઓ અમે જોઈ છે તે બધીમાં આ પાઠ ક્યાંથી આવ્યો ? આ સંબંધમાં તજજ્ઞ વિદ્વાનોને વિચારવા વિનંતી છે. રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં પ્રસ્તુત ટિપ્પણવાળો પાઠ છે, પણ તે સાથે જ પ્રકાશિત થયેલ ટીકા અને અનુવાદમાં આ પાઠની વ્યાખ્યા નથી. સૌથી પ્રાચીન પ્રકાશન આ જ છે; ત્યાર પછીની બધી આવૃત્તિઓમાં આનું જ અનુકરણ થયું લાગે છે. મુનિ શ્રી હસ્તિમલ્લજીની તથા મુનિ શ્રી ઘાસીલાલજીની આવૃત્તિમાં પ્રસ્તુત ટિપ્પણીનો પાઠ તો મૂલપારૂપે સ્વીકાર્યો છે, ઉપરાંત અનુક્રમે છાયા, ટીકા અને અનુવાદ પણ કર્યો છે. તેમ છતાં અમારું માનવું છે કે આ પાઠ કોઈ પ્રતિ આપતી નથી અને કોઈ પણ વ્યાખ્યાકાર આની વ્યાખ્યા કરતા નથી, તેથી આ પાઠને મૂલપાઠ તરીકે સ્વીકારવો જોઈએ નહિ.
૪. નંદિસત્રના ૭૨[૧] સૂત્રમાં (પૃ. ૨૯) કેટલાક અજૈન શાસ્ત્રગ્રંથોનાં નામોનો ઉલ્લેખ છે. આમાં બારમું વેરિયં–રિક શાસ્ત્ર છે. આ જ નામો અનુયોગઠારસૂત્રના ૪૯મા સૂત્રમાં (પૃ. ૬૮) આવે છે. અનુયોગઠારસૂત્રની બધી જ હસ્તલિખિત પ્રતિઓમાં અને પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓમાં પ્રસ્તુત સિર્ચ શબ્દના બદલે કોઈ પ્રત્યંતરનો પાઠભેદ મળતો નથી કે છપાયેલો નથી, પણ નંદિસૂત્રનાં પ્રત્યંતરોમાં પ્રસ્તુત ચિંના બદલે તેસિયે પાઠ મળે છે. વ અને તેના લિપિદોષથી જ આ અર્થહીન તૈસિર્ચ પાઠ બની ગયો લાગે છે. હકીકતમાં અનુયોગઠારસૂત્ર તથા નંદિસૂત્રના એક જ સંદર્ભમાં આવતો આ ગ્રંથ ભિન્ન નથી પણ એક જ છે, એ બના પાઠ જેવાથી સહેજે સમજી શકાય તેમ છે. નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રની ચૂણિ અને એ પ્રત્યેકની બએ ટીકાઓમાં આ સંદર્ભમાં આવેલા ગ્રંથોની વ્યાખ્યા કરી નથી, પણ તેમનો પરિચય લોકથી જાણી લેવો” આ પ્રકારનું માત્ર સૂચન જ કર્યું છે.
નંદિસૂત્રની પ્રતિઓમાં લિપિદોષે થયેલા તેણિયં શબ્દનો સંગત અર્થ કરવો મુશ્કેલ છે. નંદિસૂત્રના ટબાકારો પૈકી જેમને મૂલપાઠમાં સિચૈ શબ્દ મળ્યો છે તેમણે વેરા અને રિચ અર્થ લખ્યો છે. જેમને તેરિ શબ્દ મળ્યો છે તે પૈકી કોઈએ તેત્રિવિ, કોઈએ સૈરાષ્યિ, તો કોઈએ તૈરિક અર્થ કર્યો છે અને જેમને તેસિડ્યું અને સિક્યું આ બે શબ્દો એકસાથે મૂલપાઠમાં મળ્યા છે તેમણે તારિવાવિયનામ શાસ્ત્ર અને સિતનામ શાસ્ત્ર આમ બે અર્થ કર્યા છે.
રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિના અનુવાદમાં તેલિ શબ્દને અને મુનિ શ્રી અમોલક ઋષિજીની આવૃત્તિમાં તેસિડ્યું અને સિર્ચ એમ બે શબ્દોને મૂલવાચનારૂપે સ્વીકારીને અર્થો લખાયા છે. આ સ્થાનમાં અમને કોઈ પણ પ્રતિમાંથી તેરાસિ૬ પાઠ મળ્યો નથી. તેથી અનુમાન થઈ શકે
૧. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ના ભંડારોમાં સચવાયેલી ટબાર્થવાળી
નંદિસૂત્રની વિવિધ પોથીઓ જોઈ ને ઉપર જણાવેલા અર્થો અમે નોંધ્યા છે. ૨. રાય શ્રી ધનપતસિંહજીની આવૃત્તિમાં “તે તેત્રિરિાવાઅર્થ કર્યો છે. મુનિ શ્રી અમોલકઋષિજીની
આવૃત્તિમાં મૃલપાઠમાં તેલિયું અને વેરિયં બે શબ્દ છે, અને તેનો “સેનિરિવા” અને “વેરિ”િ એમ અર્થ કર્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org