SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ રસંપાદકીય ટીકાના પ્રારંભમાં તે તે ચૂર્ણિકાર આદિ આચાર્યોના નામનું સ્મરણ વગેરે કરી નમસ્કાર પણ કરે છે; જ્યારે શ્રી ઘાસીલાલજી મહારાજની ટીકામાં તેવો કોઈ વિવેક જ દેખાતો નથી, પરંતુ તેને બદલે ઘણે સ્થળે આ મહાપુરુષો પ્રત્યે તોછડાઈ દેખાડવાની ધીઠાઈ જ તેઓએ કરી છે. ટીકાઓમાં અપ્રાસંગિક વાતોનો વધારો કરી ટીકાઓનું કલેવર મોટું બનાવી દીધું છે. મૌલિક વસ્તુનો વિસ્તાર તો તેમાં ભાગ્યે જ નજરે પડે છે. શ્રી ઘાસીલાલજી મહારાજ પ્રાચીન આગમિક જૈન સ્થવિરોની આગમિક પદાર્થવિષયક વિવિધ પરંપરાઓથી તદ્દન અજ્ઞાત હોઈ તેમણે વ્યાખ્યાકાર મહાપુરુષો માટે અનધિકાર તોછડાઈ અને અવિવેકભર્યા શબ્દ-વાક્યપ્રયોગો કર્યા છે. અપ્રાસંગિક મૂર્તિપૂજા જેવા વિષયોનું વ્યાખ્યાન તો તેમની અવિવેકિતા જ સૂચવે છે. તેઓ એટલું પણ જાણતા નથી કે વૃદ્ધાઃ વાક્યના પ્રયોગ ક્યાં થઈ શકે ? એ જ કારણે તેમણે પોતાની વ્યાખ્યાઓમાં જૈન આગમોના પાઠોના ઉદ્ધરણ માટે માતાજો, વિનવવન, નિનામ: જેવા વાક્યોનો પ્રયોગ કરવાને બદલે વૃદ્ધરાવ: વાક્યનો ઉપયોગ કર્યો છે. જે સ્થાનકવાસી માનનીય સાધુ મહાત્માઓએ તેમની ટીકાઓ માટે અભિપ્રાયો આપ્યા છે તેઓએ એમની ટીકાઓને વાંચી હોય તેમ અમને લાગતું જ નથી. કારણ, આ ટીકાઓમાં કરૂણાારિા જેવા સામાન્ય પદાર્થની વ્યાખ્યા કરતાં શ્રી ઘાસીલાલજી મહારાજે પોતાનું અજાણપણું પ્રકાણ્યું છે, અને લખી નાખ્યું છે કે વ્યવિ પ્રજ્ઞાપાનાચુતે. જો તેઓએ આચારાંગસૂત્ર નિયુક્તિની “નાથ ૩ નો qugવો ના જ વિસા, મિત્તા નોમુ ય સારું સા પુar Qો અવરા || ” આ ગાથાને ધ્યાનપૂર્વક સમજી લીધી હોત તો ઉપરની અક્ષમ્ય ખલના જેવી ખલનાઓ તેમની ટીકાઓમાં થવા ન પામત; તેમ જ શ્રી શીલાંકાચાર્યની ટીકાને ધ્યાનપૂર્વક જોઈ હોત તો પોતાની ટીકામાં સૂત્રોના વિભાગ કરવામાં ખલન થવા ન પામત. પરંતુ અમને લાગે છે કે તેઓ પ્રાચીન ટીકાકારોના વ્યાખ્યાનોને ડરતાં ડરતાં લેવા જતાં પ્રાચીન ટીકાકારોની વાસ્તવિકતાને પામી શક્યા જ નથી. પરિણામે લોય સ્થળોમાં કેટલાય પ્રકારની ત્રુટિઓ તેમની ટીકામાં નજરે પડે છે. અભિપ્રાય આપનાર સ્થાનકવાસી મુનિવરોએ અભિપ્રાયની જવાબદારી સમજ્યા વિના જ અભિપ્રાયો આપ્યા છે. શ્રી ધારીલાલજી મહારાજે પોતાની નંદિસૂત્રની ટીકામાં (પત્ર ૭-૮) સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને રાજપ્રશ્નીયસૂત્રમાં આવતા “ના નંતી” પાઠનો આધાર આપીને “નંદિસૂત્રના કર્તા દેવવાચક નથી પણ ગણધર છે” આવું જે વિધાન કર્યું છે તેમાં તેમનું ઐતિહાસિક અજ્ઞાન સ્પષ્ટપણે તરી આવે છે. અમારા પ્રસિદ્ધ થતા આ નંદિસૂત્રમાં ૨૯મા પૃષ્ઠમાં આવેલા છર[૧] સૂત્રમાં આવતા શોઢિયે આદિ શબ્દોના અર્થને તેઓ બરાબર સમજ્યા હોત તો નંદિસૂત્રને ગણધરકૃત કહેવામાં તેઓને વિમાસણું જ થાત, કારણ કે કોટિલ્યકઅર્થશાસ્ત્રના પ્રણેતા મહામાત્ય ચાણક્ય આદિ ગ્રંથકારો ગણુધરભગવાન પછી કેટલાય સકાઓ બાદ થયા છે. અસ્તુ. સમવાયાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને રાજપ્રશ્નીયસૂત્ર આદિમાં મળતાં “ના નંલી', “નહીં FuUTTIT”, “ના ઉત્તી” આદિ ઉલ્લેખો, વિસ્મૃતિને લીધે, જૈન આગમો ખંડિત થવાથી પુનર્વ્યવસ્થિત કરતી વખતે આવ્યા છે, આ વિષેનો ગુરૂગમ પણ તેમની પાસે નથી. મોટા ભાગે ગુરુગમવિનાનો અભ્યાસ પણ અધકચરો હોય છે, તો પછી શાસ્ત્રની ગંભીર બાબતોની વ્યાખ્યાઓ જો ગુરુગમશૂન્ય હોય તો, તે કેટલી સાર્થક અને પ્રામાણિક હોઈ શકે ? એ વિચારવાનું કામ અમે મર્મજ્ઞ વિજ્ઞ વાચકોને જ ભળાવીએ છીએ. ઇતિહાસ આદિ વિષયોના જ્ઞાન સિવાય ઐતિહાસિક આદિ વાતો વિષે લખવા બેસવું કે ઐતિહાસિક વિધાનો કરવાં એ હાસ્યાસ્પદ બનવા જેવી વાત છે. શ્રી ઘાસીલાલજી મહારાજની ટીકાઓ જોતાં એમ લાગે છે કે આગમિક, ઇતિહાસ આદિ વિષયોમાં તેઓ ઘણું જ કાચા છે. શ્રી ઘાસીલાલજી મહારાજની ટીકાઓમાં જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy